ગાંધીનગર

IITEમાં ઓનલાઈન અરજી તા ૨૧/૦૫/૨૦૨૨ સુધી કરી શકાશે

Published

on

IITEમાં ઓનલાઈન અરજી તા ૨૧/૦૫/૨૦૨૨ સુધી કરી શકાશે
• આઈઆઈટીઈ અભ્યાસક્રમો અને સંલગ્ન કોલેજના બી. એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી તારીખ ૨૧/૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.

• તમામ અભ્યાસક્રમોમાં એડમિશન માટેની પ્રવેશ પરીક્ષા – ‘આઈ3ટી’ (I3T – Integrated Test for Teacher Trainee) 29 મે ના રોજ 35 કેન્દ્રો પર યોજાશે

• યુનિવર્સિટીની વેબસાઇટ www.iite.ac.in પર તારીખ ૨૧/૫/૨૦૨૨ સુધી પ્રવેશફોર્મ ભરી શકાશે. આ માટેની લિંક http://portal.iite.ac.in/admission/ છે.
ગાંધીનગર
ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (Indian Institute of Teacher Education -IITE), ગાંધીનગરના સેન્ટર ઓફ એજ્યુકેશન દ્વારા ચલાવતા B.Sc.-B.Ed. તથા B.A.-B.Ed.ના ચાર વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમો ઉપરાંત, ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ ઇનોવેટિવ M.Sc./M.A.-M.Ed., ત્રણ વર્ષના ઇન્ટિગ્રેટેડ B.Ed.-M.Ed., બે વર્ષના M.Ed. અભ્યાસક્રમો, શિક્ષણ વિદ્યાશાખામાં સંશોધનાત્મક કાર્યક્રમ Ph.D. પ્રોગ્રામ્સ તેમજ સંલગ્ન કોલેજના બી. એડ. અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ ૨૧/૫/૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે.
અહીં ઉલ્લેખનીય છેકે તારીખ ૧૫/૦૫/૨૦૨૨ ના રોજ ૪ વાગ્યા સુધીમાં કુલ ૧૦૮૧૫ અરજીઓ મળેલ છે, જે ફાળવેલ બેઠકો કરતા ત્રણ ગણી કરતા પણ વધારે છે.
આ તમામ અભ્યાસક્રમોમાં એડમિશન માટેની ‘આઈ3ટી’ (I3T – Integrated Test for Teacher Trainee) પ્રવેશ પરીક્ષા ૨૯/૫ /૨૦૨૨ ના રોજ ના રોજ 35 કેન્દ્રો પર યોજાશે . એડમિશન માટેનું પોર્ટલ http://portal.iite.ac.in/admission/ છે.

મણિનગર તોડ કાંડના આરોપી કોન્સ્ટેબલો સામે પોલીસ કેમ બની લાચાર !

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version