અમદાવાદ
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
બકરી ઇદને લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેર નામુ બહાર પાડ્યુ છે, આ જાહેર નામુ છ જુલાઇથી 15 જુલાઇ સુધી લાગુ રહેશે, આમાં પશુઓના કતલ અને સરઘસને લઇને બે આદેશોનો પાલન કરવા કહેવાયુ છે
અને જો ત્રણ જાહેર નામાનુ પાલન જે વ્યક્તિ નહી કરે તેની સામે પગલા લેવાની પણ સુચના આપવામા આવી છે, જેમાં ત્રણ વરસથી લઇને સાત વરસની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે, સમાન્ય રીતે સમગ્ર રાજ્ય માટે પણ આજ પ્રકારનુ જાહેરનામાનુ પાલન ઇદ બકરી ઇદ દરમિયાન કરવુ પડશે, તેમ પોલીસ સુત્રો તરફથી કહેવાઇ રહ્યુ છે
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના નામથી બહાર પડાયેલ જાહેરનામાની વાત કરીએ તો આ જાહેરનામાંમાં મુખ્ય બે વાતોનો સમાવેશ કરાયો છે
જેમાં પહેલુ, કોઇ પણ વ્યક્તિએ કોઇ પણ પશુની જાહેર કે ખાનજી જગ્યામાં, શરીઓમાં મહોલ્લાઓમાં વિગેર જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવાની નહી તેમજ કોઇ પણ પ્રાણીને સણગારીને એકલા અથવા સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી,,
જ્યારે બીજામાં કહેવાયુ છે કે બકરી ઇદના તહેવાર નિમિત્તે કુરબાની પછી આવતા જાનવરના માંસ હાડકા અને અવશેષો જાહેરમાં ફેકવો નહી,,
આ આદેશો અને હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની જાહેરનામુ પ્રસિધ્ધ કરાયો છે,
ઉલ્લેખનિય છે ગુજરાત પોલીસ તરફથી આની પહેલા પણ ભેેસો અને તેના પાડીયાઓને ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસા કરવાનો પરિપત્ર કરાયો હતો,
ત્યારે હવે સમગ્ર રાજ્યમાં હવે ગેરકાયદે પશુઓની હેર ફેર કરતા લોકોને આ બાબતનો ધ્યાન રાખવો પડશે સાથે જાહેરમાં કોઇ પણ પ્રકારની કુરબાની આપતા બચવુ પડશે નહી તો કાયદાનો સકંજો તેમને ગળામાં ભરાઇ શકે છે,
સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ
પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !