અમદાવાદ
ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ

ગુજરાતમાં પ્રોફેસર મહિલા નથી સુરક્ષિત ! વડા પ્રધાનને કરાઇ લેખિત ફરિયાદ
ગુજરાતમાં સરકારી નોકરિયાત મહિલાઓનું કેવી રીતે દમન કરાઇ રહ્યુ છે,,તેનુ તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે,જેમાં ગુજરાત યુનિ.ની એક
મહિલા પ્રોફેસર યુનિવર્સિટીમાં ચાલતા રાજકીય કાવાદાવનો ભોગ બની છે,,ગુજરાત યુનિ,કુલપતિ હિમાશું પડ્યા અને મહિલા સેલે પણ
ન્યાય ન આપતા આખરે તેણે વડા પ્રધાન નરેન્દ્રમોદી પાસે ન્યાય માટે આજીજી કરતો પત્ર લખ્યો છે,તો પોલીસની નિયત સામે પણ
સવાલો ઉભા કર્યા છે,
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કોને કહ્યુ પાટીદાર યુવાનો મુર્દાબાદ કરે છે તેમને સમજાવો
ગુજરાત યુનિવર્સિટીના મહિલા પ્રોફેસર રંજન ગોહિલે જે રીતે પોતાની આપવીતી લખી છે,,તે વાચીને કોઇ પણ સમાન્ય વ્યક્તિ પણ ચોકી જાય કે
જે યુનિ.માં લાખો વિદ્યાર્થિ અને વિદ્યાર્થીનીઓ ભણે છે ત્યારે એક મહિલા પ્રોફેસર સુરક્ષિત ન હોય તો વિદ્યાર્થિનીઓ કઇ રીતે સુરક્ષિત રહેશે
રંજન બહેને વડા પ્રધાન નરેન્દ્રમોદીને જે પત્ર લખ્યો છે તે આ પ્રમાણે છે
આદરણીય સાહેબશ્રી,
જયહિન્દ સાથે જણાવવાનું કે તા. ૨૦.૧૧.૨૦૧૮થી અમો ગુજરાત યુનીવર્સીટીના સેલ્ફ ફાઈનાન્સ સમાજકાર્ય વિભાગના એક માત્ર
મહિલા અધ્યાપિકા છીએ, અમોની લાયકાતને ધ્યાનમાં રાખી અમોની નિમણુંક પણ જે તે સમયના વિભાગના વડાશ્રીએ માન. કુલપતિશ્રીની મંજુરી
સાથે કરેલી સાહેબશ્રી, અમો જ્યારથી આ વિભાગમાં જોડાયા ત્યારથી સમાજકાર્ય વિભાગના કેટલાક પૂર્વ વિદ્યાર્થીઓ નામે ચિરાગ ખટીક, ભાગ્ય
જાની, ડેવિડ જોશી વગેરેનાઓ, કે જેઓ અગાઉ નાપાસ થયેલા છે, તેમનું ટ્રાન્સફર સર્ટીફીકેટ લઇ અન્યત્ર જોડાયેલા છે, તેથી તેઓ હાલ
આ વિભાગના વિદ્યાર્થી પણ નથી, તેવા આ વિદ્યાર્થીઓ કોઈક રાજકીય વ્યક્તિઓના હાથા બની અમારા વિભાગના વડાને બ્લેકમેલ કરી
બારોબાર પાસ થવા અમોના નામને આગળ ધરી અમોના નામ જોગ અમો સામે ખોટી અને બદનક્ષીભરી ફરિયાદો કરતા આવ્યા છે.
