વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બલ્ક ડ્રગ પાર્ક નું કર્યું ઉદ્ધાટન
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે ગુજરાત માટે આજનો દિવસ વિકાસની અવિરત સરવાણી લઈને આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રૂ. ૮૨૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત, લોકાર્પણ કર્યું હતું.
જે અંતર્ગત, આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરતા સીમાચિન્હરૂપ પ્રોજેક્ટ એવા ગુજરાતના સૌપ્રથમ ‘બલ્ક ડ્રગ પાર્ક’ ઉપરાંત ચાર જેટલા ટ્રાયબલ ઔદ્યોગિક પાર્ક, અંકલેશ્વર એરપોર્ટ (ફેઝ-૧), MSME પાર્ક સહિતના કામો ગુજરાતના વિકાસને નવી ચેતનાથી ભરી દેશે.
આ અવસરે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહ્યા