ગાંધીનગર
રાજ્યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી
રાજ્યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી
ધન રોકવાની લાલચમાં જ્ઞાન આજે વિદેશ ભાગી રહ્યું છે.
કોંગ્રેસના શાસનમાં સરસ્વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી,
આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે.
ચોપડીયા જ્ઞાનથી આ દેશ કે રાજ્યનો વિકાસ નહી થાય.
રાજ્યમાં દર ત્રણે એક વિદ્યાર્થી પ્રાથમિકથી માધ્યમિકમાં અને દર પાંચે એક વિદ્યાર્થી માધ્યમિકથી ઉચ્ચ શિક્ષણમાં પહોંચે છે : પરેશ ધાનાણી
આજે વિધાનસભા ગૃહમાં રાજ્યના શિક્ષણમંત્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વર્ષ-ર૦૦૯માં આ મુળ બિલ વિધાનસભામાં પસાર થયું ત્યારે ખાનગી અને અર્ધ સરકારી સંસ્થાઓને ખાનગી યુવિનર્સિટીનો દરજજો આપવા માટે લવાયું હતું. વર્ષ-ર૦૦૯થી ર૦રર સુધીમાં ભાજપ સરકારે માત્ર ૧૪ વર્ષના ગાળામાં આજ વિધેયકમાં ૧૬ વખત સુધારા કરવા મજબુર શા માટે બનવું પડયું છે ? ૧૬મી વખતનો સુધારો ૧૧ જેટલી સંસ્થાઓને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે સરકાર લાવી છે. દરેક સુધારામાં ખાનગી યુનિવર્સિટીનું નામ, સરનામું બદલવા કે નવી સંસ્થાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે વારંવાર આવા સુધારા કરવા પડે છે. આપણે કાયદા ઘડનારા છીએ. કાયદાનો અમલ કરાવવાની જવાબદારી વિભાગની હોય છે. આ કાર્યપાલિકાનું કામ વિધાનસભાએ હાથમાં લેવું ન જોઈએ. એક વખત મોટો સુધારો કરો તો વારંવાર સુધારા કરવાની જરૂર નહીં પડે. એક નીતિ નકકી કરીને કાયદો ઘડીએ, તેના ધારા-ધોરણો ઘડીએ અને તેનું પાલન કરવાની જવાબદારી કાર્યપાલિકાને સોંપી દઈએ તો સમગ્ર ગુજરાતમાં ધારા-ધોરણો અને કાયદાને પરિપૂર્ણ કરતી કોઈપણ સંસ્થાઓને યુનિવર્સિટીનો દરજ્જો મેળવવા મોકળું મેદાન મળશે.
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
સત્તામાં બેઠેલાઓ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ૬૦ વર્ષમાં કોંગ્રેસે કંઈ જ કર્યુ નથી. તેઓને આકરો જવાબ આપતાં શ્રી ધાનાણીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતનો પાયો નંખાયો ત્યારથી આજ સુધીમાં તમામ લોકો કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના પ્રધાનમંત્રીએ પણ કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં શિક્ષણ લીધું હશે તેમજ કેટલાય ઉદ્યોગપતિઓ, ડોકટરો, એન્જીનીયરો, વૈજ્ઞાનિકો વગેરે લોકોએ કોંગ્રેસના શાસનમાં બનેલી શાળામાં જ અભ્યાસ કર્યો હશે. કોંગ્રેસના શાસનમાં સરસ્વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી, આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે. આજે સમયની જરૂરિયાત પ્રમાણે સૌને સસ્તું, સરળતાથી અને સંસ્કારી શિક્ષણ મળવું જોઈએ. ગુણવત્તાયુકત શિક્ષણ મળે, જ્ઞાનવર્ધક શિક્ષણ મળે, ચોપડીયા જ્ઞાનથી દેશ કે રાજ્યનો વિકાસ નહીં થાય. રાજ્યની શાળા-કોલેજોમાં ફી નિયંત્રણ કાયદાથી યોગ્ય રીતે ફી નિયંત્રણ કરવામાં આવી હોત તો ગરીબ, પછાત, મજૂર, ખેડૂતના દીકરાઓ કે જેમની ફી ભરવાનો વેંત નથી એવા બાળકો વધુ અભ્યાસ કરી શકત, પરંતુ રાજ્યમાં અમુક ફી માફીયાઓને મોંઘી ફી વસુલવા મોકળું મેદાન મળી ગયું છે. રાજ્યમાં એફ.આર.સી. કાયદો લાગુ થયા પછી ૮પ% કરતા વધુ શાળા-કોલેજોમાં ફી વધારો કરી દેવાયો અને કરોડો રૂપિયાનું ભારણ લાખો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ઉપર પડયું. રાજ્યમાં શાળા-કોલેજોના અભાવે ગુજરાતનું ધન અન્ય રાજ્યોમાં જતું હતું, તેને રોકવા માટે ખાનગી શિક્ષણ સંસ્થાઓ ખોલવામાં આવી. સરકારે ધન રોકવાનો પ્રયાસ કર્યો પણ તે ધનને રોકવાના પ્રયાસમાં મુઠ્ઠીભર લોકોએ કમાણી કરવાના ઈરાદાથી એવી સ્થિતિ પેદા કરી કે, ધન રોકવાની લાલચમાં જ્ઞાન વિદેશગમન કરી ગયું.
છ એપ્રિલ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનુ થઇ શકે છે શક્તિ પ્રદર્શન !
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવેશોત્સવ, ગુણોત્સવ જેવા કાર્યક્રમો શરૂ કર્યા પરંતુ પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચ શિક્ષણમાં સરેરાશ ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ગત વર્ષે શાળા-કોલેજોમાં રપ% ફી માફી કરવાનો સરકાર દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ૨૫% ફી માફ કરવા તત્કાલીન શિક્ષણ મંત્રીશ્રી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ વર્ષે વિદ્યાર્થીઓને ફી માફીનો લાભ આપવામાં આવ્યો નથી. રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પાસે શાળા-કોલેજોની ફી ભરવા માટે સગવડ ન હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહે છે. રાજ્યમાં દર ૩ વિદ્યાર્થીએ ૧ વિદ્યાર્થી પ્રાથમિક શાળાથી માધ્યમિકમાં પહોંચી શકે છે, જ્યારે દર પ વિદ્યાર્થીએ ૧ વિદ્યાર્થી માધ્યમિકથી ઉચ્ચ અભ્યાસમાં પહોંચે છે. રાજ્યમાં સસ્તું અને સરળ શિક્ષણ મળે તેવી વ્યવસ્થા સરકારે ઉભી કરવી જોઈએ. ઉચ્ચ-તાંત્રિક-આરોગ્ય અને અન્ય કુશળ ક્ષેત્રના વિદ્યાર્થીઓને વિના વ્યાજે સરળતાથી ધિરાણ સરકારે ઉપલબ્ધ કરાવવું જોઈએ અને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પગાર/રોજગારની આવકમાંથી આ ધિરાણની સીધી વસુલાત કરવાની જોગવાઈ સરકારે કરવી જોઈએ.
ગુજરાતમાં હવે રાજનિતિક લડાઇ મરાઠા પાટીલ વર્સીસ ગુજરાતી પટેલ વચ્ચે બનવાના એંધાણ !