જેમાં શરૂઆતમાં તેઓએ મારી પીએચડીની પદવીને લઈને મારી બદનામી કરવાના હેતુ માત્રથી દૈનિકપત્રોમાં સમાચાર પ્રસિદ્ધ કરેલા, ગુજરાત
તકેદારી આયોગ વગેરેમાં પણ ફરિયાદ કરેલ, તકેદારી આયોગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તપાસ પણ કરાવેલ, જેનો તપાસ અહેવાલ હાલ તકેદારી
આયોગની કચેરીમાં ઉપલબ્ધ છે. તકેદારી આયોગ શિવાય બીજો પણ એક તપાસ અહેવાલ ગુજરાત યુનીવર્સીટીમાં ઉપલબ્ધ છે,
જે પણ આ વિદ્યાર્થીઓની વિરુદ્ધમાં હોવાનું તેમને જાણ થઇ હશે એટલે તેઓ વધારે ને વધારે ઉગ્ર બની, છટકા બની ખુલ્લે આમ
વર્તતા થઇ ગયેલ છે. એવામાં જેમણે અગાઉના કુલપતિશ્રી પરિમલ ત્રિવેદી સામે એટ્રોસિટીનો કેસ કરેલ એવા કોંગ્રેસ સમર્થક
પ્રો. પંકજ શ્રીમાળીએ તા. ૨૮ .૧૦.૨૦૨૧ના રોજ અમારા વિભાગમાં આવી જાહેરમાં અમોના ચારિત્ર્ય ઉપર કાદવ ઉછાળી, બીભત્સ વર્તન કરી
અમોનું સ્ત્રી માનભંગ કરી મહિલા સતામણી કરેલ, જેની જાણ તુરત જ અમોએ માં. કુલપતિશ્રીને વોટસએપ દ્વારા જાણ કરેલ, તેમાં
માન. કુલપતિશ્રીએ કોઈ પગલા ભરેલ નહિ તેથી અમોએ તા. ૨૨.૧૧.૨૦૨૨ના રોજ યુનીવર્સીટીના વુમન ડેવલપમેટ સેલ (WDC) માં
ફરિયાદ કરેલ, WDCએ અમોના કેટલાક સાક્ષીઓના મૌખિક નિવેદનો લીધેલા, જે અમો તરફી હોવાથી તેમાંના કેટલાક પાસેથી
આ પંકજ શ્રીમાળી, વિઝન કોલેજના ટ્રસ્ટીઓ તથા કેટલાક સીન્ડીકેટ સભ્યશ્રીઓએ ખોટી એફિડેવિટ લખાવી WDCને આવી માંગણી ન હોવા
છતાં રજુ કરેલ, તેથી અમોએ સાદાબ કાઝી, વિપુલ પટેલ વગેરેનાને પણ અમોના આ WDC સમક્ષની ફરિયાદમાં આરોપીને મદદ કરવાના ગુના
સબબ સલગ્ન કરી તેમને પણ યોગ્ય સજા થાય તેવી રજુઆતો કરેલ.
એક બાજુ આ લોકો સામેનો WDC સમક્ષની અમારી ફરિયાદ, બીજી બાજુ આ વિપુલ પટેલ અને સાદાબ કાઝીને ખોટી ગેરકાયદેસર આપેલ
નોકરી અને આ ચિરાગ ખટીક જે વિભાગનો વિદ્યાર્થી પણ નથી તેને બારોબાર પાસ કરી આપવાની આપેલ ખાત્રી વગેરેને કારણે આ બધા
WDCમાંથી બચવા કુલપતિ ઉપર દબાણ લાવી અમોની ફરિયાદમાં કોઈ પગલા ભરવામાં આવેલ નહિ, અમોને કોઈ ન્યાય મળેલ નહિ, એક
મહિલાને કોઈ રક્ષણ આપાવામાં આવેલ નહિ. તેથી અમોએ તા. ૨૬.૪.૨૦૨૨ના રોજ અમોએ ગુજરાત મહિલા આયોગ, અમદાવાદ શહેરના
પોલીસ કમિશ્નરશ્રી તથા મહિલા પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુરને આ બધાજ આરોપીઓ તથા તેમને છાવરનાર વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલ.
