ગાંધીનગર
સૌરાષ્ટ્ર ના ક્યાં ગામો માં ભાજપ માટે નો એન્ટ્રી
સૌરાષ્ટ્ર ના ક્યાં ગામો માં ભાજપ માટે નો એન્ટ્રી
ગુજરાત વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે 27 વર્ષથી શાસન કરી રહેલા ભાજપ માટે ગઢ સાચવી રાખવાનો મોટો પડકાર છે..સરકારી કર્મચારીઓ થી લઇ સમાજ ના વિવિધ વર્ગો ભાજપ સરકારને ભીંસમાં લેવાની એકેય તક છોડતા નથી.વર્તમાન ભુપેન્દ્ર પટેલની સરકાર એક સાંધે ને તેર તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે..ગુજરાતની ભાજપ સરકાર એક આંદોલનનો ઉકેલ લાવે ને બીજા આંદોલનકારીઓ પ્રશ્નોને લઇ સરકાર સામે મેદાનમાં ઉતરી જાય છે..માલધારીઓનું પશુ નિયંત્રણ કાયદો પરત ખેંચ્યા બાદ માલધારીઓ ની નારાજગી દૂર થઇ નથી.ત્યારે હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખો જાહેર થવાની છે જેની સાથે જ સમગ્ર ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત ના રાજકીય પક્ષો વચ્ચે જંગ જામવાનો છે ત્યારે
ગીર બરડા અને આલેચ માં વસતા રબારી ભરવાડ અને ચારણ સહીત સમાજના લોકો અનુસૂચિત જન જાતિ ના અધિકારો અને તેમની પડતર માંગણીઓ ને લઇ સરકાર સામે આંદોલન કરશે…
તેઓએ એલાન કર્યું છે કે સત્તાધારી ભાજપના નેતાઓ ,ધારાસભ્યો ,સાંસદો કે પ્રધાનો કે તેમના સમર્થકો એ ગામમાં પ્રવેશ માટે બંધી લગાવી દીધી છે તેઓએ ભાજપ અને તેમના સાથીઓ ને ચેતવણી આપી છે આ ગામોમાં તમારા માટે 144 ની કલમ લગાવી દેવામાં આવી છે તેમ છતાં ગામ માં પ્રવેશ કરવાની હિમ્મત કરશો તો તમારી સાથે કંઈપણ થઇ શકે છે તેની જવાબદારી તમારી રહેશે.મહેરબાની કરી ને પાંચ વર્ષ ની મતની ભીખ માંગવા માટે આવતા નથી આ વખતે તમને ગામ ના લોકો મત ની ભીખ આપવા માંગતા નથી
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !