ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 30મી સપ્ટેમ્બરે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 30મી સપ્ટેમ્બરે નવી તારંગા હિલ-અંબાજી-આબુરોડ બ્રોડગેજ રેલવે લાઇનનું ભૂમિપૂજન કરવામાં આવશે.
રૂપિયા 2700 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ પામનારી આ રેલવે લાઇનનું કામ આગામી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. આ રેલવે લાઈનની લંબાઈ 116 કિલોમીટરની હશે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુરોડ સુધીની આ રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે, જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના 104 ગામડાઓને લાભ થશે.
આ લાઈન પર અંબાજીમાં તેની ભવ્યતા અનુસાર શક્તિપીઠની થીમ આધારિત ડિઝાઇન અને અદ્યતન સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જ્યારે તારંગા હિલ્સ રેલવે સ્ટેશનની પણ જૈન સ્થાપત્યકલાના આધારે ડીઝાઈન કરવામાં આવશે.