અમોની મહિલા આયોગ વગેરેનાઓ સમક્ષની ફરિયાદમાંથી બચવા-બચાવવા આ આરોપીઓએ ભેગા મળીને એક ષડયંત્ર રચીને
તા. ૨૭.૪.૨૦૨૨ ના રોજ સવારે આશરે ૮.૩૦ કલાકે જેવા અમો અમારા વિભાગમાં પ્રવેશ્યા, હજુ સહી કરવાની, બાયોમેટ્રિકમાં ચહેરો દેખાડું એ પહેલા વિપુલ પટેલ કે જેમની ખોટી અને સરકાર સાથે છેતરપીંડી
કરીને સેલ્ફ ફાઈનાન્સ વિભાગમાં સરકારી ગ્રાન્ટેબલ ધોરણે કરેલ છે તેઓએ આ વિભાગના કોઓર્ડીનેટર તરીકેનો હજુ ચાર્જ પણ સંભાળ્યો
તેથી તેઓએ આ વિદ્યાર્થી ચિરાગ ખટીકને ફોન કરીને બોલાવી લીધો અને એ ચિરાગ ખટીક, વિપુલ પટેલ અને સાદાબ કાઝીએ અમો સાથે
ઝપાઝપી કરી, ચિરાગ ખટીકે અમોની ઈજ્જત પર હાથ નાખી અમોની છાતી ઉપર ઉઝરડા પાડી અમોને જમીન પર પાડી દીધેલ, અમો
અર્ધ મૂર્છિત હાલાતમાં હતા.
આ બધું જોતાની સાથે જ અમોના કો-ઓર્ડીનેટર શ્રી પ્રદીપ પ્રજાપતિ આવીને અમોને છોડાવી દવાખાને લઇ
જતા હતા પરંતુ અમોએ ૧૦૦ નંબર ડાયલ કરેલ અને અમોએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની હોવાથી તેઓ અમોને યુનીવર્સીટી
બહાર છોડી પાછા ગયેલા અને અમો મહિલા પોલીસ સ્ટેશન ઓટો લઈને ગયેલા, ત્યાંથી તેઓએ અમોને યુનીવર્સીટી પોલિસ સ્ટેશને જવાનું
કહેતા અમો ત્યાં પહોચેલા. એક બાજુ અમોને ખુબ માર વાગેલાનો દુખાવો થતો હતો, બીજી બાજુ અમો અર્ધ મૂર્છિત હાલતમાં અને ત્રીજી
બાજુ અસહ્ય તડકો એમ ત્રણે મુશ્કેલીઓને કારણે અમો પોલીસ સ્ટેશને બેભાન થઇ પડી ગયેલા પણ પોલીસે ૧૦૮ બોલાવી નહોતી કે અમોને
કોઈ સારવાર હેતુ વ્યવસ્થા પણ કરેલ નથી. થોડીવાર પછી અમો થોડા ભાનમાં આવતા અમોએ એફઆઈઆર નોધાવા અને ૧૦૮ બોલાવવા
જણાવેલ પરંતુ પોલીસે અમોની એફઆઈઆર નોધેલ નથી અને અમોને ૧૦૮મા એકલા રવાના કરી દેધેલ.
અમો જ્યારે સોલા હોસ્પિટલ પહોચ્યા ત્યારે આ ચિરાગ ખટીક પહેલેથી ત્યાં ખોટા નાટકો કરી દાખલ થયેલ હતો, ત્યાં વિપુલ પટેલ,
સાદાબ કાઝી, યુનીવર્સીટીના કેટલાક સીન્ડીકેટ સભ્યો કે જેમની સામે મહિલા આયોગ વગેરેમાં અમોએ ફરિયાદ આપેલી છે તે સર્વે ચિરાગ ખટીક
પાસે જ આવીને ઉભા હતા. ત્યાં યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવીને ચિરાગ કલાલની એફઆઈઆર નોધેલ અમોને બે-ત્રણ દિવસ
સુધી જેલમાં રાખવા અને નોકરીમાંથી સસ્પેન્ડ કરવા અંગેની ધમકીઓ આપતા હતા. આ પોલીસ અમોને કઈજ પુછવા પણ આવેલ નહિ કે અમોનું
નિવેદન કે ફરિયાદ દવાખાનામાં પણ લીધેલ નહિ. આ સમગ્ર ખેલ અમો વિરુદ્ધ એક રાજકીય રીતે રમાઈ રહયો હતો તે અમો સ્પષ્ટ જોઈ શકતા હતા.
મારી સામે રચેલા ષડ્યંત્ર મુજબ ચિરાગ ખટીક નાટક કરી દવાખાને દાખલ થઇ એક દેખાવ કરવા પુરતા એના એક મિત્ર તથા ત્યાં આવેલ રાજકીય
વ્યક્તિઓ દ્વારા જુદા જુદા રીપોર્ટ કરાવી દવાખાનેથી રવાના થઈ ગયેલ. ત્યારબાદ અમોને દવાખાનેથી રજા આપતાં અમો પણ અમોના ઘરે જવા
રવાના થયેલ.
