Uncategorized
દીકરી ના આત્મહત્યા કેસ માં બીજેપી ના નેતા સહીત ટ્રસ્ટીઓ ની તપાસ કરો ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ભાજપના એક નેતાની શાળામાં બનેલી શરમજનક ઘટના અંગે વાત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર ભલે બેટી બચાવો બેટી પઢાવો જેવા નારા આપે છે પણ બીજી તરફ બનાસકાંઠા જીલ્લાના ભાભરમાં ભાજપના નેતાની સ્કૂલમાં એક દીકરી સાથે દુ:ખદ અકસ્માત થાય છે. અને તે પછી તે દીકરીનો અવાજ સાંભળવાને બદલે બધાએ તેનો અવાજ દબાવી દીધો જેના કારણે આખરે દીકરીએ આત્મહત્યા કરી લીધી. આપઘાતના 10 દિવસ બાદ પણ હજુ સુધી એકપણ ગુનેગારને જેલમાં પૂરવામાં આવ્યા નથી.
એક તરફ ગુજરાત સરકાર વારંવાર આવી વાતો કરે છે કે, ગુજરાતમાં તમામ દીકરીઓ સુરક્ષિત છે અને બીજી તરફ શાળામાં અભ્યાસ કરતી એક બાળકીને શાળાના શિક્ષક અને કેટલાક છોકરાઓ દ્વારા છેડતી કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ દર્દનાક ઘટના અંગે યુવતીએ પોલીસ થી માંડીને મામલતદાર સુધી બધુ જ જણાવ્યું હતું, પરંતુ કદાચ ભાજપના નેતાની શાળા હોવાના કારણે વહીવટી તંત્રએ બાળકીની આ બાબત પર ધ્યાન આપ્યું ન હતું અને અંતે યુવતીએ નિરાશામાં આત્મહત્યા કરી લીધી હતી. 28 જૂન 2021 ના રોજ, છોકરી ને શાળામાં તેના કપડાં ફાડીને છેડતી કરવામાં આવી અને સતત એક વર્ષ સુધી, છોકરી વારંવાર આ ઘટના વિશે પ્રશાસનને કહેતી રહી
આપના નેતા ઈસુદાન ગઢવી એ વધુ માં કહ્યું હતું કે અમે જાણવા માંગીએ છીએ કે શું ભાજપના નેતાની શાળા ના કારણે પોલીસ પ્રશાસન આરોપીઓને રક્ષણ આપી રહ્યું હતું? શું ભાજપના નેતાની શાળા હોવાના કારણે મામલો દબાવવામાં આવ્યો? અમે ગુજરાતની બેશરમ ભાજપ સરકારને પણ સવાલ કરવા માંગીએ છીએ કે શું ગુજરાતની દીકરીઓને ન્યાય મેળવવા માટે આત્મહત્યા કરવાની જરૂર પડશે? 1 વર્ષથી એક દીકરીએ પોતાના પર આચરવામાં આવેલા ગુનાની માહિતી પ્રશાસનને આપી છે તો શું વહીવટીતંત્ર બીજી કોઈ મોટી ઘટના બને અને તે પછી કાર્યવાહી કરે તેની રાહ જોઈ રહ્યું હતું? શું ભાજપના નેતાઓની શાળાઓમાં આવી રીતે ક્રૂરતા કરવામાં આવે છે? શું આ રીતે ભાજપના નેતાઓ દ્વારા શાળાઓમાં થતા ગુનાઓ દબાવવામાં આવે છે? આ પ્રશ્ન ખૂબ જ ગંભીર છે અને આ આત્મહત્યા પાછળ ગુજરાતની ભ્રષ્ટ વ્યવસ્થાને પણ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો
તેમણે ભાજપ સરકાર ને આડેહાથ લેતા કહ્યું હતું કે આપ સૌ જાણો છો કે ભાજપના નેતાઓ ચારિત્રહીન છે અને આજે આપણે આ જોયું કે તેમની શાળામાં કામ કરતા શિક્ષકો પણ ચારિત્રહીન છે, પીડિતાએ સુસાઈડ નોટમાં જણાવ્યું છે કે આ અંગે શાળાના ટ્રસ્ટીઓને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ કોર્ટ અને પોલીસને સંભાળી લેવાની વાત કરી હતી. જેના કારણે આજે એક પુત્રીએ આપઘાત કરવો પડ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે તમામ ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તે ચાહતા તો તે દીકરીને ન્યાય અપાવી શકતા હતા પરંતુ તેમને દીકરીનો સાથ આપવાની જગ્યાએ ગુનેગારોનો સાથ આપ્યો છે.
