અમદાવાદ
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો શુ છે પીએમનો હોમવર્ક
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ કાઉન્સિલરથી માંડી સાસંદોને આપ્યો 10 દિવસનો હોમવર્ક,,જાણો તેમને શુ કરવાનુ રહેશે
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ થોડા સમય પહેલા જ દિલ્હીમાં ગુજરાતના સંસદો સહિત દેશભરના સાસંદો સાથે બેઠક કરી કરી હતી
જેમાં તેઓએ સાંસદોને 11 તારીખથી લઇને 20 તારીખ સુધી વિવિધ કાર્યક્રમો કરવા માટે સૂચના આપી હતી,
સાસંદોએ આ કાર્યક્રમ સ્થાનિક ધારાસભ્યો કાઉન્સિલર્સ અને પ્રદેશના હોદ્દેદારો સાથે મળીને કરવાનો રહેશે, જેનો
હિસાબ પણ તેમને આપવાનો રહેશે,,ત્યારે આ હોમવર્ક ગુજરાતની ચૂંટણીની તૈયારી માટે મહત્વપુર્ણ માનવામાં આવે છે
ભારત-પાક સરહદ- નડાબેટ પર જોવા મળશે વાઘા-અટારી બોર્ડર જેવો નજારો
10 દિવસ સાસંદો રહેશે વ્યસ્ત
દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ સક્રીય રહે તે ઉદ્દેશ્યથી પાર્ટી સ્તરે વિવિધ કાર્યક્રમોની યાદી હોય છે, પણ
જ્યારે આગામી દિવસોમાં દેશના ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઇલેક્શન છે, તે પછી 2024માં લોકસભા
ઇલેક્શન છે,,ત્યારે પીએમ નરેન્દ્રમોદી અત્યારથી સાસંદોને કામ આપવાની શરુઆત કરી દીધી છે,
જેનો મતલબ કે પ્રદેશ સ્તરના કાર્યક્રમો તો થશે, તે સિવાય સાસંદો પણ સ્થાનિક ટીમ સાથે મળીને
કાર્યક્રમોમાં હિસ્સો લે અને પ્રજાની વચ્ચે રહે તે જરુરી છે, પીએમ નરેન્દ્રમોદીએ હાલ માંજ
દિલ્હીમાં મળેલી તેઓએ સાસંદને 10 દિવસ માટે ખાસ્સો હોમ વર્ક આપ્યો છે,
વિધાનસભાની ચૂંટણીમાં આનંદી બેન પટેલના કેટલા સમર્થકોને મળશે ટીકીટ !
હોમવર્કની યાદી જોઇએ તો
11મીએ સામાજ સુધારક જ્યોતિબા ફુલેની જન્મ જંયતિની ઉજવણી કરવાની રહેશે
12 તારીખે કોવીડ ટિકાકરણ સેન્ટર્સ ઉપર જવાનુ રહેશે,, જ્યાં લોકો સાથે મળવાનુ રહેશે, જેઓ સાજા થયા હોય તેમની મુલાકાત લેવાનુ રહેશે
13મીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કાર્યક્રમ હેઠળ વિસ્તારના સસ્તા અનાજના દુકાનોની મુલાકાત લેવાની રહેશે, ત્યાં
યોજનાને લગતા સ્ટીકર ચોટાડીને દુકાનદારો અને ગ્રાહકો સાથે સંપર્ક કરવાનો રહેશે,અને તેમને યાદ કરાવવાનો રહેશે કે કઇ રીતે
આ યોજના હેઠળ ગરીબોને અનાજ મળ્યો હતો
14મીએ આંબેડકર જયંતિની ઉજવણી કરવાની રહેશે, અનુસુચિત જાતિના લોકો સાથે મુલાકાત કરવાનો રહેશે, સાથે એસસી વસ્તીઓમાં કાર્યક્રમો કરવાના રહેશે
15મીએ અનુસૂચિત જનજાતિ માટે કાર્યક્રમો અને ટ્રાયબલ વિસ્તારોમાં કાર્યક્રમો કરી તેવા પરિવારોની મુલાકાત લેવાનુ રહેશે
કેન્દ્ર સરકારની યોજનાઓ અંગે માહિતી આપવાનુ રહેશે
16મીએ અસંગઠિત ક્ષેત્રના મજુરો સાથે મુલાકાત કરવાના રહેશે તે સિવાય સરકારી યોજનાઓ કઇ કઇ છે જેનાથી તેમને લાભ મળે છે
અથવા મળી શકે છે તેની માહિતીઓ આપવાની રહેશે
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
17મીએ કેન્દ્ર સરકારની વિત્તિય ચોજનાઓની માહિતી જન જન સુધી પહોચાડવા માટે કાર્યક્રમો કરવાના રહેશે
18મીએ કિસાન સન્માન નિધી સહિતની યોજનાઓનો લાભ ખેડુતો સુધી પહોચે છે,,તેને લઇને ખેડુતો માટે કાર્યક્રમો કરના રહેશે
19મીએ કુપોષણ હટાવવા માટે કાર્યક્રમો,, આગંણવાણીઓ કેન્દ્રોની મુલાકાત લેવાની રહેશે
20મીએ આઝાદીનો અમૃત મહોત્સવ કાર્યક્રમ હેઠક બે કાર્યક્રમો કરવાના છે, જેમાં પોતાના વિસ્તારમાં નાના નાના તળાવોને
ઉડા કરાવવા,,તેની માવજત કરવવાનુ રહેશે, આવા તળાવનો નામ અમૃત સરોવર રાખવાનુ રહેશે તે સિવાય
સ્થાનિક આઝાદીના લડવૈયા અથવા સ્વતંત્રતા સેનાનીઓ જેમની વિશે કોઇ જાણતું ન હોય તેમની પ્રતિમાં મુકવાની કામગીરી કરવાની રહેશે
આ તમામ કાર્યક્રમ સાસંદોએ સાથે મળીને સ્થાનિક ધારાસભ્ય,કાઉન્સિલર્સ,પંચાયતોના સભ્યો, પ્રદેશના સ્થાનિક હોદ્દેદારો સાથે મળીને
કરવાનુ રહેશે..સાથે તેઓ અપાયેલ લેશનમાંથી કેટલુ કરી શક્યા છે,,તેનુ રિપોર્ટીંગ પણ રોજે રોજ કરવાનુ રહેશે
સાથે 21એ વડા પ્રધાન નરેન્દ્રમોદી સ્વયમ ગુજરાત આવી રહ્યા છે, તે સિવાય કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિતશાહ પણ હાજરી આપી રહ્યા છે
આમ તો આ કાર્યક્રમો જોવામાં સમાન્ય લાગે છે, પણ પીએમ નરેન્દ્રમોદીએ આપેલા કાર્યક્રમો જનસંપર્ક આધારિત છે,
ગુજરાતની વાત કરીએ તો ઇલેક્શન જલ્દી થઇ શકે તેવી ચર્ચાઓ છે,તેવામાં સાસંદોના સ્તરે આ કાર્યક્રમો એ જનસપંર્ક આધારિત
કાર્યક્રમો છે,,જેથી ગુજરાતમાં અલગથી પ્રચાર જરુરિયાત પક્ષને નહી રહે,, પ્રજા વચ્ચે જન પ્રતિનિધીઓ જશે તો તેના
સારા પરિણામો જોવા મળી શકે છે,