Connect with us

government

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડને દસ મીટર પહોળો કરવાની કામગીરી શરૂ થશે
*
તાપી તથા નર્મદા જિલ્લામાં પાણી પુરવઠાને લગતા 4 કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
*
સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિકાસકાર્યો લોકોને અર્પણ કરવા જઇ રહ્યા છે. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના તાપી, નર્મદા અને સુરત જિલ્લામાં તેઓ પાણી પુરવઠાની યોજનાઓ તેમજ ઉર્જા પેટ્રોકેમિકલ્સ વિભાગના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તે સિવાય સાપુતારાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જોડતા રોડને પહોળો કરીને ત્યાં જરૂરી સુવિધાઓ વિકસિત કરવાના પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પરિવહન અને પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. આવનારા દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આવતા પ્રવાસીઓને વધુ સવલતો મળશે અને સ્થાનિક રોજગારીમાં વધારો થશે. કુલ ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે.

20 ઓક્ટોબર 2022ના રોજ તાપી તથા નર્મદા જિલ્લામાં ₹302 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગની ચાર યોજનાઓ હેઠળ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તે સિવાય સુરત અને તાપી જિલ્લામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા સોલાર પાવર પ્રોજેક્ટ અને સબ સ્ટેશનની 6 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે જ્યારે 5 કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે. અન્ય એક મહત્વપૂર્ણ વિકાસકાર્યમાં સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડની કામગીરીનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે .કુલ ₹1669 કરોડના ખર્ચે આ સમગ્ર રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

પ્રવાસીઓ ઉકાઈ ડેમ, કુદરતી સૌંદર્ય અને ધોધની મજા માણી શકશે

Advertisement

સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આ રસ્તો 237 કિમીનો છે, જેમાંથી પ્રથમ તબક્કામાં 92 કિમી લંબાઇ પર કામગીરી કરવામાં આવશે. આ રોડ યોગ્ય રીતે વિકસિત થઇ જાય, ત્યારબાદ પ્રવાસીઓ સાપુતારા, શબરીધામ, ઉકાઈ ડેમ, દેવમોગરા, ઝરવાણી ધોધ જેવા પ્રવાસન સ્થળોની મજા માણીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી શકશે. તેના લીધે સ્થાનિક સ્તરે રોજગારીમાં પણ વધારો થશે. તેના લીધે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ગામો સાથે પણ સંપર્ક વધશે.

તાપી જિલ્લામાં વિકાસની અવિરત યાત્રા, છેવાડાના માનવીને સરકારનો સાથ

આદિજાતિના લોકોનો સર્વાંગી વિકાસ થાય અને પાયાની સુવિધા મળી રહે તે માટે સરકારે અવિરત પ્રયાસો કર્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કામાં તાપી જિલ્લામાં કુલ 42,763 કુટુંબોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ વર્ષ 2016થી 2022 દરમિયાન જિલ્લામાં કુલ 7401 લાભાર્થીઓને આવાસ ફાળવવામાં આવ્યા છે. સમાજ સુરક્ષા માટે વર્ષ 2002માં ₹ 65 કરોડનું બજેટ હતું, જેની જોગવાઇ વર્ષ 2022માં વધારીને ₹ 1497 કરોડ કરવામાં આવી છે. આગામી સમયમાં તાપી જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનું આયોજન છે. આ રીતે છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે રાજ્ય સરકારે વિવિધ સ્તરે કામગીરી કરી છે.

Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

government

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ ₹4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત

Published

on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ ₹4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને જાહેરાત

ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને મળશે વિવિધ પ્રોજેક્ટની ભેટ
ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે સાથે જ ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ જીલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે.

ક્યા જીલ્લાને મળશે કેટલા વિકાસકાર્યોની ભેટ?
જૂનાગઢ- જૂનાગઢમાં આગામી સમયમાં અનેક સુવિધાઓનો વધારો થશે જેમાં વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની ₹834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. આ કામગીરી 3 તબક્કામાં કરવામાં આવશે. આ કોસ્ટલ હાઈવેથી દરિયાઈ સુરક્ષા માટેની કામગીરીમાં સુગમતા આવશે અને રાજ્યના 1600 કીમીના દરિયાકાંઠા પર આવેલા ગામોને સીધુ જોડાણ મળશે. માછીમારી પર નભતા કુટુંબોને સારી કનેક્ટીવીટી મળશે જેથી મત્સ્ય ઉદ્યોગના વિકાસને વેગ મળશે. આ હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો જેવા કે દમણ, તિથલ, સોમનાથ, માધવપુર બીચ, દ્નારકા,બેટ- દ્વારકા, કંડલા મુદ્રા, માંડવી જેવા સ્થળોને જોડશે જેનાથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.

પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ પોરબંદરની સૌથી મોટી સરકારી આરોગ્ય સુવિધા બનવા જઈ રહી છે જે ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી બનશે. ખાસ કરીને પોરબંદર જીલ્લાના અંતરીયાળ નેસ વિસ્તારના લોકો માટે સુવિધાયુક્ત બની રહેશે. GMERS મેડિકલ કોલેજથી પોરબંદર જીલ્લાના 700 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જીલ્લામાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે.
હાલમાં આ મેડિકલ કોલેજમાં 330 બેડની સુવિધા છે જે વધારીને 600 બેડની કરવામાં આવશે. સાથે જ અહીં જનરલ સર્જરી, ઈમર્જન્સી, ઓર્થોપેડિક, બાળરોગ, ગાયનેકોલોજી, પોથોલોજી જેવા અનેક વિભાગો અને સેવાઓનો ઉમેરો કરવામાં આવશે.

Advertisement
Continue Reading

agriculture

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના રવી પાકો માટે ટેકાના ભાવ જાહેર

Published

on

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના રવી પાકો માટે ટેકાના ભાવ જાહેર

સમયસર જાહેરાત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો નો આભાર વ્યકત કરતા કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલ
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ રવિ પાક (રવિ માર્કેટિંગ સિઝન ૨૦૨૩-૨૪)ના ટેકાના ભાવ આજરોજ રવી ઋતુના વાવેતરની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઘઉ માટે રૂ.૨૧૨૫, જવ માટે રૂ.૧૭૩૫, ચણા માટે રૂ.૫૩૩૫, રાઈ સરસવ માટે રૂ.૫૪૫૦, મસૂર માટે ૬૦૦૦ અને કસુંબી માટે રૂ.૫૬૫૦ પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યા છે. તે બદલ રાજયના ખેડૂતો વતી સમયસર જાહેરાત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કેન્દ્રીય કૃષિમંત્રીનરેન્દ્રસિંહ તોમર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલે આભાર વ્યકત કર્યો છે.

કૃષિમંત્રી એ ઉમમેર્યું કે,ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકા થી ૧૦૪ ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવેલ છે. રાજ્યના ખેડૂતો ની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાક માં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૦૦ થી ૫૦૦ સુધીનો વધારો કરવામાં આવેલ છે.

રાજ્યના મુખ્ય પાક ઘઉં માં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૧૧૦ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૨૧૨૫ , ચણા પાકમાં રૂપિયા ૧૦૫ નો વધારો કરી ટેકાનો ભાવ રૂપિયા ૫૩૩૫, રાયડા પાકમાં રૂપિયા ૪૦૦ નો વધારો કરી ટેકાનો ભાવ ૫૪૫૦ જાહેર કરાયા છે.

Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.