વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨નો ગાંધીનગરથી શુભારંભ કરાવવા હેતુ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમનું ઉષ્માભર્યું સ્વાગત રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યું હતું.
વડાપ્રધાનના સ્વાગત હેતુ સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમ જ વરિષ્ઠ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.