શ્રીકૃષ્ણ મુદ્દે કોંગ્રેસે હવે સી આર પાટીલ વિરુધ્ધ મોર્ચો ખોલ્યો
માધવપુરના મેળાં ચંદ્રકાંત પાટીલ દ્વારા અપાયેલા નિવેદનને લઇને હવે કોંગ્રેસ વધુ આક્રમક બની છે
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોએ અમદાવાદમાં ભગવાન જગન્નાથ મદિરે પહોયીને દર્શન કર્યા,સાથે મહંત દિલિપ દાસજી સાથે મુલાકાત કરી,
જગદીશ ઠાકોરે જણાવ્યુ હતું કે હિંદુ ધર્મના પોતે ઠેકેદારો હોવાના દાવા કરતી ભાજપના પ્રદેશ અધ્યક્ષનું ધર્મ અંગેનું જ્ઞાન ગુજરાતે જોયું. ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ-બહેનને ભાજપ અધ્યક્ષે પતિ-પત્ની તરીકે દર્શાવી હિંદુ ધર્મના કરોડો અનુયાયી-ભક્તોની લાગણી દુભાવી છે. હિંદુ ભક્તોની ધાર્મિક લાગણી દુભાવવા મુદ્દે ભાજપ પ્રમુખશ સી.આર.પાટીલને સદબુદ્ધી આપે તે માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરાઇ છે આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પંકજ શાહ, બિમલ શાહ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો…ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાતમાં આપઘાત કરતા ખેડૂતો, રોજગાર માટે ભટકતા નવયુવાનો-વિરજી ઠુમ્મર
ઉલ્લેખનિય છે કે ચંદ્રકાંત પાટીલે માધવપુરના મેળામાં સરકારી કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણ અને શુભદ્રાજીના લગ્નની વાત કહીને વિવાદ છેડ્યો હતો, માધવપુરનો મેળો શ્રીકૃષ્ણ અને રુકમણીના લગન માટે પ્રસિધ્ધ છે,