પીએસઆઇની પરિક્ષા પેપરમાં હતા અનેક છબરડા- આ રહ્યા પુરાવા, યુવરાજ સિહ જાડેજાનો આરોપ
પીએસઆઇની પરીક્ષાના પ્રિલિમ્સના પરિણામો આવી ગયા છે, ત્યારે તેને લઇને યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ સવાલો ઉભા કર્યા છે
તે સિવાય હવે પેપરમાં અનેક સવાલો ખોટા છપાયા હોવાના આરોપ લગાવ્યા છે,,પોતાના આરોપોને સાચા સાબિત કરવા માટે
ટ્ટીટર ઉપર પુરાવાઓ આપ્યા છે, અને પીએસઆઇની સમગ્ર પરિક્ષા સામે જ સવાલો ઉભા કરી દીધા છે,
પરિક્ષા પેપરોમાં ભુલ હતી આ રહ્યા પુરાવા-યુવરાજ
શુક્વારે યુવા નેતા યુવરાજ સિહ જાડેજાએ પીએસઆઇની પરિક્ષાના પરિણામો ઉપર સવાલો ઊભા કર્યા હતા,
જ્યારે શનિવારે યુવરાજ સિહે એક પછી એક ત્રણ ટ્ટીટ કર્યા,, જેમાં પીએસઆઇની પરિક્ષામાં જે પ્રશ્ન પત્રો હતા
તેમાં કઇ રીતે સવાલો ખોટી રીતે પુછાયા હતા, સાથે કેટલાક સવાલોના જવાબો ઓપ્શનમાં ખોટી રીતે છાપવામાં આવ્યા હતા
તેના પુરાવાઓ સાથે રજુ કર્યા, આ ટ્ટીટ તેઓએ ભરતી બોર્ડના વિકાસ સહાય,,હસમુખ પટેલ,સીએમઓ ગુજરાત,ગુજરાત
પોલીસ, હર્ષ સંધવી બધાને ટેગ કર્યા,
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો
પ્રથમ ટ્ટીટમાં યુવરાજે લખ્યુ કે
આપ એક અધિકારી તરીકે સમજી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કસ ની વેલ્યુ(કિંમત) શું હોઈ છે.
આપ ઉપર શ્રદ્ધા છે કે આ ભૂલભર્યા પ્રશ્નોમાં સંવેદનશીલતા દાખવી ઉમેદવારોને યોગ્ય ન્યાય આપશો.
@Hasmukhpatelips
@VikasSahayIPS
@GujaratPolice
@CMOGuj
@sanghaviharsh
@Bhupendrapbjp
આપ એક અધિકારી તરીકે સમજી શકો છો સ્પર્ધાત્મક પરીક્ષામાં એક માર્કસ ની વેલ્યુ(કિંમત) શું હોઈ છે.
આપ ઉપર શ્રદ્ધા છે કે આ ભૂલભર્યા પ્રશ્નોમાં સંવેદનશીલતા દાખવી ઉમેદવારોને યોગ્ય ન્યાય આપશો. @Hasmukhpatelips @VikasSahayIPS @GujaratPolice @CMOGuj @sanghaviharsh @Bhupendrapbjp pic.twitter.com/cT2oWN9fqV
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022
જ્યારે બીજા ટ્ટીટમાં યુવરાજે આ પુરાવાઓ આપ્યા અને લખ્યુ કે
વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.
@Hasmukhpatelips
વિસંગતાઓ ભરેલ પ્રશ્નોમાં પાઠ્યપુસ્તકો(GCERT + NCERT) તથા અન્ય ઓથેંટીકેટ(આધરુભૂત) પુરાવા પણ આપ્યા છે. અને 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ છે,
ઉમેદવાર દ્વારા એક એક પ્રશ્નના આપને ત્રણ થી ચાર અલગ અલગ આધારભૂત સાહિત્યના રેફ્રન્સ આપવામાં આવ્યા છે.@Hasmukhpatelips pic.twitter.com/dJ6zOeEWyS
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022
જ્યારે ત્રિજા ટ્ટીટમાં યુવરાજે તંત્રના સલાહ સામે સવાલ ઉભા કર્યા છે અને લખ્યુ છે કે
🙏માનનીય શ્રી
@Hasmukhpatelips
સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા
🙏માનનીય શ્રી @Hasmukhpatelips સાહેબ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા પોલીસ કોન્સ્ટેબલની જાહેર કરવામાં આવેલ આન્સર-કી માં 6 થી 7 પ્રશ્નોમાં વિસંગતતાઓ રહેલ છે.
આપના જ માર્ગદર્શન વીડિયો માં કહેવામાં આવેલ પાઠ્યપુસ્તક માંથી તૈયારી કરવી જોઈએ અને ઉમેદવારો એ કરી પણ છે. ઉમેદવારો દ્વારા pic.twitter.com/ojtIXrEaxJ
— Yuvrajsinh Jadeja (@YAJadeja) April 30, 2022
યુવાનો સાથે પરિક્ષા પેપર થકી થયો અન્યાય
આમ યુવરાજ સિહ જાડેજાએ ફરી એક વાર ગુજરાત પોલીસની ભરતી પ્રક્રીયા ઉપર સવાલ તો ઉઠાવ્યા છે સાથે પેપર બનાવવાથી લઇને છાપવામાં જે રીતે
લાલિયાવાડી થઇ રહી છે,,તેને પણ ઉજાગર કર્યા છે,,અથવા સીધી રીતે કહીએ તો યુવરાજ સિહ હવે તંત્રનુ કાન આમળી રહ્યા છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે
આટલા બધા સવાલોને છાપવામાં લોચા માર્યા પછી અનેક એવા ઉમેદવારો જેઓ એક કે બે માર્ક્સ માટે રહી ગયા હોય તેમાં તંત્રના ગરબડ પ્રશ્ન પત્રોના કારણે
થયુ છે,,એટલે લાગે છેકે હવે તંત્રના પાપે પણ અનેક ઉમેદવારો સાથે અન્યાય થયો છે,, જેથી આ મામલાને યુવાઓ કોર્ટમાં ઢસડવા માટે કાયદાકીય
સલાહ લઇ રહ્યા છે, તેમ જાણવા મળી રહ્યુ છે,