વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા ત્રણ દિવસ રોકાશે ગુજરાતમાં
વડાપ્રધાન કાર્યાલયના સત્તાવાર કાર્યક્રમ અનુસાર નરેન્દ્ર મોદી 30મી ઓક્ટોબરે
વડોદરા એરપોર્ટ પર આવશે ત્યાંથી લેપ્રસી ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે. આ દરમિયાન તેઓ આઈ.એ.એફ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાનનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ કેવડિયા જવા રવાના થશે. પ્રધાનમંત્રી રાત્રી રોકાણ કેવડિયા સર્કિટ હાઉસ ખાતે કરવાના છે.
તારીખ 31મી ઓક્ટોબરે.
કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરશે. જેમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રાષ્ટ્રીય એકતા દિવસની પરેડનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત તેઓ પ્રોબેશનરી આઈએએસ ઓફિસરો સાથે સંવાદ પણ કરવાના છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી અમદાવાદ એરપોર્ટ પર જશે અને અમદાવાદ એરપોર્ટથી થરાદ જવા માટે રવાના થશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી થરાદમાં વિકાસના કામોનું વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ત્યારબાદમાં
રાત્રી રોકાણ રાજભવન ખાતે અને
તારીખ 1 નવેમ્બરે
નરેન્દ્ર મોદી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આવેલા માનગઢ હિલની મુલાકાત લેશે. અને ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ તેઓ પ્રત્યક્ષ હાજરી આપવાના છે .