મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહીત પ્રધાનોની શપથવિધિ
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને વર્ષ 1985માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકો સાથે ભવ્ય જીત થઇ હતી જેનો રેકોર્ડ આજ દિન સુધી કોઈ તોડી શક્યું ન હતું..વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી તેઓના નેતૃત્વ માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને 127 ,વર્ષ 2007માં 117 .વર્ષ 2012માં 115 બેઠકો મળી હતી જયારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં યોજાયેલ ગુજરાત વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપ 99 બેઠકો સાથે સમેટાઈ ગઈ હતી..ત્યારે આ વખતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજાયેલ વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો છે..જે કામ નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતાને માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી ના શક્યા તે મક્કમ અને મુદ્દુ ગણાતા ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભાજપે માધવસિંહ અને કોંગ્રેસ નો સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે.ત્યારે આજે બપોરે સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રીપદના શપથ લીધા . આ સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લીધા
મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર ત્રણ મોટાં સ્ટેજ બનાવાયાં છે. આ ત્રણેય સ્ટેજ પૈકી બે સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજશે, જ્યારે એક સ્ટેજ પર સાધુ-સંતો હાજર રહેશે, તો સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા એ શપથ લીધા હતા. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
ઋષિકેશ પટેલ
કનુભાઈ દેસાઈ
રાઘવજી પટેલ
મુળુભાઈ બેરા
પુરુષોત્તમ સોલંકી
કુંવરજી બાવળિયા
ભાનુબહેન બાબરિયા
કુબેર ડિંડોર
બળવંતસિંહ રાજપૂત
હર્ષ સંઘવી
બચુ ખાબડ
જગદીશ પંચાલ
મુકેશ પટેલ
ભીખુસિંહ પરમાર
પ્રફુલ પાનસેરિયા
કુંવરજી હળપતિ
કોંગ્રેસનું ગોત્ર ધરાવતા બલવંતસિંહ રાજપૂત ,કુંવરજી બાવળીયા અને કુંવરજી હળપતિને ભુપેન્દ્ર પટેલની સરકારમાં સ્થાન મળ્યું છે.