૧. અમોનો પહેલો પ્રશ્ન એ છે કે; કેમ ચિરાગ ખટીક વિરુદ્ધ અમોની એફઆઈઆર નોધવામાં આવી નથી?
૨. કેમ યુનીવર્સીટી પોલીસે ૧૦૮ ન બોલાવી કે અમોની સારવાર હેતુ કોઈ મદદ ન કરી?
૩. યુનીવર્સીટી પોલીસ કેમ અમો સાથે દવાખાને ન આવી? અને આવી તો શા માટે માત્ર આ ખટીકના અને એના જ મળતીયાઓના જ નિવેદનો
લઇ અમો વિરુદ્ધ એફ આઈ આર નોધી?
૪. કુલપતિશ્રી ની કે ખટીકને મળવા આવેલા સીન્ડીકેટ સભ્યોમાંથી કેમ કોઈ અમારી પાસે ન આવ્યા? કેમ અમોની કોઈ ખબર અંતર ન પૂછી?
૫. કેમ WDC એ અમોને ન્યાય ન અપાવ્યો? કેમ કુલપતિશ્રી અમોની WDC સમક્ષની ફરિયાદમાં કોઈ પગલા નથી લીધાં?
આવા તો ઘણા પ્રશ્નો મારા દિલોદિમાગમાંથી હટતા નથી. એટલે દવાખાનેથી ઘેર આવીને ઉપરોક્ત હકીકતો સાથે સૌ પ્રથમ મેં
નવરંગપુરા અમદાવાદ ઝોન – ૧, પ્લોઈસ કમિશ્નર તથા યુનીવર્સીટી પોલીસ સ્ટેશનને એક ફરિયાદ આપી કે યુનીવર્સીટી પોલીસ સ્ટેશને કેમ
મારી એફઆઈઆર નોધી નથી, અને તે બદલ પગલા લેવા. પગલાં તો દુર આજદિન સુધી મારી એફઆઈઆર પણ નોધી નથી, ઉપર જતા
યુનીવર્સીટી પોલીસ રોજ સાંજના ૬ -૭ વાગ્યા પછી મારા ઘેર મારી તપાસ કરવા અને ધરપકડ કરવા આવવા લાગી. એટલે અમોએ સેશન્સ કોર્ટમાં
આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી છે, તેની જાણ આ પોલીસને પણ કરેલ છે એટલે તેઓ વધુ અહમ રાખી મારી સાથે ક્રુરતા અને
અમાનવીય વ્યવહાર કરવા લાગ્યા છે. નામ. કોર્ટમાં જ્યારે મેટર સબજ્યુડીસ્ડ છે ત્યારે પણ નામ. કોર્ટનું માન આ પોલીસ જાળવતી નથી.
આ અંગે અત્યંત વેદના સાથે થોડી વિગતો જણાવું છું કે પોલીસ કોઈ મોટા રાજકીય દબાણ હેઠળ અમો વિરુદ્ધ જાણે અમો કોઈ મોટા
આતંકી હોઈએ એમ વ્યવહાર કરતી અમોએ જોઈ તેમાંથી અમોને સમજાઈ ગયું હતું કે પોલીસ અમોની ધરપકડ રાત્રે અને રાજાના દિવસોમાં જ
કરવા માંગે છે, અમોને બે-ચાર દિવસ જેલમાં રાખવા માંગે છે અને અમોની બદનામી કરી અમોની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક કારકિર્દી
ખતમ કરવા માંગે છે, તેથી તા. ૨૯.૪.૨૦૨૨ના રોજ અમોએ આગોતરા જામીન માટે અરજી કરેલ, અને ત્યારબાદ તા. ૩૦.૪.૨૦૨૨ ના રોજ અમોએ
એક સામાજિક પ્રસંગે જવાનું અગાઉથી નિશ્ચિત હતું તે મુજબ અમો અમારી પોતાની કાર GJ 13 AM 2540 લઈને અમો પાટણ જીલ્લાના
સમી તાલુકાના સોનાર ગામે અમોને એક બહેનના ઘરે રાત્રી રોકાણ માટે ગયા હતા, પરંતુ અમો એ કાર અમો ત્યાં મુકીને રાત્રે જ અમારા સામાજિક
કામે બહાર ગયેલા, તેવામાં યુનીવર્સીટી પોલીસને ક્યાંકથી આ ખબર મળ્યા હશે એટલે તેમણે ખુબ મોટા રાજકીય દબાણ હેઠળ GJ 5 નંબર ની
સાત-આઠ ગાડીઓ લઈને પાટણથી કે રાધનપુરથી ૧૫-૨૦ પોલીસને એ ગામમાં અમોની ધરપકડ સારું મોકલેલ, જેમાં એક પણ મહિલા પોલીસ
નહોતી, તેવા કાફાલા સાથે એક ખૂંખાર આતંકવાદીને પકડવાનો હોય તેમ આવી ચઢેલા અને અમો કોઈકને લઈને ભાગીને આ ગામમાં આવ્યા
છીએ તેમ કહીને, અમોની બદનામી કરીને આ ગામના દરેકે દરેક ઘરોમાં જઈને તપાસ કરવા લાગેલા અને ગામના લોકોમાં દહેશત ઉભી કરેલ.
અમોની હાજરી ત્યાં ન હોવાથી આ પોલીસે અમોની કારનો કબજો જાતે લઇ ટોઈંગ કરી પોલીસ લઇ ગઈ છે. આ અમાનુશી વર્તનમાં હું એટલું
તો સમજી શકું શું કે અમોને આગોતરા જામીન ન મળે તેવા આ રાજકીય વ્યક્તિઓ અવશ્ય પ્રયત્નો કરશે જ. પરંતુ અમોને આપણા દેશની ન્યાય
પાલિકાઓ અને ન્યાય પ્રણાલિકાઓ ઉપર ભરોષો છે.
મહિલાએ પોલીસની કામગીરી સામે પણ ઉઠાવ્યા સવાલ
અમારી સાથેના આવા અમાનુષી અને ક્રુરતા ભર્યા પોલીસના વર્તનને કારણે અમોને બીજા ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, જેના માટે જવાબદાર કોણ?
અમોની બદનક્ષીનું શું? આપશ્રીને મારા કેટલાક વધારાના પરશો છે કે;
૧. એક બાજુ પહેલી મે, એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ, જે પાટણ ખાતે ઉજવવામાં આવનાર હતો જેમાં મુખ્યમંત્રીશ્રી પધારવાના હતા તેથી
લગભગ આખા રાજ્યની પોલીસ સલામતી માટે તહેનાત કરવામાં આવેલ તો આ પોલીસ માટે માન. મુખ્યમંત્રીશ્રીની સલામતી અગત્યની હતી કે
અમોની ધરપકડ?
૨. અમો એક સામાન્ય અધ્યાપિકા છીએ, અમો સામે ક્યારેય કોઈ પોલીસ ફરિયાદ કે બીજા કોઈ ગુના પણ નોધાયા નથી, તેવામાં અમો સામે આવું
આતંકી, ક્રુરતા ભર્યું અને અમાનુષી – અમાનવીય વ્યવહાર કેમ?
૩. શું અમો એક આતંકવાદી છીએ? અમો એક સામાન્ય મહિલાથી આ રાજકીય માણસોને કયો ડર લાગવા માંડ્યો?
૪. અમો પહેલીથી જ ભાજપ સમર્થક રહ્યા છીએ, જેની જાણ અમારા સમાજમાં દરેકને છે, અમો પહેલેથી જ ભાજપને મત આપતાં આવ્યા છીએ
કારણકે અમો સમજતા હતા કે આ પક્ષ એ મહિલાઓના અધિકારો, સલામતી અને ન્યાય માટે કામ કરે છે, તો હવે મારે આ સરકાર માટે શું સમજવું?
એક ભણેલી ગણેલી મહિલા જો સુરક્ષિત નથી, પોતાના ન્યાય માટે લડી શકાતી નથી, તો એક સામાન્ય મહિલાનું શું?
૫. મારે મારા ન્યાય માટે લડવું એ આ સરકારમાં શું કઈ ગુનો છે? મારા ન્યાય અને અધિકાર માટે હું કોઈ
૭. મહિલાઓ પરના અત્યાચાર અને બળાત્કારની ઘટનાઓ, સુરત – વડોદરા-ભાવનગર જેવી ઘટનાઓ શા માટે સ્ત્રીઓ સાથે બનતી રહે છે?
