ગાંધીનગર

ગાંધીનગર જિલ્લાના ભાજપના સંભવિત દાવેદારો

Published

on

ગાંધીનગર જિલ્લાના ભાજપના સંભવિત દાવેદારો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ની સાથેજ ગુજરાતમાં ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રકિયા તેજ બનાવી છે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ની ઉપસ્થિતિ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ ની કમલમ ખાતે બેઠક શરૂ થઇ ગઈ છે આજે બીજા દિવસે 12 જીલ્લાની 58 બેઠકના ઉમેદવારોના નામોને થઇ ચર્ચા શરૂ થઇ છે જેમાં જિલ્લા સંકલન સમિતિ સાથે નિરીક્ષકો દ્વારા બનાવાયેલ પેનલો પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરની 5, મહેસાણાની 7, અમરેલીની 5, બોટાદની 2 , અમદાવાદની 5 , ભાવનગરની 7, ખેડાની 6, જામનગર અને પંચમહાલની 5-5 તેમજ નવસારીની 4, અને ભરૂચની 5 બેઠક નોસમાવેશ થાય છે.

ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક
નિતીન પટેલ,નેતા ભાજપ
અશોક પટેલ પૂર્વ ધારાસભ્ય
, રુચિર ભટ્ટ શહેર ભાજપ પ્રમુખ ગાંધીનગર
રીટાબેન પટેલ પૂર્વ મેયર

ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક
ઈશ્વરજી વાઘેલા,
સરોજબેન ઠાકોર,
કોદરભાઈ પટેલ
અલ્પેશ ઠાકોર
. દહેગામ વિધાનસભા બેઠક
બલરાજસિંહ કલ્યાણસિંહ ચૌહાણ,,
કિરીટસિંહ બિહોલા
, ધર્મેન્દ્રસિંહ ચૌહાણ
, રોહિતજી ઠાકોર ભામાશા
.કલોલ વિધાનસભા બેઠક

ગોવિંદભાઈ પટેલ,
પરિન પટેલ,
લક્ષ્મણજી ઠાકોર,
રામાજી ઠાકોર
અનિલ પટેલ,
જે. કે. પટેલ
જયદીપ બારોટ
ઉર્વશી પટેલ

Advertisement

માણસા વિધાનસભા બેઠક
અમિત ચૌધરી
, ડી.ડી.પટેલ,
જે.એસ.પટેલ,
અનિલ પટેલ
યોગેશ પટેલ
ગોવિંદ પટેલ પૂર્વ પ્રમુખ માણસા નગર પાલિકા
મહત્વપૂર્ણ બાબત તો એ છે કે ગાંધીનગર બેઠક ઉપર પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુર ના બદલે ગાંધીનગર દક્ષિણ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે નજર દોડાવી છે. ઠાકોર ક્ષત્રિય સેના નેતા તરીકે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી ને લઇ આંદોલન બાદ સમગ્ર ગુજરાતમાં ઉપસી આવ્યા..ત્યારે તેઓએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા હતા જોકે કોંગ્રેસને વર્ષ 2017માં સત્તા ના મળતા રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસના ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પ્રત્યે વફાદારી બતાવવાને બદલે તેઓ એ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન ભાજપના ઉમેદવારને મત આપી તેઓ એ બીજેપી પ્રત્યે નો પ્રેમ દર્શાવ્યો હતો.જોકે બાદ માં ભાજપ માં જોડાયા હતા તેઓ ધારાસભ્ય પદે થી રાજીનામુ આપી દઈને પેટા ચૂંટણી લડ્યા હતા જોકે કોંગ્રેસના રધુ દેસાઈ ની સામે ચૂંટણી હારી ગયા હતા.અત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ ચુકી છે ત્યારે તેઓ રાધનપુર વિધાનસભા બેઠક માટે તૈયારીઓ કરી હતા ત્યારે ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી સોલંકી અને નાગરજી ઠાકોરે ખુલીને વિરોધ કર્યો હતો.
જયારે ગાંધીનગર જિલ્લામાં માણસા બેઠક માટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરી ભાજપના ઉમેદવાર તરીકે નિશ્ચિત માનવા માં આવે છે જોકે તેઓનો સમાજ પ્રત્યેનો પ્રેમ તેમને ચૂંટણીમાં નડી શકે છે..કારણકે માણસના પાટીદારો સહીત અન્ય સમાજ માં અમિત ચૌધરી પ્રત્યે ભારે સૂગ જોવા મળે છે.જેને લીધે ભાજપ માટે માણસા બેઠક જીતવી મુશ્કેલ બનશે.જયારે કોંગ્રેસમાં સુરેશ પટેલની ઉમેદવારી નિશ્ચિત મનાય છે ત્યારે પાટીદાર સમાજ ભાજપના ઉમેદવાર ને બદલે કોંગ્રેસને મત આપશે જેનું સીધું નુકશાન ભાજપે વેઠવું પડશે.

આપ બીજેપીની બી ટીમ છે,આપના કટ્ટર ઇમાનદાર કાર્યકર્તાઓનો આરોપ

અમદાવાદમા ભાજપંના ઉમેદવારોના પેનલની યાદી જોઇને ચોંકી જવાશે

ભાજપમાં નારીશક્તિ ઉમેદવારી માટે ઉમટ્યું !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version