અમદાવાદ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ માં કોના વારસદાર ને પ્રમુખપદ મળતા કોણે પરિવારવાદ ગણાવ્યો
તેઓએ એલિસ બ્રિજ વિધાનસભા બેઠક માટે દાવેદાર માનવામાં આવે છે, તેઓ વડા પ્રધાન નરેન્દ્રમોદીના વિશ્વાસુ ઉદ્યોગપતિ ગણાય છે, સુત્રોની વાત માનીએ તો કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વાસુ અજય પટેલને
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટણી લડાવવામાં પણ પુર્વ પ્રમુખ શૈલેષ પટવારીનું ભેજુ હોવાનુ માનવામાં આવે છે, જીએસસીના ચેરમેન અજય પટેલની એન્ટ્રી બાદ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના
તમામ હોદ્દેદારોની ચૂંટણી બિન હરિફ જાહેર થઇ છે, પથિક શૈલષ પટવારીની નિમણુંક પ્રમુખ તરીકે એક વરસ માટે થઇ છે, ત્યારે તેમના અનુગામી તરીકે આગામી સમયમાં અજય ભાઇ પટેલ ચેમ્બરના પ્રમુખ બનશે,
કર્ણાવતી કલબ ખાતે મળેલી બેઠકમાં પથિક પટવારી અને તેમની ટીમના નામોની જાહેરાત કરાઇ છે,
જેની સાથે જ આમ આદમી પાર્ટી ના ગુજરાત ના ખજાનચી અને સીએ કૈલાશ ગઢવી એ સોશિયલ મીડિયા માં પોસ્ટ કરી છે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ના નવા પ્રમુખ પ્રથિક પટવારી ને અભિનંદન પાઠવ્યા છે સાથે સાથે કોમેન્ટ કરી છે કે હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ પરિવારવાદ ને સ્વીકારી લીધો છે આ પોસ્ટ ને લાયક ઘણા બધા હતા
ત્યારે નોંધનીય છે જે પ્રકારે રાજનીતિ માં દરેક નેતા પોતાના વારસદાર ને આગળ ધપાવવા માંગતો હોય છે અને સફળ પણ ઘણા નેતાઓ થયા છે જે જોઈ શકાય છે જોકે રાજનીતિ અને વેપાર બન્ને માં મોટો ફર્ક છે વેપાર માં વારસદાર ને સીધેસીધું મળી જતું નથી એ માટે વેપારી હોય કે તેનો પરિવારે અથાગ પ્રયાસો કરવા પડતા હોય છે ત્યારે એ પરિવાર વેપાર માં સફળ થતો હોય છ ..કે યોગ્ય સ્થાન મેળવી શકતો હોય છે
અમદાવાદ પોલીસ કમિશ્રનર સહિત અનેક અધિકારીઓની કેમ થઇ શકે છે બદલી