કારણ કે તેઓ પુરુષપ્રધાન સમાજ સામે અવાજ ઉઠાવે છે ને સરકાર તમાશા જુએ છે.
મારી ઉપરોક્ત દર્દભરી કહાની મેં ટુંકમાં વર્ણવી છે, એમાં કદાચ આવેશમાં થોડું વધારે કડવું સત્ય પણ લખાઈ ગયું હશે તો પણ
આ બધાને ધ્યાનમાં રાખી અમોને યોગ્ય ન્યાય, રક્ષણ વગેરે મળી રહે અને અમો વિરુદ્ધ ષડ્યંત્રો રચનારાઓ વિરુદ્ધ યોગ્ય કાનૂની કાર્યવાહી
કરશો એવી નમ્ર પ્રાથના છે.
ન્યાય અને રક્ષા પ્રાર્થી;
(રંજન ગોહિલ)
આમ હાલ એક મહિલા પ્રોફસરે જે રીતે વડા પ્રધાનને પત્ર લખીને મદદ માંગી છે,,તેનાથી ઉચ્ચ શિક્ષણ અને યુનિવર્સિટી સ્તરે જે રીતે મહિલા પ્રોફસર સાથે
કઇ રીતે કાવાદાવા થાય છે,, તેનો ચિતાર રંજન ગોહિલના પત્રમાં મળે છે, ત્યારે જોવાનુ એ છે કે હવે વડા પ્રધાન આ મહિલાને ન્યાય અપવવામાં મદદ કરે છે
અમદાવાદ
ધર્મયુદ્ધ: ચીકી અને મોહનથાળ વચ્ચે હેમંતકુમાર શાહ,

જબરું ચાલે છે આ તો. મોહનથાળ અને ચીકી વચ્ચે ધર્મયુદ્ધ!! પ્રસાદ એ ધરમ છે કે ધંધો? આ પ્રસાદનું યુદ્ધ નથી, ધંધાનું યુદ્ધ છે. આવું યુદ્ધ ભારતમાં જ શક્ય છે, ના હોં, મહાત્મા ગાંધીના અને સરદાર પટેલના ગુજરાતમાં જ શક્ય છે.
મને લાગે છે કે આ ધર્મયુદ્ધ ના નિવારણ માટે ગુજરાતમાં ચોરે અને ચૌટે મોહનથાળ અને ચીકીની મસમોટી પ્રતિમાઓ બનાવવી જોઈએ કે જેથી સૌને બંને પ્રકારના પ્રસાદના દર્શનનો લહાવો ઘરની બહાર નીકળે તો તરત જ મળે, અંબાજી કે બીજા કોઈ પણ મંદિરની મુલાકાત વિના.
આ ધર્મયુદ્ધમાં મહાભારતના યુદ્ધની જેમ અક્ષૌહિણી સેનાઓ કામે લાગી ગઈ છે, પોતપોતાનાં શસ્ત્રો લઈને, એમાં શાસ્ત્રો જાય તેલ લેવા! કોઈનું લોહી આ યુદ્ધમાં રેડાશે નહિ પણ ધન તો રેડાશે જ.
તાકાત હોય તેટલી
જોર સે બોલો,
વિશ્વગુરુ ભારત માતા કી જય!
આ ભારત માતામાં અંબાજી માતાનો સમાવેશ થઈ જાય કે નહિ? જેને કરવો હોય તેઓ કરે અને ના કરવો હોય એ ના કરે.
પણ જો તેઓ હવે ચીકી ખાઈને પાણી પીને મોહનથાળ નહિ બનાવે તો તેઓને ચોક્કસપણે દેશદ્રોહી, અર્બન નક્સલ અને પાકિસ્તાની ઘોષિત કરવામાં આવશે જ.
આ ધર્મયુદ્ધમાં કોણ જીતશે એ કહેવું મુશ્કેલ છે? ચીકી જીતશે કે મોહનથાળ? પણ જો જીતા વો સિકંદર, ઓહ, સોરી, સિકંદર તો વિદેશી કહેવાય, જો જીતા વો ચાણકય કહો!