આપણે શાળાને પવિત્ર મંદિર માનીએ છીએ અને વાલીઓ તેમના બાળકોને સંપૂર્ણ વિશ્વાસ સાથે શાળાએ મોકલે છે કારણ કે ત્યાં તેમને તેમના બાળકોની સલામતીનો વિશ્વાસ છે. પરંતુ આવી ઘટનાઓથી સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ બાળકો પર પણ ખરાબ અસર થઈ છે. જો દીકરીઓ શાળાની અંદર સુરક્ષિત નથી તો વાલીઓ તેમને ભણાવવા ક્યાં મોકલશે? અવાર-નવાર એવું બને છે કે ક્યાંક કોઈ ગેરરીતિ થઈ રહી છે તો ત્યાં બીજેપી નેતાનું કોઈ કનેક્શન હોય જ છે.
કોંગ્રેસના રાષ્ટ્રિય નેતા રંગ રેલિયા મનાવતા પકડાયા-પત્નીનો હોબાળો- વિડીયો વાયરલ
આજે પીડિતાના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાની ધમકી આપી છે, અમે તે પરિવારને કહેવા માંગીએ છીએ કે તમારી દીકરીને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી તમારી સાથે ઉભી રહેશે અને તમારે કોઈ ખોટું પગલું ભરવાનું નથી કારણ કે અમે બધા તમારી દીકરીને ન્યાય અપાવા તમારી સાથે છીએ.
બનાસકાંઠાના SP અક્ષય રાજ મકવાણા લોકોના ફોન પણ ઉપાડી રહ્યા નથી. શરમજનક બાબત છે કે આજે જનતાની રક્ષા કરનારાઓને કારણે એક દીકરીએ આત્મહત્યા કરવી પડી. અમે ઇચ્છીએ છીએ કે સરકાર આ કલંકિત ઘટના પાછળ જે લોકો છે; શિક્ષકોથી માંડીને પોલીસ પ્રશાસન અને મામલતદાર સુધીના તમામ લોકો સામે કડક કાર્યવાહી કરે અને એક દાખલો બેસાડે કે જો ગુજરાતની દીકરીઓ પર અત્યાચાર થશે તો આરોપીઓને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ભાજપ સરકાર માત્ર જાહેરાતો પર ચાલતી સરકાર છે. મોટી-મોટી વાતો કરીને મોટા-મોટા પોસ્ટર બેનરો લગાવીને માત્ર તાળીઓ પાડવાનું જ ભાજપ સરકારનું કામ છે. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકારને એ વાતની જરા પણ પરવા નથી કે ગુજરાતની યુવતીઓ આવા ભયજનક વાતાવરણમાં જીવી રહી છે! સરકારને મોટી મોટી જાહેરાતો અને આરામથી સમય મળે તો ગુજરાતની દીકરીઓની સુરક્ષા પર પણ થોડું ધ્યાન આપવું જોઈએ.
આપે માંગ કરી છે કે આ મામલાને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવે જેથી પીડિતાને વહેલી તકે ન્યાય મળે.
ભાજપના કયા નેતાએ કહ્યુ હથિયાર લાવો,તારુ ઘર શોધીને તને જાનથી મારી નાખીશ !