ગુજરાત

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

Published

on

સુરતમાં ચંદ્રકાંત પાટીલના શક્તિ પ્રદર્શનથી લોકો રહ્યા દુર- વિડીયો થયો વાયરલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે..
ત્યારે વન ડે વન ડિસ્ટ્રીક યોજના હેઠળ ભાજપે શક્તિ પ્રદર્શન કરવા માટે સુરત જિલ્લાના કડોદરામાં કાર્યક્રમનુ આયોજન કર્યું,
જેમાં પ્રદેશ ભાજપની સમગ્ર ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી,, અદાજ હતો કે કમ સે કમ 40થી 50 હજાર કાર્યક્રરો અને નાગરિકો
ઉપસ્થિત રહશે,ભીડ મેનેજ કરવાની જવાબદારી પણ ચંદ્રકાંત પાટીલના ખાસ માનાતા અને સુરત જિલ્લા ભાજપના પ્રમુખ
સંદીપ પટેલને સોપાઇ હતી, ભીડ માટે વિશાળ મંડપ બાધવામાં આવ્યો હતો, અને પાછળના નાગરિકો કાર્યક્રમ જોઇ શકે તેમના માટે
અલગથી વિશાળ એલઇડી પણ લગાવાઇ હતી, ભીડ આવે તેમના માટે પ્રોપર પ્લાનિગં અને મહેનત પણ કરાઇ હતી
,,પણ ગરમીએ તેમના પ્લાન ઉપર પાણી ફેરવી દીધુ,, ધાર્યા કરતા ખુબ ઓછી ભીડ આવી,

આમ હવે ઇજ્જત બચાવવા માટે જે પણ કાર્યકર્તાઓ આવ્યા હતા તેમને આગળ બેસાડી દેવામાં આવ્યા,
અંદાજ કરતા ખુબ ઓછી ભીડ થઇ,, જેમને આગળ બેસાડી દેવામાં આવ્યા,
જ્યારે પાછળની ખુર્સીઓ ખાલી રહી,, જ્યારે ચંદ્રકાંત પાટીલનુ ભાષણ શરુ થયુ, ત્યારે પણ પાછળની હજારો ખુર્સીઓ ખાલી રહી ત્યારે
કેટલાક ઉત્સાહિત લોકોએ અથવા એમ કહીએ કે વિરોધીઓએ વિડોયો પણ બનાવી લીધા અને સોશિયલ મિડીયામાં વાયરલ પણ કરી દીધો
પણ સ્થાનિક ભાજપ આના માટે ચંદ્રકાંત પાટીલને નહી પણ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ પટેલને જવાબદાર ગણી રહ્યો છે
આગામી દિવસોમાં સંદીપ પટેલ વિધાનસભા સીટના દાવેદાર છે, ત્યારે આ ઘટનાથી તેમની દાવેદારી કમજોર થશે,

ત્યારે સુત્રો માને છે કે આ ઘટના સંદીપ પટેલ માટે નહી પણ ચંદ્રકાંત પાટીલ માટે અપસેટ છે,,કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેમનો પ્રભાવ
માનવામાં આવે છે, એવા સંજોગોમાં જો પુરતી ભીડ સ્થાનિક સંગઠન એકત્ર નહી કરી શકે તો પછી મતો કઇ રીતે આપવી શકશે,,અને ભાજપની
લોકપ્રિયતા કઇ રીતે જાળવી શકશે, જેની નોધ પણ પ્રદેશ કક્ષાએ લેવાઇ છે,

આમાં જે વિડીયો પંચાત ટીવીને મળ્યો છે,તેની પુષ્ટી પંચાત ટીવી નથી કરતું,, આ કોઇ દર્શક પાસેથી અમને આ વિડીયો મળ્યો છે, જેના આધારે યુટ્યુબ અને અમારી વેબ સાઇટ ઉપર સ્ટોરી મુકાઇ છે,

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version