kutchh
પોષણ અભિયાન સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શન ને સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે

પોષણ અભિયાન -સપ્ટેમ્બર માસ-૨૦૨૨
સાયરા- મોટા યક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ભવ્ય પ્રદર્શનનું આયોજન કરાશે.
સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે પ્રદર્શન ખુલ્લુ મુકાશે
સવારે ૯.૩૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જાહેર જનતા વિનામૂલ્ય
આ પ્રદર્શન અને કાર્યક્રમને માણી શકશે
કચ્છ જિલ્લાના પ્રસિદ્ધ યક્ષ મેળાનો આવતીકાલથી નખત્રાણા ખાતે પ્રારંભ થશે ચાર દિવસ ચાલનારા મોટા યક્ષના આ પ્રસિદ્ધ મેળામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારણ પ્રદર્શન એકમ અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ જન માનસમાં જનજાગૃતિ માટે પ્રારંભ કરવામાં આવશે
માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો સૌરાષ્ટ્ર ઝોન અધિકારી દેવેન્દ્રભાઈ ત્રિવેદીએ આજરોજ ભુજ ખાતે જણાવ્યું હતું કે, ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, ક્ષેત્રિય કાર્યાલય, ભુજ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરુપે કચ્છ જિલ્લાનાં નખત્રાણા તાલુકાના સાયરા – મોટાયક્ષ ખાતે ઇન્ટીગ્રેટેડ ક્મ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ ભવ્ય ફોટો પ્રદર્શન સહિત વિશેષ સરકારની યોજનાઓના જનજાગૃતિના કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં પોષણ અભિયાન (પોષણ માહ ઉજવણી સપ્ટેમ્બર ૨૦૨૨ પોષણ માસ), સ્વચ્છ ભારત અભિયાન, કોવિડ રસીકરણ અભિયાન, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન જેવા અભિયાનો અંતર્ગત વિશેષ મનોરંજનના વિવિધ માધ્યમોના કાર્યક્રમોનું આયોજન પણ કરાશે.
આઝાદીની સંઘર્ષગાથા તેમજ પ્રજા લક્ષી વિવિધ સરકારી યોજનાઓ આવરી લેતા પ્રદર્શન સહિતના આ વિશેષ કાર્યક્રમનો ઉદ્દેશ્ય લોકોમાં રાષ્ટ્રભાવનાને જાગૃત કરવાની સાથે ભારત સરકાર દ્વારા ચાલી રહેલ વિભિન્ન અભિયાનો તેમજ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડી રાષ્ટ્રીય અભિયાનોમાં જનભાગીદારી વધારવાનો છે એમ શ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમ સાથેનાં ફોટો પ્રદર્શનને કચ્છ – ભુજ નાં સાંસદ વિનોદભાઇ ચાવડાનાં હસ્તે તા.૧૧/૯/૨૦૨૨ રવિવારનાં રોજ સાંજે ૬.30 કલાકે ખુલ્લુ મુકવામાં આવશે. ચાર દિવસ ચાલનારા આ મેળામાં ભવ્ય પ્રદર્શનની સાથે જનજાગૃતિનાં સંદેશાઓને લઈને મનોરંજક નાટ્ય પ્રસ્તુતિ, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આયોજિત જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડતા વિવિધ સ્ટોલ્સ, આઝાદી ક્વીસ્ટ ગેમ મોબાઈલ એપ્લિકેશન અંગે જાણકારી, વિભિન્ન સ્પર્ધાઓ, પુરસ્કાર વિતરણ, સેલ્ફી કોર્નર જેવા વિભિન્ન કાર્યક્રમો લોક આકર્ષણનું કેન્દ્ર બનશે.
મહત્વનું છે કે મોટા યક્ષ મેળા સમિતિ અને સાયરા યક્ષ જૂથ ગ્રામ પંચાયતના સહયોગથી મોટાયક્ષ મેળામાં કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા આયોજિત થઈ રહેલ આ પ્રદર્શન તા. ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ચાર દિવસ સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખૂલ્લું રહેશે. સવારે ૯: ૩૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી ખુલ્લા રહેનારા પ્રદર્શન અને વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા સાયરા ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો અને સમગ્ર કચ્છ ભુજના રહેવાસીઓને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આ મેળામાં આ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે વિવિધ વિભાગોના સ્ટોલો તેમજ માહિતી કચેરી કચ્છ ભુજ દ્વારા વિવિધ યોજનાના પુસ્તકો અને પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવશે.
kutchh
ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે ડો.નીમાબેન આચાર્ય

ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું જરૂરી છે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી, એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના, જૈન સાત સંઘના સંયુકત ઉપક્રમે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું
આજરોજ ભુજ ખાતે ક્રાન્તિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, તપગચ્છાધિપતિ આચાર્ય મનોહરકીર્તિસાગરસૂરીશ્વરજી મહારાજા એડવાન્સ રિસર્ચ સેન્ટર ફોર જૈન સ્ટડીઝ અને ભારતીય જૈન સંઘટના શ્રી જૈન સાત સંઘ ભુજના સંયુકત ઉપક્રમે વિધાનસભા અધ્યક્ષશ્રી ડો.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને ટાઉનહોલ ખાતે પુસ્તક, પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, જૈનિઝમ પર શોર્ટ ટર્મ કોર્ષિસ શરૂ કરાયા છે તે ખરેખર અભિનંદનપાત્ર છે. આજે કોર્ષના સંદર્ભમાં સંશોધન અને અભ્યાસુઓને વધુ લાભ મળી શકે તે માટે પુસ્તકાલય અને યૂટયુબ ચેનલનું લોકાર્પણ કરાયું છે તેનાથી અભ્યાસુઓ લાભાન્વિત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સંતો અને ભંગવતો દ્વારા લાઇબ્રેરીને ૧૨ હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે તે ખુબ જ ઉપયોગી થશે. આ પુસ્તકોની જૈનિઝમની વિચારધારા,મુલ્ય અને સંસ્કારોનું જતન થશે. તેમણે ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરવું આજની જરૂરીયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજે ડીજીટલ ઇન્ડીયાનો યુગ છે. ત્યારે વડાપ્રધાન આ મુહીમને સતત પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે અહીં પણ યુટયુબ ચેનલ શરૂ કરીને ટેકનોલોજી સમન્વય કરાયો છે તે સારી બાબત છે.
આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જૈનિઝમ પર કોર્ષ સાથે આઇએએસ સ્ટીડી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનો તેનો લાભ લે તે જરૂરી છે. તેમણે પ્રાચીન ભારતના મુલ્યોને ઉજાગર કરવાની કચ્છ યુનિવર્સિટીની નેમ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે પધારેલા સંતો-ભંગવતોએ ઉપસ્થિતોને ધાર્મિક સંદેશ આપ્યો હતો. વિવિધ સંઘના આગેવાનોશ્રીનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠક્કર, સાત સંઘના પ્રમુખ સ્મીતભાઇ ઝવેરી, મેહુલભાઇ ગાંધી, હિતેશભાઇ ખંડોર, જીગરભાઇ છેડા, કમલભાઇ મહેતા, હિમંતભાઇ ખંડોર, નવીનભાઇ , વિનોદભાઇ મહેતા સહીતના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં જૈન સમાજના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.
kutchh
ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા

ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ- ડૉ. નિમાબેન આચાર્ય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા
વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા આપવામાં આવી
ભુજ શહેર ખાતે વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઈઓની સુરક્ષા વધારવા માટે સીસીટીવી કેમેરાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવણી કરી હતી.
આ પ્રસંગે અધ્યક્ષા ડો.નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, આપણે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને સુરક્ષામાં વધારો કરીએ વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લાગવાથી બહેનોની સુરક્ષામાં ખુબ જ વધારો થશે અને કોઈ પણ પ્રકાર ની સમસ્યાનું ઝડપથી નિરાકરણ થશે
આ તકે પોલીસ સ્ટાફ દ્વારા વોર્ડ નંબર પાંચના શહેરીજનો માટે સુરક્ષા માર્ગદર્શન રાખવામાં આવ્યું હતું
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરપાલિકા બાંધકામ સમિતિ ચેરમેન મનુભા જાડેજા, અગ્રણી ડો.ભાવેશભાઇ આચાર્ય વોર્ડ નંબર પાંચના નગરસેવકો વેપારી ભાઈઓ તેમજ વોર્ડ નંબર પાંચના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
kutchh
કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો
મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી
કિશોરીઓની આરોગ્ય તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપવાની સાથે વજન ઊંચાઈ અને હિમોગ્લોબિનની તપાસ પણ કરવામાં આવી
કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું
મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.
તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી ક્લબ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા અને બારોઈની કિશોરીઓનું વજન – ઉંચાઈ તથા હિમોગ્લોબીન તપાસ કરવાની સાથે તેમને ધનુર વિરોધી રસી આપવામાં આવી હતી. સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. સોહાનાબેન મિસ્ત્રી તથા ડો. પૂજાબેન કોટડીયા દ્વારા આરોગ્ય તપાસણી કરી જરૂરી દવાઓ અને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે હિમોગ્લોબિન અને રસીકરણ સી.એચ.ઓ. ખુશ્બુબેન અસારીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક ચક્ર વિશે સમજણ આપી અને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઈ જાટીયા, પ્રકાશભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ પંચાલ, સુમિત્રાબેન બલાત, કમળાબેન ફફલ તથા રોટરી ક્લબના પ્રમુખ સુનિલભાઈ વ્યાસની સાથે અતુલભાઇ પંડ્યા, બી. એમ. ગોહિલ, વિકી ગોહરાણી તથા ભુપેનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મુન્દ્રા અને બારોઈની આશા બહેનોના સહયોગથી સફળ બનાવવામાં આવ્યો હતો.
-
અમદાવાદ3 years ago
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
-
અમદાવાદ3 years ago
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
-
અમદાવાદ3 years ago
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
-
ગુજરાત3 years ago
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
-
ઇન્ડિયા3 years ago
સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવશે નરેશ પટેલ !
-
ગાંધીનગર3 years ago
ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !
-
અમદાવાદ3 years ago
કયા ધારાસભ્યની મહિલા સાથેની વિવાસ્પદ ચેટ થઇ વાયરલ !
-
અમદાવાદ3 years ago
રાજ્યમાં હવે ભેંસોના કતલ કરનારાઓને થશે પાસા- રાજ્ય પોલીસનો નવો આદેશ