વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે AMC દ્વારા નવનિર્મિત ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમનું લોકાર્પણ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ઈ-ખાતમુહૂર્ત કર્યુ. ઉપરાંત, ખોખરા વિસ્તારની મેડિકલ કૉલેજનું ‘નરેન્દ્રભાઇ મોદી મેડિકલ કૉલેજ’ તરીકે નામાભિધાન કર્યું.
રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની ૨૨,૦૦૦ સ્વસહાય જૂથોની ૨.૨૦ લાખ બહેનોને રૂ. 300 કરોડની ક્રેડિટ આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત, અમદાવાદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વસહાય જૂથની બહેનોને ક્રેડિટના ચેકનું વિતરણ કર્યું.
સ્વસહાય જૂથની બહેનો આત્મનિર્ભર બનીને પોતાના પરિવાર ઉપરાંત દેશના ઉત્કર્ષમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી બહેનોને સહાય તેમજ સરકારની તમામ યોજનાઓના લાભ સેચ્યુરેશન પોઇન્ટ એટલે કે 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચે તેનો ભગીરથ પ્રયાસ . પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આદર્યો છે.