વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાની તબિયત સ્થિર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની અચાનક તબિયત લથડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે બુધવારે સવારે યુ.એન. મહેતા હોસ્પિટલ દાખલ કરાયાં હતાં.એ દરમ્યાન તેઓને તાત્કાલિક તબીબો દ્વારા સારવાર કરવામાં આવી હતી જેમાં તેમાં તમામ રિપોર્ટ કર્યા બાદ તેમની ચોથા માળ પર સારવાર ચાલી રહી છે.યુ.એન. મહેતા હોસ્પિટલના છ એક્સપર્ટ ડોક્ટર તેમજ અન્ય એક્સપર્ટ સ્ટાફને સાથે રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે.અત્યારે હીરાબાની તબિયત સ્થિર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બીજા દિવસે ફરી હોસ્પિટલ પહોંચ્યા હતા અને હીરાબાના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું હતું કે બાની તબિયત ખૂબ જ સરસ છે. ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એકાદ દિવસમાં રજા અપાશે.