બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે ભાજપ દ્વારા આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા હાથ ધરાશે, એવા સમયે ભાજપમાં દાવેદારો દ્વારા વિવિધ પ્રસંગોના નામે શક્તિપ્રદર્શન શરુ કરી દેવાયું છે, વાત જો અમદાવાદના બાપુનગર વિધાનસભાની કરીએ તો અહીસંઘ સાથે જોડયેલા અને ગુજરાત આયુર્વેદીક બોર્ડના ચેરમેન ડો હસમુખ સોનીએ પોતાના પિતા સંઘના સ્વય સેવક એવા જીવરાજ ભાઇ સોનીની સાકર તુલા કાર્યક્રમ ઉજવીને પોતાના વિરોધીઓ દોડતા કરી દીધા,,આ બેઠક ઉપર ઓરીજીનલ ભાજપ અને કોંગ્રેસ યુક્ત ભાજપના નેતાઓ વચ્ચે ટિકીટ માટે આંતરિક ખેચતાણ તેજ બની છે,
વર્ષ 2012માં બાપુનગર વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી,અને ભાજપે પુર્વ ડેપ્યુટી મેયર અને સૈજપુર વોર્ડના પુર્વ કોર્પોરેટર જગરુપ સિહ રાજપુતને મૈદાનમાં ઉતાર્યા હતા, અને તેઓ કોંગ્રેસના ઉમેદવારને ધીરુ ભાઇ દુધવાલાને હરાવ્યા, વર્ષ 2017માં ભાજપે તેમને ફરી ટીકીટ આપી,જો કે તેઓ અમદાવાદના પુર્વ મેયર હિમ્મત સિહ પટેલે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હરાવ્યા હતા, હવે 2022માં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિમ્મત સિહ પટેલ ફાઇનલ છે, જ્યારે ભાજપમાં અનેક મુરતિયા પોતાનુ કિસ્મત આજમાવવા માટે જાત ભાતના નુસ્ખા અપનાવી રહ્યા છે, થોડા સમય પહેલા મુળ કોંગ્રેસી અને હવે ભાજપના નેતા દિનેશ શર્માએ બાપુનગરમાં તિરંગા યાત્રા અને બ્લડ ડોનેશન કેમ્પના નામે વિશાળ શક્તિપ્રદર્શન કર્યુ હતું, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા, પરિણામે કેટલાક સ્થાનિક ભાજપના નેતાઓના પેટમાં તેલ પણ રેડાયું હતું અને તેઓ હાજર રેહવાનુ પણ ટાળ્યું હતું,
હવે ગુજરાત આયુર્વેદના ચેરમેન અને સંઘ પરિવારમાંથી ડો હસમુખ ભાઇ સોનીએ પોતાન પિતા 75 વર્ષ નિમિત્તે ભાવ્ય સાકર તુલા કાર્યક્રમનુ આયોજન કર્યું જેમાં પેજ સમિતીથી લઇને શહેરના હોદ્દેદારોને બોલાવ્યા હતા, પણ સૌથી ખાસ વાત એ રહી કે તેેમના કાર્યક્રમમાં સંઘના પુર્વ પ્રાંત પ્રચારક પ્રવિણ ભાઇ ઓતિયા, મુકુંદ રાવજી દેવભાણકર, અશ્નિન ભાઇ કડેચા, સજ્જન દાદા,અશોક ભાઇ પટેલ સહિતના વરિષ્ઠ પ્રચારકોએ ઉપસ્થિત રહ્યા હતા, જેને જોઇને કેટલાક ભાજપના સ્થાનિક નેતાઓ ચોંકી ઉઠ્યા હતા,તેઓએ પોતાના વિસ્તારના પાચ હજારથી વધુ બાળકોને દત્તક લઇને તેમના સ્વાસ્થ્યની જવાબદારી ઉપાડી લીધી છે, આ પ્રકારના શક્તિપ્રદર્શન થકી આગામી વિધાનસભાના ટીકીટની દાવેદારી મજબુત કરી હોવાનુ તેમના નજીકના ટેકેદારો માની રહ્યા છે,.
અત્યારે બાપુનગર વિધાનસભા બેઠક પર મુળ ભાજપના નેતાઓ અને કોંંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા નેતાઓ વચ્ચે ટિકીટને લઇને ભારે ખેચતાણ જોવા મળી રહી છે, ભાજપને વર્ષો સુધી વફાદાર રહેલા અને કર્મઠ કાર્યકર્તાઓની માંગ છે કે આ બેઠક મુળ ભાજપના જ નેતાઓને ટિકીટ આપવામાં આવે તો આ વખતે ભાજપ કોગ્રેસને હરાવી શકે છે, નહી તો ભાજપને આ બેઠક ગુમાવવાનો વારો પણ આવી શકે છે,
આ બેેઠક વર્ષ 2012થી હિન્દીભાષી ઉમેદવારો માટે હોટ ફેવરિટ બની છે, હિન્દી ભાષીઓમાં રાજસ્થાની અને ઉત્તર પ્રદેશના સ્થાનિક નેતાઓ વચ્ચે દાવેદારી તેજ બની છે, એજ પ્રકારે આ વખતે બાપુનગર વિધાનસભા બેઠક માટે ઓબીસી નેતાઓ પણ મજબુત દાવો કરી રહ્યા છે, પટણી સમાજના લોકો માને છે કે સમગ્ર ગુજરાતમાં 50 લાખથી વધુ વસ્તી હોવાથી ભાજપે પટણી સમાજને એક બેઠક આપવી જોઇએ, આમ તો અસારવામાં દેવી પુજક સમાજની વસ્તી વધુ છે, જો કે આ બેઠક એસસી માટે અનામત હોવાથી બાપુનગર બેઠક માટે વિચાર કરવો જોઇએ, એ માટે આગામી સમયમાં બાપુનગરમાં સમ્મેલન બોલાવીને શક્તિ પ્રદર્શન પણ થશે,જ્યારે વાળંદ સમાજના આગેવાનો પણ માને છે કે સમગ્ર ગુજરાતમાં ભાજપે અત્યાર સુધી એક પણ વાળંદ આગેવાનને ધારાસભ્ય તરીકે ટિકીટ આપી નથી, વાળંદ સમાજ માટે પણ બાપુનગરમાં વિચાર કરવો જોઇએ,,આમ ઓબીસી અને હિન્દીભાષી વચ્ચે અને ઓરીજનલ બીજેપી અને કોંગ્રેસયુક્ત ભાજપના દાવેદારો વચ્ચે સાવધાની રાખવી પડશે
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
ગુજરાતની નવી ઉદ્યોગનીતિથી ઉદ્યોગકારો માટે બેય હાથમાં લાડુ જેવી સ્થિતિઃ વડાપ્રધાન