અમદાવાદ

‘ગાંધીનગરમાં સાર્વજનિક ગણેશોત્સવ કરાયુ આયોજન

Published

on

‘ગાંધીનગર ચા રાજા’ સેક્ટર-૨૨નાસાર્વજનિક
ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલુ થઈ!

ગાંધીનગર શહેરની શરૂઆત થઈ અને સેક્ટર – ૨૨ ખાતે સાર્વજનિક ગણેશોત્સવ સમિતિની સ્થાપના કરી ત્યાં ધામધૂમથી ગણેશોત્સવની શરૂઆત થઈ. આજે એ જ જગ્યાએ સળંગ ૫૩માં વર્ષે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવવામાં આવશે.
સાર્વજનિક ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ નિશીત વ્યાસની અધ્યક્ષતામાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં માટે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સામાન્ય બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં અરૂણભાઈ બુચ, ડૉ. કૌશિક શાહ, હિરેન શાસ્ત્રી, શૈલેન્દ્રસિંહ બિહોલા, મનોજ શુક્લ, સંજય થોરાત, ડો. ચેતના બુચ, અશ્વીનસિંહ ટાપરીયા, જયરાજસિંહ વાઘેલા, જયદીપસિંહ ઠાકોર, રાજેન્દ્રસિંહ ચાવડા, તેજાભાઈ દેસાઈ, વૈભવ જાની, ડો. વર્ષા પારેખ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં અને એમનાં કિંમતી સુચનો કર્યા હતા.
સ્વ. વિનોદભાઈ જોષી દ્વારા વર્ષો સુધી ગણેશોત્સવ સમિતિ સેક્ટર – ૨૨ ખાતે ગણેશોત્સવ ઉજવાતો હતો એ જ પરંપરા  નિશીત વ્યાસે જાળવી રાખી છે. ઉલ્લેખનીય છે કે આ સાર્વજનિક ગણેશોત્સવની પ્રથમ દિવસની આરતી ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ઉતારવામાં આવે છે. ગાંધીનગરની વિવિધ સાંસ્કૃતિક સંસ્થાઓ એક મંચ પર આવે અને ગણેશોત્સવ ઉજવે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો  હુ સીએમ પાસે જઇશ

પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version