સંજય દત્તની ફિલ્મ તોરબાજના ડિરેક્ટર ગિરીશ મલિકના ઘરે હોળીના દિવસે માતમ ફેલાયો હતો. તેમના 17 વર્ષના પુત્રનું મુંબઈના અંધેરીમાં તેમના ઘરના પાંચમા માળેથી પડી જવાના કારણે મૃત્યું થયું હતું. હજી સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ કોઈ અકસ્માત છે કે બાળક પોતે જ બિલ્ડીંગ પરથી કૂદી પડ્યું હતું.
બાળકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. રિપોર્ટ અનુસાર, આ બિલ્ડિંગ અંધેરી વેસ્ટમાં છે અને બાળક તેની A-વિંગમાં રહેતો હતો.
રિપોર્ટ પ્રમાણે, તે બપોરે હોળી રમવા ગયો હતો અને પછી પાછો આવ્યો ત્યારબાદ આ ઘટના બની હતી. અહેવાલો પ્રમાણે, આ દુર્ઘટના સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યું થયું હતું. ગિરીશ મલિકના પાર્ટનર પુનીત સિંહે આ મામલે તાજેતરમાં માહિતી આપી છે.
ગિરીશ મલિક બોલિવૂડના જાણીતા નિર્દેશક છે. તેમણે સંજય દત્તની ફિલ્મ તોરબાજનું દિગ્દર્શન કર્યું હતું. સંજય દત્તને આ સમાચારની જાણ થતાં જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. ગિરીશે બોલિવૂડને ‘તોરબાજ’ અને ‘જલ’ જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.