ગુજરાત

મોદીના ગુજરાતમાં વિજળી વગર ચાલતી શાળાઓ,ગર્વ કે કલંક

Published

on

મોદીના ગુજરાતમાં વિજળી વગર ચાલતી શાળા,ગર્વ કે કલંક

23 શાળાઓમાં ગુજરાત સરકાર નથી આપી શકી વિજળી

ગુજરાતના ભવિષ્ય સાથે ભાજપ સરકાર કરી રહી છે ચેંડા

વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યુ છે,,ત્યારે વિપક્ષ સરકારને ઘેરવા માટે કોઇ તક છોડતુ નથી,,તેવામાં પ્રશ્નોત્તરી દરમિયાન જે આકડા સ્વયમ સરકાર આપી રહી છે,,તે ચોકાવનારા સાબિત થઇ રહ્યા છે,
તેવામાં સરકારે પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોને લઇને જે આકડા આપ્યા તે ખુબજ નિરાશા જનક છે,સરકારે ગૃહ વિભાગમાં જે આકડા આપ્યા તે પ્રમાણે રાજ્યની 700 પ્રાથમિક શાળાઓ એવી છે,,
જેમાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે,ત્યારે લાગે છે કે ગુજરાત સરકાર ગુજરાતના ભવિષ્ય સાથે રમત રમી રહી છે,

ગૃહ વિભાગે આપેલા આકડા મુજબ
ગુજરાતમાં 700 સરકારી શાળાઓમાં એક જ શિક્ષક છે
જિલ્લા પ્રમાણે વાત કરીએ તો, કચ્છમાં 100,
મહીસાગરમાં 74,
તાપીમાં 59,
સુરતમાં 43,
વડોદરામાં 38,
છોટા ઉદેપુર 34
,સાબરકાંઠા 32,
બનાસકાંઠામાં 31,
નર્મદા 29
આણંદ 24 શાળાનુ સમાવેશ થાય છે,

Advertisement

રાજ્યના 17 જિલ્લાઓમાં એક કેળવણી નિરક્ષક નથી,563 જગ્યા ખાલી
રાજ્યમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીી પૈકી 193 જગ્યા ભરાઇ છે,જ્યારે 93 જગ્યા ખાલી છે
કેળવણી નિરીક્ષકોની 30 જગ્યા જ ભરાઇ છે, જ્યારે 563 જગ્યા ખાલી છે,

ટેબ્લેટ આપવામાં પણ સરકારે કર્યો છે વિલંબ
ઉત્તર પ્રદેશમાં ભારતિય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂટણી દરમિયાન 2 કરોડ મફત ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી, એ પણ મફત,,તેના વિપરીત ભાજપ માટે અડિખમ
ઉભુ રહેલુ ગુજરાતના વિદ્યાર્થિઓ પાસેથી ટેબ્લેટ પેટે 1000 રુપિયા ઉધરાવાયા,,માત્ર અમદાવાદની વાત કરીએ તો અહી થી 1702 વિદ્યાર્થિ પાસે થી 17 લાખ કરતા પણ વધુ રુપિયા ઉઘરાવી લેવામાં આવ્યા,, પણ સામે 50 ટકા જેટલા વિદ્યાર્થિઓને ગુજરાત સરકાર ટેબ્ટેલ આપી શકી છે, ,,સરકારના શિક્ષણ પ્રધાન જીતુ ભાઇ વાધાણીએ નિર્લજ્જતા જવાબ આપ્યુ છે કે નાણાં વિભાગની કરકસરની સુચનાના કારણે ટેબ્લેટ આપી શકાયા નથી,ઉત્તર પ્રદેશમાં ભાજપ ચૂંટણી જીતવા માટે યુવા મતદારોને 2 કરોડ ટેબ્લેટ મફતમાં  આપવાની જાહેરાતો કરે છે,,તો બીજી તરફ ગુજરાતમાં  27 વરસથી એક હત્થુ શાસન ભોગવતી ભાજપ સરકાર ગુજરાતના યુવા વિદ્યાર્થી પાસેથી ટેબ્લેટ પેટે 1000 રુપિયા ઉધરાવ્યા બાદ પણ કર કસરના નામે ટેબ્લેટ આપી શકી નથી, આ ભાજપની બેવડી નિતી ક્ષતિ થાય છે, જે ભાજપ ગુજરાત થકી આખા દેશમાં મજબુત થયુ, એજ ભાજપ ગુજરાતના લોકો સાથે અન્યાય કરી રહી છે,તેવી લાગણી વ્યક્ત થઇ રહી છે,

 

બે વર્ષમાં 577 સરકારી શાળાઓ કરાઇ બંધ
રાજ્ય સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે કે છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી છે, પરિણામે 577 સરકારી શાળાઓ બંધ કરી દેવામાં આવી ચે, જેને સરકારે મર્જરનુ રુપકડુ નામ આપ્યુ છે, જેમાં સૌથી વધુ જામનગર જિલ્લામાં
144 શાળાઓ,જેમાં 86 સરકારી શાળાઓ બંધ કરાઇ છે, તોસાથે 491 શાળાઓ મર્જર કરી દેવાઇ છે,

23 શાળાઓ સુધી સરકાર વિજળી પહોચવામાં અસમર્થ,
રાજ્યમાં સરકારી શાળાઓમાં 19000 શાળાઓની ઘટ છે,,
દાહોદમાં 1688
બનાસકાંઠામાં 1532
ભાવનગરમાં 966
મહેસાણા-947
સાબરકાંઠા 941

Advertisement

જ્યારે 23 શાળાઓમાં વિજળી પણ નથી,
જેમાં પોરબંદરમાં 7
મોરબીમાં 3
કચ્છમાં 2
સાબરકાંઠા અને દ્વારાકામાં 1-1 શાળી

 

 

ગુજરાત સરકારની કામગીરી સામે ઉભા થતા સાવાલો
સરકાર ઉજવે છે પ્રવેશોત્સવ, પણ શિક્ષકોની ભરતી કેમ કરતા નથી
નેતાઓને બોડીગાર્ડ મળી શકે છે બાળકો માટે શિક્ષક નથી
નેતાઓને ગાડી બંગલા,પાણી વિજળી મફત મળી શકે, પણ બાળકોને ન તોશિક્ષક ન ઓરડા ન વિજળી
દેશભરમાં ગાજેલા ગુજરાત મોડલનુ વરવી વાસ્તવીકતા કેમ જોવા મળી છે
રાજ્ય સરકાર ખેલ મહાકુંભ પાછળ કરોડોનો આંધણ કરે છે, પણ શિક્ષકો માટે પૈસા નથી
નેતાઓને રેલીઓ સભાઓ કરવા માટે મૈદાનો છે, પણ બાળકોને રમવા માટે મૈદાન નથી

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version