ગાંધીનગર
ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી
અરવિંદ કેજરીવાલ માટે અડચણ ઊભી થાય એ માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે: ઈસુદાન ગઢવી
સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું કામ કરીને વિજય નાયરે પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને ગુજરાતમાં પણ તેઓ સ્ટ્રેટેજી પ્લાનર છે એટલા માટે વિજય નાયરની ધરપકડ કરી છે: ઈસુદાન ગઢવી
વિજય નાયરને શરાબ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમની પાસે કોઈ સરકારી પદ પણ નથી: ઈસુદાન ગઢવી
વિજય નાયરના ઘરે CBI બે વખત જઈ આવી અને અત્યાર સુધી તેમના ઘરેથી કશું મળ્યું નથી: ઈસુદાન ગઢવી
ભ્રષ્ટ ભાજપના કહેવાથી CBIના અધિકારીઓએ વિજય નાયરને એવી પણ ધમકી આપી કે “તમે મનીષ સિસોદિયાનું નામ આપી દો.”: ઈસુદાન ગઢવી
ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે: ઈસુદાન ગઢવી
આખા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું વર્ચસ્વ વધી રહ્યું છે એટલે ભાજપ ડરી ગયું છે: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પરેશાન થાય, બાળકોને સારું શિક્ષણ ન મળે, પેપર લીક વગર પરીક્ષા ના લેવાય, બેરોજગારો બેરોજગાર જ રહે, ખેડૂતોને પૂરતા ભાવ ના મળે અને તેઓ પાયમાલ રહે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર ન બને એટલા માટે ભાજપ અરવિંદ કેજરીવાલને રોકવા માટે અડચણ ઊભી કરી રહ્યું છે: ઈસુદાન ગઢવી
અમારામાં પણ એ શક્તિ છે કે મોદીજીના કાર્યક્રમમાં જઈને અમારા 20 લોકો ‘ચોર ચોર’ના નારા લગાવે પણ અમે એવી હલકી માનસિકતા નથી ધરાવતા: ઈસુદાન ગઢવી
મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે ભાજપ ભ્રમ ફેલાવશે, ભાજપ અત્યાચાર કરશે તેનો જવાબ મતદાન કરીને તમારે આપવાનો છે: ઈસુદાન ગઢવી
2018 માં તલાટીની પરીક્ષાના 25 લાખ ફોર્મ ભરાયા છે, કેમ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી?: ઈસુદાન ગઢવી
ભાજપના લોકો એવું નથી કહેતા કે અમે તમને શિક્ષણ અને સારું આરોગ્ય આપીશું તેઓ એમ કહે છે કે અરવિંદ કેજરીવાલજી આવા છે, ઈસુદાન ગઢવી તેવા છે: ઈસુદાન ગઢવી
પાછલા 27 વર્ષથી પ્રજાએ તો જોઈ જ લીધું છે કે 50 લાખ બેરોજગાર યુવાનો છે છતાંય એક પેપર ભાજપના લોકોથી લેવાયું નથી: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીની સરકાર હવે ગુજરાતમાં આવી રહી છે, ભ્રષ્ટ ભાજપ જઈ રહી છે, અને એટલે જ ભ્રષ્ટ ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે, કોઈ રેવડી કહે છે, તો કોઈ સમાજનું અપમાન કરી રહ્યું છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધીને જણાવ્યું કે, આજે આખા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલનું વર્ચસ્વ વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતના લોકોનો વિશ્વાસ અરવિંદ કેજરીવાલપર વધી રહ્યો છે કારણ કે અરવિંદ કેજરીવાલએ દર મહિને 300 યુનિટ મફત વીજળીની, બેરોજગારી ભથ્થાની, મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપવાની, સમયસર પેપર લેવાની અને પેપર લીક અટકાવવાની જેવી અનેક ગેરેન્ટીઓ આપી છે. અને એના કારણે ગુજરાતના દરેક લોકો અરવિંદ કેજરીવાલજી સાથે જોડાઈ રહ્યા છે. આ બધી બાબતોથી ભાજપ ડરી ગયું છે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજી પરેશાન થાય, ગુજરાતના બાળકોને સારું શિક્ષણ ન મળે, પેપર લીક વગર પરીક્ષા ના લેવાય, બેરોજગારો બેરોજગાર જ રહે, ખેડૂતોને પૂરતા ભાવના મળે, ખેડૂતો પાયમાલ રહે અને ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીની સરકાર ન બને એટલા માટે ભાજપ અરવિંદ કેજરીવાલજીને અને આમ આદમી પાર્ટીને રોકવા માટે અડચણ ઊભી કરી રહ્યું છે.
