અમદાવાદ
ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ !
ભાજપના રાજમાં ભાજપના યુવા નેતાને દારુ સાથે પકડતી પોલીસ
અમરાઇવાડી પોલીસે ભાજપના એક યુવા નેતાની ધરપકડ કરી, નેતા પોતાના અન્ય બે સાથી કાર્યકર્તા સાથે પકડાયા,,
તેમની પાસેથી બે પેટી ઇગ્લિશ દારુ સાથે 3.28 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે,, મહત્વની વાત એ છેકે
આ યુવા નેતાના ફોટા ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે છે,
દારુ સાથે પકડાયેલ આરોપી ભાજપનો નેતા
ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંધવી ગુજરાતમાં દારુ બંધીનો કડક અમલ કરાવવામાં માને છે,
તેઓ ગુજરાતનું યુવાધન નશાથી બર્બાદ ન થઇ જાય તે માટે તેઓ સતત ચિન્તા કરતા હોય છે,અને અધિકારીઓને પણ
કડક સૂચના આપી રાખી છેકે દારુ કે નશીલા પદાર્થ મુદ્દે કોઇનું પણ શેહ શરમ ન રાખવામાં આવે,, જો કે અમદાવાદમાં
ઉલ્ટુ ચિત્ર જોવા મળી રહ્યુ છે, અમરાઇવાડી વોર્ડના ભાજપના યુવા મોર્ચાના યુવા નેતા નશાના કારોબાર સાથે જોડાયેલા છે,,
તેવો પોલીસનો આરોપ છે, પોલીસની એફઆઇઆર પ્રમાણે માનીએ તો દલપત પરમાર, દલપત ચાવડા, સજંય પરમારને બાતમીના આધારે
પકડ્યો છે, જેઓ લોકલ સ્તરે ઇગ્લિશ દારુના ધંધો કરતા હતા, તેમની પાસેથી બે પેટી દારુ, મોબાઇલ ફોન અને એક દ્વીચક્રીય વાહન કબ્જે
કરાયું છે,, પકડાયેલા ત્રણ પૈકી દલપત પરમાર ભાજપના યુવા મોર્ચાનો નેતા હોવાનુ જાણવા મળે છે,
સિનિયર નેતાઓ સાથે ફોટો
દલપત પરમારના ફેસબુક પ્રોફાઇલ જોઇએ તે તેમાં સ્પષ્ટ પણે ભાજપ સાથે સકંળાયેલા હોવાનુ જોવા મળે છે, તેઓ
ભાજપના સિનિયર નેતાઓ સાથે ફોટા જોવા મળે છે, જે બતાવે છે કે તેમના આવા નેતાઓ સાથે અંગત ઘરોબો હોવાનુ જણાય છે
દલપત પરમારના ફોટા અમદાવાદના પુર્વ મેયર અને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિતભાઇ શાહ,,ગૃહ રાજ્ય પ્રધાન
હર્ષ સંધવી સાથે પણ છે, ખાસ કરીને દલપત પરમારના ફેસબુક ઉપર ભાજપના ટોચના નેતાઓના પ્રચાર કરતા ફોટા મુકાયા છે
પણ એનુ મતબલ એવુ નથી કે આ નેતાઓને દલપત પરમાર ઇંગ્લિશ દારુ પહોચાડતા હશે, કારણ કે આ નેતાઓની ઇમેજ
ક્લીન છે,, જેથી કોઇ આરોપ લગાવી ન શકે,,
ગુજરાતમાં દારુ માટે કોણ જવાબદાર
ગુજરાતની તમામ સરહદો ઉપર પોલીસ ચાંપતો બંદોબસ્ત રાખે છે,અન્ય રાજ્યોમાંથી આવતા વાહનોની ચુસ્ત પણે તપાસ કરાતી હોય છે
ગુજરાતમાં દારુની કોઇ ફેક્ટરી નથી ,, મતલબ એ થાય છેકે આ દારુ અન્ય રાજ્યોમાંથી આવે છે, અને સરહદ સંભાળવાની જે પોલીસ
અધિકારીઓની આવે છે,તેવા જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઇની નાક નિચેથી દારુ ગુજરાતના અમદાવાદ સુધી પહોચે છે, એટલું જ
નહી આ દારુને ભાજપ યુવા મોર્ચાના યુવાઓ નેતાઓ ગુજરાતના યુવાધન સુધી પહોચાડીને કાળી કમાણી કરે છે,, અને ગુજરાતનો યુવાધન
બર્બાદ થાય છે,,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !
ખર્ચાઓને પહોચી વળવા દારુ વેચવાના રવાડે !
દલપત પરમાર તો માત્ર મોહરુ છે,તેની પાછળ અનેક મોટા માથાઓ હશે જેના ઇશારે દારુ અમદાવાદ સુધી પહોચ્યો,, પણ સવાલ થાય છે કે
દલપત પરમાર જેવા યુવા નેતાઓને દારુ વેચવાની જરુર કેમ પડે છે,, સુત્રો કહે છે કે આવા યુવાઓ બેરોજગાર હોય છે, કોઇ પણ રાજકીય
પક્ષમાં તેઓ જોડાય તો તેમને સ્થાનિક સ્તરે બાઇક રેલી, રાજકીય કાર્યક્રમો કરવાના હોય છે,જેમાં રાજકીય પાર્ટીઓ કાર્યકર્તાઓને કોઇ
પગાર કે માનદ વેતન આપતું નથી, તેવી સ્થિતિમાં કાર્યકર્તાઓને ઘર પણ ચલાવવાનુ હોય છે અને રાજકીય કાર્યક્રમો કરીને પોતાના
નેતાના નજરમાં મોટુ બનવાનું હોયછે, આવી સ્થિતિમાં આવા યુવા કાર્યકર્તાઓ શોર્ટ કટ અપનાવતા હોય છે, જેમાં તેઓ ખોટા રસ્તે
ચઢીને પૈસા કમાતા હોય છે,, જે આખરે યુવા નેતા સહિત તેના પરિવારને આર્થિક અને સામાજીક રીતે બર્બાદ કરી નાખે છે,