પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીની આગેવાની હેઠળ નર્મદા જિલ્લામાં ‘આપ’ દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો.
પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલ એ આપેલી ગેરંટીનું પત્રિકા વિતરણ કર્યું.
’આપ’ દ્વારા 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ખાતે આપનો ‘જન સંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે: અમન શેર સિંહ શૈરી કલસી
આમ આદમી પાર્ટી, એ દેશના ભ્રષ્ટાચાર સામે એક વિકલ્પ છે: અમન શેર સિંહ શૈરી કલસી
ગુજરાતના આદિવાસી સમાજના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટી સાથે છે: અમન શેર સિંહ શૈરી કલસી
આદિવાસીઓ અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે: મનોજ સોરઠીયા
આમ આદમી પાર્ટી દ્વારા અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ માટે જનસંવાદ કાર્યક્રમના માધ્યમથી 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ખાતે કર્યો ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આમ આદમી પાર્ટીના પંજાબ સરકારના યુવા ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીની અધ્યક્ષતામાં સફળ કરવામાં આવ્યો. જેમાં અમન શેર સિંહ શૈરી કલસીજી સાથે ડેડીયાપાડા અને સાગબારા ક્ષેત્રના આદિવાસીઓ, દલિત અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ તથા વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમના સ્વાગત ભાષણમાં ડૉ.દયારામ વસાવાએ સામેલ થયેલા લોકોને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની મજબૂત સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે લાખોની સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને હું જોઈ રહ્યો છું કે ગુજરાતના આદિવાસીઓમાં પરિવર્તનની એક લહેર જોવા મળી રહી છે. આદિવાસીઓ અને બીજા પણ અન્ય સમાજના લોકો અરવિંદ કેજરીવાલની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે.
પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજીએ જનતાને સંબોધતા કહ્યું કે, આમ આદમી પાર્ટી, એ દેશના ભ્રષ્ટાચાર સામે એક વિકલ્પ છે. ગુજરાતના લોકો વર્ષોથી એક વિકલ્પની શોધમાં હતા અને તે વિકલ્પ તેમને આમ આદમી પાર્ટીના રૂપે મળ્યો છે. લોકો એક આંદોલનના રૂપમાં પરિવર્તન માટે લડવા તૈયાર છે. ગુજરાતના આદિવાસીઓ અરવિંદ કેજરીવાલની ગેરંટી સાથે છે. અરવિંદ કેજરીવાલની ગેરંટીઓમાં લોકો દેશનું ભવિષ્ય જોઈ રહ્યા છે.
સેલંબા ખાતેના બિરસા મુંડા સ્મારક ચોક ખાતે થયેલી જનસભામાં ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ કહ્યું કે, દેશના આદિવાસીઓ સાથે ઐતિહાસિક અન્યાય થયો છે. તેમને વિકાસમાં પાછળ ધકેલી દેવાયા છે. તેમના બંધારણીય અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યારે આદિવાસી સમાજના લોકો અરવિંદ કેજરીવાલજીની ગેરંટીઓ સાથે વિશ્વાસથી જોડાઈ રહ્યા છે. આજે આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓ કથડી ગઈ છે.
પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસી સહિત ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયાએ 149 ડેડીયાપાડા વિધાનસભાના સેલંબા ગામમાં અરવિંદ કેજરીવાલ એ આપેલી ગેરંટીનું પત્રિકા વિતરણ કર્યું.
આ મહત્વપૂર્ણ ડોર ટુ ડોર સંપર્ક કાર્યક્રમમાં પંજાબના ધારાસભ્ય અમન શેર સિંહ શૈરી કલસીજી સાથે ‘આપ’ ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠીયા, આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ડેડીયાપાડા પાર્ટી પ્રમુખ રાજેશભાઈ વસાવા, જોઇન્ટ સેક્રેટરી એસ.ટી. સેલ કિરણ વસાવા, એડવોકેટ હરિસિંહ વસાવા, ચેતરભાઇ વસાવા વગેરે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.