વર્ષ 2015ના IAS ટોપર ટીના ડાબી (IAS Tina Dabi) ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તેમણે સોમવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમની સગાઈની તસવીરો અપલોડ કરીને તેમના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. જણાવી દઈએ કે IAS ટીના ડાબીએ 2013 બેચના IAS ઓફિસર પ્રદીપ ગાવંડે સાથે સગાઈ કરી લીધી છે. ટીના ડાબી તેમની સગાઈની તસવીરોમાં ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયેલી તસવીરોમાં IAS ટીના ડાબીએ લાલ રંગની સાડી પહેરેલી છે અને તેમના મંગેતર પ્રદીપ ગાવંડે લાલ કુર્તો પહેરેલા જોવા મળી રહ્યા છે. IAS પ્રદીપ ગાવંડેએ પણ સગાઈની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. તસવીરોમાં બંને એકબીજાનો હાથ પકડેલા જોવા મળે છે
ટીના ડાબીના ભાવિ પતિ પ્રદીપ ગાવંડે રાજસ્થાન કેડરના 2013 બેચના IAS અધિકારી છે. હાલમાં તેઓ પુરાતત્વ અને સંગ્રહાલયના ડાયરેક્ટરના પદ પર છે. તમને જણાવી દઈએ કે, ટીના ડાબી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત બ્યૂરોક્રેટમાંથી એક છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 1.4 મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે.
આ પહેલા ટીના ડાબીએ વર્ષ 2018માં આઈએએસ અતહર ખાન સાથે લગ્ન કરીને હેડલાઈન્સ બનાવી હતી. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને વર્ષ 2020માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા. ટીના ડાબીએ 2015માં પહેલીવાર UPSCમાં ટોપ કરીને હેડલાઇન્સ બનાવી હતી, ત્યારપછી તેનો ટ્રેન્ડ ચાલુ રહ્યો.