અમદાવાદ
પેરા મિલિટરી ફોર્સના નિવૃત જવનનો સંગઠિત થઈને આગામી સમયમાં શક્તિ પ્રદર્શન કરશે દીપેશ પટેલ

રાજ્ય સરકાર ને ભીંસમાં લેવા માટે હવે પેરા મિલિટરી ફોર્સ પોતાના સંગઠનને વધુ મજબૂત કરશે એમ નિવૃત પેરા મિલિટરી ફોર્સના પ્રમુખ દીપેશ પટેલે કહ્યું હતું ..અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પટેલ દિપેશ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ અધ્યક્ષતા મા અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સમિતિ ની મિટિંગ યોજાઈ હતી જેમાં અનિલભાઈ અને તુલસીભાઈ જોઇન્ટ સેક્રેટરી ગુજરાત પ્રદેશ, કૈલાશબેન પટેલ મહિલા ઉપ પ્રમુખ ગુજરાત પ્રદેશ , બળવંત ભાઈ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પ્રભારી ગુજરાત પ્રદેશ , વસંતભાઈ અમદાવાદ જિલ્લા પ્રમુખ અને મિડીયા પ્રભારી ગુજરાત પ્રદેશ , દિશાંત્ત ભાઈ અમદાવાદ શહેર પ્રમુખ , જાની મહેશભાઈ ESTT ગુજરાત પ્રદેશ પ્રમુખ અને અનિલભાઈ ગાંધીનગર જિલ્લા પ્રમુખ અને આશરે ૧૦૦ થી પણ વધુ અમદાવાદ જિલ્લા ના તાલુકા પ્રમુખ અને અમદાવાદ જિલ્લા અર્ધ લશ્કર સંગઠન ના નિવૃત જવાન અને શહીદ પરિવાર ના સદસ્યો હાજર રહ્યા અને કાર્યક્રમ મા મુખ્ય મહેમાન તરીકે સંદીપભાઈ પટેલ હાજર રહ્યા હતા .
આ બેઠકમાં સંગઠન ને વધુ મજબૂત શું કરવું કેવી રીતે કાર્યક્રમ કરવા અને સરકાર સુધી જે અર્ધ લશ્કર પરિવાર ને માન સન્માન સુવિધા અને હક ના જે પડતર પ્રશ્નો છે તેનું નિવારણ લાવવા શું કરવું તેના વિશે હાજર તમામ સદસ્યો ના મંતવ્ય લેવામાં આવ્યા અને સર્વે નો એક આવાજ હતો કે અર્ધ લશ્કર ના મુખ્ય જે અન્યાય થઇ રહ્યો છે તેના નિવારણ માટે એક જ વિકલ્પ છે સંગઠન ત્યારે આગામી સમયમાં પેરા મિલિટરી ફોર્સ ના નિવૃત જવાનોએન પોતાની સાથે જોડવા માટે રાજકીય પક્ષોની જેમ જ સદસ્યતા અભિયાન ચલાવવામાં આવે છે અત્યારના તમામ સભ્યો નવા સભ્યોને જોડવા માટે કામ કરશે એ માટે દરેક સભ્યોએ સંકલ્પ કર્યો હતો
અમદાવાદ
આદર્શ ગામ કેવું બનાવી શકાય તે નરહરિ અમીન પાસે થી શીખો?

રાજ્યમાં નાનામાં નાના માનવીને શ્રેષ્ઠ સારવાર સુવિધા મળે તે માટે સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી
નિરોગી-નિરામય ગુજરાતથી આત્મનિર્ભર વિકસિત ગુજરાત અને વિકસિત ભારત માટે રાસાયણિક ખાતરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે , રાજ્યમાં નાનામાં નાના, ગામડાના માનવીને પણ શ્રેષ્ઠ આરોગ્ય સારવાર સુવિધા આપવા સરકાર હંમેશાં પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ અમદાવાદના અસલાલીમાં નવનિર્મિત આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ કર્યું હતું.
રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સાંસદ આદર્શ ગ્રામ અસલાલીમાં શરૂ થઈ રહેલું આરોગ્યધામ આસપાસની ગ્રામીણ પ્રજા માટે આરોગ્યલક્ષી સુવિધાનું મહત્ત્વનું ધામ બનશે, એવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌના આરોગ્ય, શિક્ષણ અને સલામતીની ચિંતા કરી છે અને પ્રાધાન્ય આપ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર આ દિશામાં કાર્ય કરે છે, પરંતુ જ્યારે તેમાં સેવાભાવી સંગઠનો, દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મળે ત્યારે ઉત્કૃષ્ટ પરિણામો મળે છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
અસલાલીમાં આશાભાઈ પુરુષોત્તમદાસ અમીન આરોગ્યધામનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રીએ કિડનીના રોગના દર્દીઓને જરૂરિયાતના સમયે નજીકના સ્થળે ડાયાલિસિસ સુવિધા મળી રહે તે માટે દરેક તાલુકામાં ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અન્વયે ડાયાલિસિસ સેન્ટર્સ કાર્યરત હોવાની પણ ભૂમિકા આપી હતી. એટલું જ નહીં કેન્સરના રોગીઓ માટે જિલ્લાઓમાં કિમો થેરાપી કેન્દ્રો પણ શરૂ કરાયાં છે, એમ તેમણે કહ્યું હતું.
રાજ્યના દરેક તાલુકામાં કિડની ડાયાલિસિસ સેન્ટર ‘વન નેશન – એવન ડાયાલિસિસ’ અંતર્ગત શરૂ થયા છે મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલે સમાજમાં નાની વયના લોકોમાં પણ કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ જેવી બીમારીઓના વધતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે, ખેતીમાં રાસાયણિક ખાતરો – દવાઓના ઉપયોગને અટકાવી પ્રાકૃતિક ખેતીને વધુ વ્યાપક બનાવવી પડશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશની આત્મનિર્ભરતા સાથે ભાવિ પેઢી તંદુરસ્ત, રોગ મુક્ત રાખવા પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહનનું આહવાન કર્યું છે તેનો વિશેષ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
ગુજરાતમાં ત્રણ લાખ જેટલા ખેડૂતોએ રાજ્યપાલશ્રીની પ્રેરણા – માર્ગદર્શનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે એમ તેમણે ઉમેર્યું હતું.મુખ્યમંત્રીએ દેશના અમૃતકાળમાં નિરોગી નિરામય ગુજરાતથી આત્મનિર્ભર – વિકસિત ભારત માટે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરક આહવાન પણ કર્યું હતું.
જિલ્લાઓમાં કિમોથેરાપી સારવાર પણ ઉપલબ્ધ છે
આ આરોગ્યધામના લોકાર્પણ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં રાજ્યસભાના સાંસદ અને મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરહરિ અમીને જણાવ્યું હતું કે, આજે લોકાર્પણ થયેલ આ આરોગ્યધામમાં અસલાલી અને આજુબાજુના ગામોના ગ્રામજનો માટે ફિઝિયોથેરાપી સેન્ટર, પેથોલોજી લેબોરેટરી, કન્સલ્ટિંગ ડોક્ટરની સેવાઓ અને જુદા જુદા રોગોના ડોક્ટરો દ્વારા દર્દીઓનું નિદાન, કાઉન્સેલિંગ સેન્ટર, જેનેરીક દવાની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હશે એમ તેમણે ઉમેર્યું હતું.
અસલાલી ગામના વિકાસકાર્યો વિશે વાત કરતાં નરહરિ અમીને જણાવ્યું હતું કે, સંસદસભ્ય તરીકે સાંસદ આદર્શગ્રામ યોજના હેઠળ મારા દ્વારા અસલાલી ગામને દત્તક લેવામાં આવેલ છે. ગામમાં વિવિધ વિકાસકાર્યો માટે ₹26 લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે કુલ 18 દિવ્યાંગ બાળકોને હીઅરીંગ-એઈડ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2 બાળકોને પ્રતીકાત્મક સ્વરૂપે મંચ પરથી મુખ્યમંત્રી અને આમંત્રિત મહાનુભાવોના હસ્તે કીટ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ પ્રસંગે નવનિર્મિત આરોગ્યધામના સૌ દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ આરોગ્યધામ લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણ, દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ સહિત મણીબેન હીરાલાલ અમીન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણ, સેક્રેટરી અને અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