માઈગ્રેનથી પિડીતા લોકોએ ઉનાળામાં રાખવી આ સાવચેતી
માઈગ્રેનની સમસ્યા એવી છે કે જેમાં વ્યક્તિને અસહ્ય દુખાવો થાય છે. ઉનાળામાં આ તકલીફ વારંવાર થાય છે. તેનું કારણ છે કે આ સમય દરમિયાન ખોરાકમાં ફેરફાર થાય છે અને તાપમાન પણ વધારે હોય છે. તેવામાં માઈગ્રેનના દર્દીઓએ ઉનાળામાં કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
– તાપમાન વધારે હોવાથી શરીરમાં પાણીની ખામી સર્જાય છે તેના કારણે પણ માથાનો દુખાવો વધે છે.
– આ સમય દરમિયાન તળેલા અને મસાલેદાર ખોરાક લેવાથી પણ માથાનો દુખાવો થાય છે.
– લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાથી પણ માથાનો દુખાવો થાય છે.
– બહાર પણ જવાનું થાય ત્યારે પુરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું અને તડકાથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા કરવી. શક્ય હોય તો તડકામાં બહાર જવું જ નહીં.