ભુપેન્દ્ર પટેલ સરકારના વખાણ કરીને પીએમ મોદીએ કર્યા એક તીર થી અનેક શિકાર !
વડા પ્રધાન નરેન્દ્રમોદીએ ગુજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલના એક નહી પણ બે બે વખત વખાણ કર્યા પીએમએ આમ કરીને નરેશ પટેલના વિકલ્પ
તરીકે પાટીદારોમાં ભુપેન્દ્ર પટેલને પ્રસ્થાપિત કર્યા સાથે એ બતાવવાનો પ્રયત્ન કર્યો કે 2022માં ભુપેન્દ્ર પટેલ
ગુજરાત ભાજપના સીએમ પદનો ચહેરો રહેશે ,,નિષ્ણાંતો માને છે કે
આના કારણે ભાજપના અનેક નેતાઓના પેટમાં તેલ રેડાયું છે,,
હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ
વેક્સિનેશનનો શ્રેય ભુપેન્દ્રપટેલને આપતા પીએમ
પીએમ નરેન્દ્રમોદીએ ગુજરાતના અડાલજ સ્થિત અન્નપુર્ણાધામમાં શિક્ષણ સંકુલ અને હોસ્ટેલનુ વર્ચુઅલ ઉદ્ઘાટન કર્યું, તેઓએ હિન્દીની સાથે ગુજરાતીમાં પણ ભાષણ કર્યુ
પહેલા તેઓએ કોંગ્રેસમાં થી ભાજપમાં આવેલા અને સાસંદ બનેલા નરહરી અમિન અને તેમના ભાઇ ધનશ્યામ અમિનના વખાણ કર્યા,, તેના પછી તેઓએ
સીએમ ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા, તેઓએ કહ્યુ સીએમ ભુપેન્દ્ર પટેલ મૃદુ અને મકક્મ છે, તેમની સરકાર સારુ કામ કરી રહી છે, તેઓ ગુજરાતને વિકાસની નવી ઉચાઇએ લઇ જશે,
તે પછી તેઓએ દેશમાં કોરોનાની વાત કરી વક્સીનેશનની વાત કરી, તેઓએ ગુજરાતમાં વેક્સીનેશનની સારી કામગીરીનો સમગ્ર શ્રેય ભુપેન્દ્ર પટેલ અને તેમની સરકારને આપી
દીધી, ઉલ્લેખનિય છેકે તેઓએ વિજય રુપાણી કે તેમના શાષનમાં થયેલી કામગીરીનો ઉલ્લેખ શુધ્ધા પણ પીએમએ ન કર્યો,,જે બતાવે છે કે ભુપેન્દ્ર પટેલ ઉપર પીએમ નરેન્દ્રમોદીને ખુબ વિશ્વાસ છે, ,,
2022નો ચહેરો ભુપેન્દ્ર પટેલ
આ ઘટનાને ગુજરાતના રાજકીય પંડિતો સમાન્ય નથી માની રહ્યા તેઓ માને છે કે પીએમ નરેન્દ્રમોદી કોઇ પણ નિવેદન ખુબ વિચારીને કરતા હોય છે, તેમની વાતોમાં ભવિષ્યના ગુઢ રહસ્યના સંકેતો હોય છે,
જે રીતે પીએમ નરેન્દ્રમોદીએ નરહરી અમીન અને ધનશ્યામ અમિનના વખાણ કરીને પાટીદારોમાં તેમને એક રાજનેતા નહી પણ સમાજીક આગેવાન
તરીકે પ્રસ્થાપિત કર્યા, એટલે કે નરહરી અમિનને હવે રાજનિતિમાં ભાજપ પાસે બહુ અપેક્ષા ન રાખવી, જોઇએ
તો ભુપેન્દ્ર પટેલના વખાણ કરીને નરેન્દ્રમોદીએ
સીધી રીતે 2022 વિધાનસભા ચૂૂંટણી દરમિયાન ગુજરાતમાં ભાજપ માટે ચહેરો કોણ હશે તેના સંકેતો આપ્યા
જેથી ગુજરાતમાં જો કોઇ બીજા સીએમ પદ માટે વિચારતા હોય તો તેઓ અહી અટકી જાય,,
સુત્રોની માનીએ તો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ, મનસુખ માંડવિયા,જીતુ વાધાણી સહિતના અનેક નેતાઓને ગુજરાતના સીએમ પદ માટે રેસમાં માનવા આવે છે
પણ પીએમ નરેન્દ્રમોદીએ જે રીતે ભુપેન્દ્ર પટેલના વખાણ કર્યા છે તેનાથી લાગે છે અત્યારે તો માત્ર ભુપેન્દ્ર પટેલ સિવાય બીજો કોઇ વિકલ્પ પીએમ નરેન્દ્રમોદી રાખવા માંગતા નથી
મોદી ભુપેન્દ્ર પટેલ સાથે હોવાનો સંકેત
ભુપેન્દ્ર પટેલ જ્યારથી સીએમ બન્યા છે,ત્યારે કોગ્રેસની સાથે ભાજપની અંદર પણ તેઓ નબળા છે, તેમની કામગીરીનો પ્રભાવશાળી નથી, પ્રજામાં તેમની સ્વિકાર્યતા નથી
તેવી વાતો વહેતી કરાય છે, કોગ્રેસ સહિત આમ આદમી પાર્ટી સામે ભુપેન્દ્ર પટેલનો ચહેરો નબળો સાબિત થઇ શકે છે, તેવી ચર્ચાઓ ફેલાવાઇ છે,, અને એટલે જ
પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલને સુપર સીએમ તરીકે કામ કરવાની ફરજ પડે છે, તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ ચંદ્રકાતં પાટીલ પાસેથી સુચના લે છે, તેઓ ભાવ ઉભો કરાયો છે,
પણ નરેન્દ્રમોદીએ વખાણ કરીને ભાજપના તમામ સિનિયર નેતાઓ,,પદાધિકારીઓ,પ્રધાનો અને કાર્યકર્તાઓની વચ્ચે ભુપેન્દ્ર પટેલને તાકતવર સીએમ તરીકે પ્રસ્થાપિત કર્યા છે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
નરેશ પટેલનો વિકલ્પ એટલે ભુપેન્દ્ર પટેલ
તો બીજી બાજુ
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ કયા પક્ષમાં જોડાશે તેને લઇને તેઓ 15 એપ્રિલ પછી ખુલાસો કરવાના છે, ત્યારે તેમને લઇને ગુજરાતમાં હાલ રાજનિતિ થઇ રહી છે
કોગ્રેસ આપ અને બીજેપી તરફથી તેમને આમંત્રણ આપવામાં આવ્યો છે, બીજેપીના નેતાઓ માને છે કે જો નરેશ પટેલ બીજેપીમાં ન જોડાઇ ને કોઇ અન્ય પક્ષમાં
જોડાય તો તેનો સીધો નુકશાન ભાજપના 150 સીટ જીતવાના અભિયાન ઉપર પડી શકે છે, પરિણામે નરેશ પટેલના વિકલ્પ તરીકે પીએમ નરેન્દ્રમોદીએ
ભુપેન્દ્ર પટેલને પ્રસ્થાપિત કર્યા છે, સાથે કડવા હોય કે લેઉઆ તમામ પાટીદાર આગેવાનો ભુપેન્દ્રપટેલને સાથે રહે તેવી આકડકતરી રીતે અપીલ કરી છે,
આમ પીએમ નરેન્દ્રમોદીએ ભુપેન્દ્રપટેલના વખાણ કરીને એક તીરથી અનેક નિશાન સાધવાનુ કામ કર્યુ છે,