Connect with us

કાયદો

પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો

Published

on

પોલીસ કર્મચારીઓ આનંદો જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ માં કરાયો વધારો

રાજય સરકારે ગૃહ વિભાગ માં ફરજ બજાવતા એલ આર ડી ,ફિક્સ વેતન ના પગાર દાર પી એસ આઈ ,પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપરાંત એ એસ આઈ સહીત પોલીસ કર્મચારીઓ માટે જાહેર સુરક્ષા પ્રોત્સાહન રકમ આપવાનો નિર્ણય કર્યો છે જેને લીધે પોલીસ કર્મચારીઓ માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે

એલ આર ડી અને ફિક્સ વેતન ના પગારદાર પી એસ આઈ 3500

પોલીસ કોન્સ્ટેબલ 4000

પોલીસ હેડ કોન્સ્ટેબલ 4500

એ એસ આઈ 5000

Advertisement
Continue Reading
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કાયદો

ગુજરાતમાં વર્ષ 2021માં 8 હજારથી વધુ લોકોએ કેમ કરી આત્મહત્યા ?

Published

on

 

અત્યાર સુધી ગતિશીલ અને વિકાસશીલ ગુજરાત મા વર્ષ 2021 ના એક જ વર્ષ મા 8789 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા ના બનાવો બન્યા છે જેનો ખુલાસો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના પ્રમુખ રમેશભાઈ જીલરીયા દ્વારા એક આર.ટી.આઈ.માં થયો છે

ગુજરાત મા વર્ષ 2018 મા 7793 લોકો એ જ્યારે વર્ષે 2019 મા 7655 અને વર્ષ 2020 ની સાલ મા 8050 લોકો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા

છેલ્લા ચાર વર્ષ મા ગુજરાત મા ટોટલ 32287 લોકોએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા આપઘાત કરવા ના કારણો મા મોટા ભાગે બેરોજગારી અને આર્થિક સંકટ મુખ્ય હોવાનુ અનુમાન છે

ગુજરાત મા રોજ ના 24 લોકો આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે..

Advertisement
Continue Reading

કાયદો

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે 22 લાખ રૂપિયા થી વધુનો દારૂ ઝડપતી પોલીસ

Published

on

ગુજરાતમાં દારૂબંધી છતાં ચૂંટણી સમયે 22 લાખ રૂપિયા થી વધુનો દારૂ ઝડપતી પોલીસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે.પ્રથમ તબક્કાનું મતદાન 1-12-2022 જયારે બીજા તબક્કાનું . 5-12-2022 રોજ યોજાનાર છે.જેની સાથેજ રાજયમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે.રાજયમાં શાંતિપૂર્વક અને ન્યાયિક ચૂંટણી યોજાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી માં પોલીસે સમગ્ર ગુજરાતમાંથી 22 લાખ રૂપિયાથી વધુનો દારૂ ઝડપ્યો છે.

ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 અન્વયે ગુજરાત પોલીસ દ્વારા રાજયમાં તા.3-11-2022 થી તા.18-11-2022 સુધી કુલ 21,704 કેસો કરવામાં આવેલ છે જેમાં 17,789 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કેસોમાં 17,88,000નો દેશી દારૂ, ભારતીય બનાવટનો રૂ.9,04,48.053નો વિદેશી દારૂ (IMFL) તથા રૂ.13,44,98,304ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂપિયા 22,67,34,427 નો મુદ્દામાલ પકડવામાં આવેલ છે.
રાજ્યમાં ગુજરાત પોલીસ દ્વારા Criminal Procedure Code, 1973 હેઠળ 1,86,580 કેસો, Gujarat Prohibition Act , 1949 હેઠળ 18,763 કેસો, Gujarat Police Act , 1951 હેઠળ 61 કેસો તથા PASA Act, 1985 હેઠળ 178 કેસો એમ વિવિધ કલમો હેઠળ કુલ 2,05,852 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવેલ છે.
રાજ્યમાં કુલ 55,640 ૫રવાના ધરાવતા હથિયાર ધારકો પાસેથી 54,373 ( 97.7%) હથિયારો જમા લેવામાં આવેલ છે તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે.
રાજ્યમાં The Arms Act , 1959 હેઠળ 51 ગેરકાયદેસર હથિયાર તથા 274 ગેરકાયદેસર દારૂગોળા જમા કરવામાં આવેલ છે.
રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 29 કેસો નોંધી, કુલ રૂ.61,57,05,184નો 817.9679 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.
.રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546 Static Surveillance Teams તથા 546 Flying Squads કાર્યરત છે. Static Surveillance Teams દ્વારા રૂ.55,470નો IMFL, રૂ.78,00,000ના ઘરેણાં તથા રૂ.10,64,700 /ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.89,20,170/ – નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
Flying Squads દ્વારા રૂ.1,450 / -નો IMFL, રૂ.48,34,440 કેશ તથા રૂ.7,58,000ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.55,93,890નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.
સ્થાનિક પોલીસ દ્વારા રૂ.2,02,42,940 કેશ, રૂ.2,30,23,565ના ઘરેણાં, રૂ.61,57,05,184ના NDPS પદાર્થો તથા રૂ.47,70,424ની અન્ય ચીજ વસ્તુઓ સાથે કુલ રૂ.66,37,42,13નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.

