અમદાવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ નિમિત્તે શ્રમિકોને પૌષ્ટિક આહાર ની કીટ આપી સન્માન કરાયું
ક્લીનડીસ અભિયાન” નું પ્રારંભ કરીએ અન્ન નો આદર કરીએ અશ્વિની શર્મા
વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મોત્સવ નિમિત્તે સેવા પખવાડા અંતર્ગત 720 શ્રમિકોને પૌષ્ટિક આહાર ની કીટ આપી સન્માન કરાયું
ખાણીપીણી ના ક્ષેત્રમાં સ્વસ્થ
પ્રતિસ્પર્ધા ઊભી કરી આરોગ્ય લક્ષી, સ્વચ્છ ,સુઘડ વાતાવરણ, શુદ્ધ સાત્વિક પૌષ્ટિક લોકોને ના સ્વાસ્થ્યને હાની ના પહોંચાડે તેવું ભોજન આહાર પીરસે તે માટે વિવિધ 10 શ્રેણીમાં ફુડના વેપારીઓને એવોર્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા
વેપારીઓને સરળીકરણ માટે ફૂડ સેફટી લાઇસન્સ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સ્થળ ઉપર જ બધી જ જરૂરી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી
હોટલ, રેસ્ટોરન્ટ ,કેટરર્સ, ધાબા બેકરી મીઠાઈ, નમકીન ની દુકાનો ચા ની કેટલીઓમાં કામ કરનારા શ્રમિકો ના જીવનને સુરક્ષિત કરવા માટે પાંચ લાખ રૂપિયા સુધીના મેડિકલવીમા આયુષ્માન કાર્ડ માટે કેમ્પ લગાવવા મા આવ્યો અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
અમારા ખેડૂત ભાઈઓ તડકો, છાંયડો, ગરમી ,ઠંડી ની પરવા કર્યા વિના આપણા માટે સતત મહેનત કરીને ખુલ્લા ખેતરોમાં આપણા માટે અનાજ પકવે છે આપણે તેને વેડફીએ નહીં, #ક્લીનડીસ અભિયાન” નું પ્રારંભ કરીએ અન્ન નો આદર કરીએ, આવનારો સમય ખુબ વિકરાળ છે, વિશ્વમાં અનાજની તંગી સર્જાશે તેવા સમયે આપણે આ જગતના તાતની મહેનતને એડે ના જવા દઈએ આપણા ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે અન્નનો ખોટો બગાડ ન કરીએ તે માટે કટિબદ્ધ બનીએ આપણે સંકલ્પ લઈએ કે ખોટો દેખાડો નહીં કરીએ અને જરૂર પ્રમાણેની જરૂરિયાત મુજબ વાનગીઓ પ્રસંગોમાં રાખીએ
-અશ્વિની શર્મા સંગઠન મંત્રી ગુજરાત એબીવીપી
ગુજરાતના વિકાસમાં ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નો ખુબ મોટો ફાળો રહેલો છે અપાર ક્ષમતા આ ક્ષેત્રમાં ઉપલબ્ધ છે ગુજરાતના ફૂડ એન્ટરપ્રેન્યોર ની કુશળ આગતા સ્વાગતા સુપરિચિત છે, ભાજપની ગુજરાત સરકારે ખાણીપીણીના નાના-મોટા વેપારીઓ માટે અનેક યોજનાઓ બનાવી તેમના કલ્યાણ માટે કામો કર્યા છે, લાયસન્સ પ્રક્રિયા પણ એકદમ પારદર્શક કરી છે, કોવીડ દરમિયાન બંધમાં થયેલ નુકસાન ની ભરપાઈ માટે પ્રોફેશનલ ટેક્સ માફ કરવામાં આવ્યો, ઇલેક્ટ્રિસિટી બિલનું ફિક્સ ચાર્જ માફ કરવામાં આવ્યું, તેવી જ રીતે ઘણી સુવિધાઓ આપીને સરકારે આ ઉદ્યોગને મદદ કરી છે અને સતત કરતું રહેશે.
અમારા દેશી ભાખરી ,રોટલા, દાળ ઢોકળી સામે આ વિદેશી પીજા ,પાસ્તા, મેક્સીકન વામણા પડે, માં જેવી મમતાથી આપણા રેસ્ટોરન્ટ, ડાઇનિંગ હોલ, મહારાજો આપણને ઓડકાર આવે ત્યાં સુધી જમાડે છે, આપણને તૃપ્ત કરે છે-રાજમોહન મોદી ફૂડ બ્લોગર
અન્ન નો બગાડ અટકાવવા માટે હોટલ, રેસ્ટોરેન્ટ ,કેટરીંગ, ધાબા વિગેરે રાંધેલું ભોજન વધી જાય તો તેને લઈ જરૂરમંદોમાં વિતરણ કરવા માટે ની યોજના બનાવવામાં આવી જેથી કોઈ ને ભૂખ્યા ન સુવું પડે, તેમની સુધાતૃપ્ત થાય
આહાર મેનેજમેન્ટ એસોસિએશન પ્રમુખ નરેન્દ્રસિંહ પુરોહિત દ્વારા સિંધુભવન રોડ પર “અન્ન નો આદર કરો” “યુવાનોને ભારતીય ભોજન તરફ લઈ જવા”નુ સેમિનાર આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત ના મંત્રી આર.એસ.એસ પ્રચારક અશ્વિન શર્મા, પૂર્વ શ્રમ કલ્યાણ બોર્ડના ચેરમેન ડોક્ટર અનિલભાઈ પટેલ ,ઓલ ઇન્ડિયા કેટરર્સ એસોસિએશનના ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ પુરોહિત ગોરધન થાળ વાળા, ઓલ ગુજરાત મીઠાઈ એસોસિએશનના પ્રમુખ કમલેશભાઈ કંદોઈ ભોગીલાલ મૂળચંદ વાળા, જયભાઈ શર્મા ગ્વાલિયા સ્વીટ્સ, કિશોરભાઈ શેઠ ઓલ ઇન્ડિયા સ્વીટ્સ એસોસિએશનના પ્રમુખ, અખિલભાઇ શાહ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ફૂડ કમીટીના ચેરમેન, ગોપી રામજી ગુપ્તા ચેરમેન નારાયણ હાઇટ્સ, રોહિતભાઈ શર્મા સંયોજક ભાજપ ગુજરાત, અતુલભાઇ મિશ્રા સંયોજક ભાજપ ગુજરાત, જીતેન્દ્ર સિંગ ગુજરાત બેકર્સ એસોસિએશનના મહામંત્રી, દિલીપભાઈ ઠાકર ગોપી ડાઇનિંગ હોલ, કિશનસિંહ જય ભવાની વડાપાઉં,ગણપતભાઈ પટેલ મસાલા, ગેલોન્સ મિનરલ વોટર સંજયભાઈ ,હીનાબેન શાહ મહિલા ઉધમી અને ગુજરાત ભરના ખાણીપીણી ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ એસોસિએશનના પ્રમુખો કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.