અમદાવાદ
ગેરકાયદે પશુઓના હેર ફેર અટકાવવા પોલીસ ચલાવશે વિશેષ ડ્રાઇવ- આરોપીને થશે કડક સજા
ગેરકાયદે પશુઓના હેર ફેર અટકાવવા પોલીસ ચલાવશે વિશેષ ડ્રાઇવ- આરોપીને થશે કડક સજા
રાજ્યમાં ગેર ગાયદે માંસનો વેપાર અટકાવવા માટે રાજ્ય પોલીસ હવે ખાસ ડ્રાઇવ ચલાવવા નિર્યણ કર્યો છે, સરકારી આકડાના દાવા પ્રમાણે
છેલ્લા એક વર્ષમાં 22 હજાર કિલો ગૌમાંસ પકાડાયું છે, ત્યારે હવે ગેરકાયદે પશુઓના ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ લગામ લગાવવા માટે ખાસ ડ્રાઇવ શરુ કરશે,,
અને જે વાહનો આવા પ્રવૃતિમાં પકડાશે તેમના વાહનોને જપ્ત કરાશે, વાહનો ફોર ફીટ કરાશે, આ ડ્રાઇવ માટે શહેર અને જિલ્લા પોલીસને આદેશ આપી દેવાયા છે
ભેંસોના કતલ કરનારાઓ પર પાસા લગાવવાના પરિપત્રમાં પોલીસ વિભાગ નહી કરે કોઇ સુધારો !
ગુજરાતમાં રાજ્યસરકારે 2017માં ગૌવંશની હત્યા ઉપર કાયદો બનાવ્યો હતો, છતાં આરોપીઓને નાથવામાં પોલીસ ક્યાંકના ક્યાંક નબળી સાબિત થઇ રહી છે, જે આકડાઓ બતાવી રહ્યા છે,
કોરોના કાળ દરમિયાન એક વર્ષમાં 22175 કિલો ગૌમાંસ પકડાયું હતું, પોલીસ વિભાગના આકડાઓ ઉપર નજર નાખીએ તો 2019થી 2021 સુધીમાં 821 વાહનો પકડાયા હતા, જે પૈકી માંડ
માંડ 175 વાહનો શ્રી સરકાર કરાયા છે, જ્યારે બાકીના વાહનો પણ જલ્દી જ ફોર ફીટ કરવાની પ્રક્રીયા ચાલુ છે,
યોગથી સુદરતા કઇ રીતે જાળવશો- યોગથી સુંદરતા જાળવતી ભારતિય અભિનેત્રીયો
ત્યારે ગુજરાત પોલીસ વિભાગે હવે તો ભેંસાના ગેરકાયદે કતલ ઉપર પ્રતિબંધ મુક્યો છે,અને જે આ આરોપમાં પકડાશે તેમને પણ પાસ કરવાનો નવો આદેશ જારી કર્યો છે, એવામાં હવે
પોલીસ ગાય અને ભેંસ સહિતના પશુઓના ગેર કાયદે ટ્રાન્સપોર્ટેશન ઉપર નિયંત્રણ લગાવવા માટે જિલ્લા અને શહેરોના સુરક્ષા પોઇન્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવાની સુચના આપી દેવાઇ છે
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી આ ગેર કાયદે જીવોની હત્યા, અને માંસની હેર ફેર સંપુર્ણ નાબુદ કરવા માટે પોલીસ વિભાગમાં ખાસ હ્યુમન ઇન્ટેલિજન્સને વધારવા માટે પણ સુચના આપી છે, જેથી
પોલીસ પણ હવે પશુઓના ગેર કાયદે હેર ફેરને અટકાવવા માટે ખાસ ડ્રાઇવ કરશે,, અને આવા અપરાધિઓને સામે કડક કાર્યવાહી તો કરાશે સાથે તેમના વાહનો પણ સરકારશ્રી કરીને જપ્ત કરી લેવાશે
ભાજપના કયા નેતાએ ભરત બોઘરાને કહ્યુ કે માં ખોડલ તમને ઠેકાણે પાડી દેશે !