Continue Reading

કાયદો

સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.ભૂપેન્દ્ર પટેલ

Published

on

ગુજરાત પોલીસ દળમાં ૪૬ નવ નિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટરની સેવાઓ મળશે

વધુ ૧૪ મહિલાઓ પણ પોલીસદળમાં જોડાઈ:

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને

ગુજરાત પોલીસ અકાદમીનો ગૌરવશાળી દીક્ષાંત – પાસિંગ આઉટ પરેડ સમારોહ સંપન્ન
-:ગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ:-
મુખ્યમંત્રીએ તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટતા પ્રાપ્ત અફસરોને ટ્રોફીથી નવાજ્યા

રાજ્યના દરેક ક્ષેત્રના- સર્વગ્રાહી વિકાસના પાયામાં સુરક્ષાનું મહત્વપૂર્ણ યોગદાન છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Advertisement

ભુપેન્દ્ર પટેલ:-
સ્વની પરવા કર્યા વિના સમાજ માટે- સમાજ રક્ષા માટે સમર્પિત ભાવથી કાર્યરત પોલીસ દળના જવાનોએ ગરીમા વધારી છે
વડાપ્રધાને અમૃતકાળમાં વિકસીત- આત્મનિર્ભર રાષ્ટ્રના આપેલા સંકલ્પને રક્ષા શક્તિના પ્રહરીઓની ફરજ નિષ્ઠાથી આત્મનિર્ભર વિકસીત ગુજરાત દ્વારા સાકાર કરીએ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સર્વગ્રાહી અને દરેક ક્ષેત્રના વિકાસના પાયામાં સુરક્ષા સલામતીના પ્રહરી પોલીસ દળનું યોગદાન અહેમ ભૂમિકા નિભાવે છે તેઓ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે.
મુખ્યમંત્રી ગુજરાત પોલીસ અકાદમીમાંથી સફળતાપૂર્વક તાલીમ પ્રાપ્ત કરી રાજ્ય પોલીસબેડામાં સેવારત થવા જઈ રહેલા ૪૬ પોલીસ ઇન્સ્પેક્ટરની પાસિંગ આઉટ પરેડમાં સંબોધન કરી રહ્યા હતા.
ગૃહરાજ્યમંત્રી હષૅ સંઘવી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર, DGP આશિષ ભાટિયા સહિત અધિક પોલીસ મહાનિર્દેશક અને વરિષ્ઠ અધિકારીઓ ગૌરવશાળી દીક્ષાંત સમારોહના સાક્ષી બન્યા હતા.
મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમને સુરક્ષા, સલામતી અને શાંતિના પ્રહરી કહ્યા છે તેવા પોલીસ દળની કર્તવ્ય ભાવનાની સરાહના કરી હતી.
તેમણે ઉમેર્યું કે જ્યારે સમાજમાં તબીબ,ઇજનેરી કે અન્ય વ્યવસાયો માટે યુવાઓમાં ઝોક વધુ જોવા મળે છે તેવા સમયે સમાજ રક્ષા માટે પોલીસ દળને કેરિયર માટે પસંદ કરવાની આ નવનિયુક્ત અફસરોની ભાવના અભિનંદનીય છે.
મુખ્યમંત્રીએ ટેકનોલોજીનો સમયાનુકૂલ ઉપયોગ કરીને અને પ્રજા જીવનની રક્ષા- સુરક્ષા માટેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા દાખવીને સેવારત થવાનો ભાવ ઉજાગર કરવા પણ પ્રેરણા આપી હતી.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અમૃતકાળ માટે વિકસિત- રાષ્ટ્ર નિર્માણનો જે સંકલ્પ આપ્યો છે તેને સાકાર કરવા રક્ષા શક્તિના આ કર્મયોગીઓ ફરજ નિષ્ઠાથી યોગદાન આપશે.
ભૂપેન્દ્ર પટેલે આત્મનિર્ભર ભારત માટે આત્મનિર્ભર ગુજરાતનું આહવાન કરતા ઉમેર્યું કે, વિકાસની નવી ઊંચાઈઓ સુરક્ષાની બુનિયાદના આધારે સર કરીને આત્મનિર્ભર ભારત બનાવવું છે.
મુખ્યમંત્રીએ આ નવ નિયુક્ત અફસરોમાં ૧૪ જેટલી બહેનો, ૩ ડોક્ટર,૨૫ ઈજનેર અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે તેમને પણ બિરદાવ્યા હતા.
તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનાર ઓફિસરોને મુખ્યમંત્રીશ્રીએ ટ્રોફી,પુરસ્કાર તથા સ્વોડૅ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા.
ભારતની આન,બાન અને શાન એવા તિરંગાની સાક્ષીમાં અને મુખ્યમંત્રી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સીધી ભરતીની બીજી બેન્ચના ૪૬ પોલીસ ઇન્સ્પેકટર ભાઈ -બહેનોએ શપથ ગ્રહણ કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રી સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. કરાઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરો- પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રધામંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સંઘર્ષ સાથે દેશને એક નવા મુકામે પહોંચાડ્યો છે. જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે.
ગૃહ મંત્રીએ ઉમેરતા કહ્યું કે સીધી ભરતીના બીજી બેન્ચના ૪૬ પોલીસ અધિકારીઓ રાજ્યની સુરક્ષા, સલામતી અને શાંતિમાં વધારો કરશે તેમજ રાજ્યની પ્રગતિને એક નવા મુકામે પહોંચાડશે એવી તેમને આશા વ્યક્ત કરીને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી.
તાલીમ DGP વિકાસ સહાય દ્વારા વિગતવાર તાલીમ અહેવાલ રજૂ કરતાં કહ્યું હતું કે આજે આપણા માટે ગૌરવની વાત છે કે સીધી ભરતીની બીજી બેન્ચના કુલ ૪૬ પોલીસ ઇન્સ્પેકટર પૈકી ૧૪ બહેનો પણ ગુજરાત પોલીસ દળમાં જોડાયા છે. આ બેન્ચમાં ૦૩ ડોક્ટર અને ૨૫ એન્જિનિયરનો સમાવેશ થાય છે.

પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Copyright © 2022 Panchat TV.