અરવિંદ કેજરીવાલ માટે અડચણ ઊભી થાય એ માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા વિજય નાયરની CBIએ ધરપકડ કરી છે. સ્ટ્રેટેજી અને પ્લાનિંગનું કામ કરીને વિજય નાયરે પંજાબમાં આમ આદમી પાર્ટીને વિજય બનાવી અને ગુજરાતમાં પણ તેઓ સ્ટ્રેટેજી પ્લાનર છે અને તેમને શરાબ કાયદા સાથે કોઈ લેવાદેવા નથી, તેમની પાસે કોઈ સરકારી પદ પણ નથી. તેમના ઘરે CBI બે વખત જઈ આવી અને અત્યાર સુધી તેમના ઘરેથી કશું મળ્યું નથી. ભ્રષ્ટ ભાજપના કહેવાથી CBIના અધિકારીઓએ વિજય નાયરને એવી પણ ધમકી આપી કે “તમે મનીષ સિસોદિયાનું નામ આપી દો.” પરંતુ વિજય નાયરે આવા કોઈ દબાણમાં આવીને મનીષ સિસોદિયાનું નામ આપ્યું નહીં. અને અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવી ન શકે, ગુજરાતના લોકોનું ભલું ન થાય, ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત ન થાય, એટલા માટે વિજય નાયરની ધરપકડ કરવામાં આવી છે. અમને પૂરો વિશ્વાસ છે કે ભ્રષ્ટ ભાજપ ગમે તેટલો CBI અને EDનો દુરુપયોગ કરે પણ આ વખત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીનો સાથ આપવાનું નક્કી કરી દીધું છે. હૉલ ન આપવો, દિવાલ ઉપર લાગેલા પોસ્ટરોને ચેકી મારવા, કોઈ જગ્યાએ આમ આદમી પાર્ટીના કાર્યકર્મો ન થાય, આવા ઘણા અત્યાચારો તેવો આમ આદમી પાર્ટીને રોકવા માટે કરી રહ્યા છે.
મને ભાજપના લોકો ઉપર હસી આવે છે કે અરવિંદ કેજરીવાલ આવે ત્યારે તેમના લોકોને મોકલીને ‘મોદી મોદી’ના નારા લગાવડાવે છે. તમે વિચાર કરજો કે અમારામાં પણ એ શક્તિ છે કે મોદીજીના કાર્યક્રમમાં જઈને અમારા 20 લોકો ‘ચોર ચોર’ના નારા લગાવે પણ અમે એવી હલકી માનસિકતા નથી ધરાવતા. આ બધા નાટકો દર્શાવે છે કે અરવિંદ કેજરીવાલજીની આમ આદમી પાર્ટીની સરકાર હવે ગુજરાતમાં આવી રહી છે, ભ્રષ્ટ ભાજપ જઈ રહી છે. અને એટલે જ ભ્રષ્ટ ભાજપના નેતાઓ બોખલાઈ ગયા છે. કોઈ રેવડી કહે છે, તો કોઈ કોઈ સમાજનું અપમાન કરી રહ્યું છે, કોઈ મજાક ઉડાડી રહ્યું છે.
ભાજપના લોકો એવું નથી કહેતા કે અમે તમને શિક્ષણ અને સારું આરોગ્ય આપીશું તેઓ એમ કહે છે કે અરવિંદ કેજરીવાલ આવા છે, ઈસુદાન ગઢવી તેવા છે, તમે જોઈ લેજો ભ્રમિત ન થતા. મારે તેમને કહેવું છે કે પાછલા 27 વર્ષથી પ્રજાએ તો જોઈ જ લીધું છે કે 50 લાખ બેરોજગાર યુવાનો છે છતાંય એક પેપર ભાજપના લોકોથી લેવાયું નથી. 2018 માં તલાટીની પરીક્ષાના 25 લાખ ફોર્મ ભરાયા છે, કેમ હજી સુધી પરીક્ષા લેવાઈ નથી? અમને ખબર જ છે કે પેપર ફૂટશે. અને એટલે જ ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ ફેબ્રુઆરીમાં અમે તલાટીની પરીક્ષા લઈશું. એટલે હું તે 25 લાખ બેરોજગાર યુવાનોને અને તેમના માતા-પિતાને કહેવા માગું છું કે આમ આદમી પાર્ટીને મત આપજો તો ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવાઈ જશે. મારી ગુજરાતની જનતાથી વિનંતી છે કે ભાજપ ભ્રમ ફેલાવશે, ભાજપ અત્યાચાર કરશે તેનો જવાબ મતદાન કરીને તમારે આપવાનો છે.