ગાંધીનગર

તમામ જાતિ ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીને પોતાની પહેલી પસંદગીની પાર્ટી માની ચૂક્યા છે: ઇસુદાન ગઢવી

Published

on

લોક સેવાનું કામ કરતા માણસાના પ્રખ્યાત ડો.રાકેશ કે. ગોસ્વામી આમ આદમી પાર્ટીમાં જોડાયા.

વ્યવસાયે ડોક્ટર એવા રાકેશભાઇ ગોસ્વામી લોકોની મફ્ત સારવાર કરી જનસેવા કરે છે: ઇસુદાન ગઢવી

ડો.રાકેશ ગોસ્વામી અરવિંદ કેજરીવાલના કામોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા: ઇસુદાન ગઢવી

જનતાની સેવા કરવા આજે ઈમાનદાર અને સેવાભાવી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇસુદાન ગઢવી

તમામ જાતિ ધર્મના લોકો આજે આમ આદમી પાર્ટીને પોતાની પહેલી પસંદગીની પાર્ટી માની ચૂક્યા છે: ઇસુદાન ગઢવી

Advertisement

2022ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં અવશ્ય ઐતિહાસિક બદલાવ લાવશે: ઇસુદાન ગઢવી

જનતાને વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એ જેવા શાનદાર કામો દિલ્હીમાં કર્યા તેવા જ ગુજરાતમાં પણ કરવામાં આવશે: ઇસુદાન ગઢવી

 

જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ છે ત્યારથી ગુજરાતમાં મુદ્દાની રાજનીતિ શરૂ થઈ છે. આજે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ એક એવી પાર્ટી છે જે શિક્ષા વ્યવસ્થા, આરોગ્ય વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભ્રષ્ટાચાર મુક્ત શાસન જેવા જનકલ્યાણકારી મુદ્દા ઉપર આગળ વધી રહી છે. આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં શાનદાર કામો કર્યા છે અને ગુજરાતના લોકો પણ ઇચ્છી રહ્યા છે કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બને અને દિલ્હી અને પંજાબ જેવા કામો ગુજરાતમાં પણ થાય. એટલા માટે જ આજે સમગ્ર ગુજરાતના સેવાભાવી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે ગુજરાત ભરમાંથી અલગ અલગ સમાજના તથા અલગ અલગ વર્ગના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે દિવસ રાત કામ કરી રહ્યા છે.

આજે સેવાભાવી લોકોની યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. માણસાના પ્રખ્યાત અને સેવાભાવી ડૉ. રાકેશભાઈ ગોસ્વામી આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીના હાથે ટોપી અને ખેસ પહેરીને ડૉ.રાકેશભાઈ ગોસ્વામી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ડૉ.રાકેશભાઈ ગોસ્વામી MBBS અને એમ.ડીની ડિગ્રી ધરાવે છે. ડૉ.રાકેશભાઈ ગોસ્વામી દશનામ ગોસ્વામી સમાજ તથા જાયન્ટ ગ્રુપના પ્રમુખ છે. ડૉ.રાકેશભાઈ ગોસ્વામી વર્ષોથી ફ્રી મેડિકલ કેમ્પ, મફતમાં અનાજ વિતરણ વૃક્ષારોપણ તથા ગરીબોની સેવાના કામ કરી ચૂક્યા છે. ડૉ.રાકેશભાઈ ગોસ્વામી કોરોના કાળ દરમિયાન પણ દિવસ રાત લોકોની સેવા કરી ચૂક્યા છે. ડૉ.રાકેશભાઈ ગોસ્વામી અરવિંદ કેજરીવાલના કામોથી તથા તેમની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

Advertisement

જે રાજ્યમાં 27 વર્ષથી સરકાર બદલાઈ જ નથી તે રાજ્યમાં પણ અરવિંદ કેજરીવાલએ પોતાનું પ્રભુત્વ બનાવ્યું છે કેમ કે અરવિંદ કેજરીવાલએ હંમેશા પોતાના પહેલા જનહિતના કાર્યોને જરૂરી સમજ્યા છે. અરવિંદ કેજરીવાલએ દિલ્હી અને પંજાબમાં જે કામ કરી બતાવ્યા છે તે ગુજરાતમાં પણ શક્ય છે તેના માટે તેમણે ગુજરાતની જનતાને દરેક ક્ષેત્રમાં ગેરંટી ની ભેટ આપી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ 300 યુનીટ મફત વીજળી, મફતમાં સારું શિક્ષણ અને આરોગ્ય, બેરોજગારોને રોજગાર, વેપારીઓ માટે ભયમુક્ત માહોલ, મહિલાઓને દર મહિને ₹1,000 સન્માન રાશિ, ખેડૂતો, સરપંચ અને આદિવાસી સમાજ માટે વિશેષ ગેરંટી, ભ્રષ્ટાચાર મુક્ત શાસન એમ લોકતંત્ર જળવાઈ રહે અને જનતાની પોતાની સરકાર બને એવી ભેટ ગેરંટી રૂપે અરવિંદ કેજરીવાલએ ગુજરાતની જનતાને આપી છે. ગુજરાતની જનતાએ આ ગેરંટીઓનો સહર્ષ સ્વીકાર કર્યો છે.

ડોર ટુ ડોર ગેરંટી રજીસ્ટ્રેશન કેમ્પેઇનના માધ્યમથી આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી ‘આપ’ની વિચારધારા પહોંચાડવાનો સફળ પ્રયાસ કરી રહી છે. જેના કારણે લોકો અરવિંદ કેજરીવાલની જનતાના મુદ્દાઓનો ઉકેલ લાવવાની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે તથા દરેક વર્ગ અને સમાજના ઇમાનદાર અને સેવાભાવી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આવનારી 2022ની વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં અવશ્ય ઐતિહાસિક બદલાવ લાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version