સહકાર સમ્મેલનની તૈયારીઓ પુર્ણ- વડા પ્રધાન નરેન્દ્રમોદીની જોવાતી રાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શનિવાર તા.ર૮મી મે-ર૦રરના સાંજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અધ્યક્ષતામાં યોજાનારા ‘સહકાર થી સમૃદ્ધિ’ સંમેલનની પૂર્વ તૈયારીઓના આખરી ઓપનું નિરીક્ષણ કર્યુ હતું.
મુખ્યમંત્રી શુક્રવારે સાંજે મહાત્મા મંદિર પહોચ્યા હતા અને રાજ્યમંત્રી શ્રી જગદિશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવઓ સર્વશ્રી મૂકેશ પૂરી, પંકજ જોષી સાથે તેમણે મહાત્મા મંદિરના સમગ્ર પરિસરની મુલાકાત લીધી હતી
તેમણે મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરની આ સંમેલન અંગેની બેઠક વ્યવસ્થા, મુખ્ય મંચ સહિતની જગ્યાઓનું નિરીક્ષણ કર્યુ હતું અને જરૂરી માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા
સહકાર વિભાગના તેમજ સંબંધિત વિભાગોના અને ગાંધીનગર જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ આ વેળાએ જોડાયા હતા.