રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 83 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વેધર વોચ ગ્રુપની બેઠકમાં રાજ્યમાં ખરીફ પાક વાવેતર, જળાશયોની સ્થિતિ, વરસાદની આગાહી વિશે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં આ વર્ષે સારા વરસાદના પરિણામે ખરીફ પાકનું વાવેતર વધ્યુ છે. જળાશયોની સ્થિતિ જોઈએ તો કુલ 102 જળાશય હાઈ એલર્ટ પર અને 23 એલર્ટ પર છે.
હવામાન વિભાગના નિયામકના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે જ્યારે અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
– રાજ્યમાં સારું ચોમાસું રહેતા ખરીફ પાકના વાવેતરમાં થયો વધારો
– ચાલુ વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં અંદાજીત 83,23,220 હેક્ટરમાં વાવેતર
– ગતવર્ષની સરખામણીને વધુ ખરીફ પાકોનું વાવેતર
– આગામી પાંચ દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી
– અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
– સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે યોજાઈ વેધર વોચ ગ્રુપની બેઠક
– રાજ્યમાં કુલ 102 જળાશય હાઇ એલર્ટ ૫ર, કુલ 23 જળાશય એલર્ટ પર
FEED LINK : https://wsi.li/dl/DfHJdrQQCLyMZDRD3/