ઇન્ડિયા

મહારાષ્ટ્રમાં ઓન લાઇન પોર્ટલ બન્યા બેફામ પ્રિસ્ક્રિપશન વિના ગર્ભપાતની દવાઓનું ઓનલાઈન વેચાણ

Published

on

મહારાષ્ટ્રમાં ઓન લાઇન પોર્ટલ બન્યા બેફામ પ્રિસ્ક્રિપશન વિના ગર્ભપાતની દવાઓનું ઓનલાઈન વેચાણ

– ઓનલાઈન પોર્ટલ્સ એફડીએના રડાર પર

– ગર્ભપાત માટે એમટીપી કિટ અને ગોળીઓ નિષ્ણાંતની ભલામણથી જ વેંચી શકાય

રાજ્યના ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)એ ઓનલાઈન પોર્ટલ સામે ગર્ભપાતની કિટ પ્રિસ્ક્રિપશન વિના વેચવા માટે એફઆઈઆર નોંધી છે.

પ્રશાસનના અધિકારીઓએ મુંબઈ, થાણે, કોલ્હાપુર, જળગાવ, નાગપુર જેવા સ્થળોથી વેબ પોર્ટલ પર ગર્ભપાતની દવાઓનો ઓર્ડર આપ્યો હતો. તેમની માગણી ડોકટરના પ્રિસ્ક્રિપશન વિના સ્વીકારવામાં આવી હતી. મુંબઈ ખાતે ૯, થાણે ૩, કોલ્હાપુર ૧, જળગાવ ૧, નાગપુર ૧ અને ઔરંગાબાદ ખાતે ૧ એવી કુલ ૧૬ એમટીપી કિટ કુરીઅર દ્વારા મળી હતી. આ કિટ વિખ્યાત ફાર્મા કંપનીઓની હતી. આ એમટીપી કિટ વારાણસી, આગ્રા, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સ્થિત પૂરવઠાકારોેએ મોકલી હતી.

Advertisement

ઈન્ટરનેટ દ્વારા એક વિખ્યાત ઓનલાઈન પોર્ટલ પર ગર્ભપાત માટે વાપરવામાં આવતી દવાનું નિયમથી વિરુદ્ધ પધ્ધતિ દ્વારા વેચાણ થતુ હોવાની માહિતી પ્રશાસનને મળી હતી. એની ચકાસણી કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં એફડીએના અધિકારીઓ દ્વારા આ ઓનલાઈન વેચાણ પોર્ટલ પર વિના પ્રિસ્ક્રિપશન ગર્ભપાતની દવાઓનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આવા પોર્ટલના હોમ પેજ પર દવાઓ અથવા તો એમટીપી કિટ કે તેની દવાઓ મળતી હોવાનો ઉલ્લેખ નથી. પણ સર્ચમાં એમટીપી અથવા ગર્ભપાતની દવાઓ લખવાથી આવી વસ્તુઓ ઉપલબ્ધ હોવાની માહિતી મળે છે. દવાઓના વેચાણ માટે પ્રચલિત કાયદાઓનું પાલન કરવું આવશ્યક અને બંધનકારક છે. પણ આવી પોર્ટલો ભાગ્યે જ કોઈ નિયમોનું પાલન કરતી હોય છે. આ પ્રકરણે વિખ્યાત પોર્ટલો સામે ફરિયાદ દાખલ થઈ છે.

એફડીએએ જાણકારી આપી છે કે એમટીપી કિટ શેડયુલ એચ દવા છે જે માત્ર રજિસ્ટર્ડ પ્રેક્ટિશનરો જ વેંચી શકે છે. ઉપરાંત આ દવાનો ઉપયોગ નિષ્ણાંતની દેખરેખ હેઠળ કરવો જોઈએ. પણ પોર્ટલોની આવી લાપરવાહીથી નાગરિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભુ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version