ડો હસમુખ સોની ના ટ્રસ્ટ દ્વારા પીએમ મોદી ના જન્મદિન ની કરાઈ ઉજવણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન નિમિતે ઓજસ ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા રખિયાલ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઉજવણી કરાઈ હતી.જે અંગે ડો હસમુખ સોની એ કહ્યું હતું કે બાપુનગર વિધાનસભા માં સરસપુર રખિયાલ વોર્ડ માં આવેલ તમામ આંગણવાડી ના કાર્યકર ,હેલ્પર બહેનો ,તબીબો ,આશા વર્કર અને સામાજિક કાર્યકર્તાઓ નું સન્માન કરાયું હતું આ ઉપરાંત તેઓ એ જાહેરાત કરી હતી કે આંગણવાડી ની તમામ બહેનો ની સારવાર ઓજસ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે તેમજ આંગણવાડી ના 5હજાર થી વધુ બાળકો ને નિઃશુલ્ક હેલ્થ કાર્ડ આપવામાં આવશે
જેમાં તપાસ દરમ્યાન ગંભીર પ્રકાર ની બીમારી ધરાવતા બાળકો માટે પણ અલગ થી વ્યવસ્થા કરવામાં આવશે આ કાર્યક્રમ માં સંસદ સભ્ય હસમુખ પટેલ ,મ્યુનિસિપલ ભાજપ ના નેતા ભાસ્કર ભટ્ટ ,સરસપુર વોર્ડ ભાજપ ના કોર્પોરેટર દિનેશ કુશવાહ મંજુલાબેન ઠાકોર ,ઉપરાંત ધીરુભાઈ બારોટ ,લાલાભાઇ બારોટ ,જયેશ બારોટ ,ડી સી પરમાર ,મુકેશ પરમાર સહીત મોટી સંખ્યા માં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નોંધનીય છે કે બાપુનગર વિધાનસભા બેઠક માટે ડો હસમુખ સોની મજબૂત દાવેદાર માનવા માં આવે છે તેઓ હાલ ગુજરાત આર્યુવેદીક બોર્ડ ના ચેરમેન ઉપરાંત ભારત સરકાર ની કોર ટિમ ના સભ્ય છે આ બેઠક પર વર્ષ 2012 થી ભાજપ હિન્દી ભાષી ને ટિકિટ આપતું આવ્યું છે