એલઆરડીની પરિક્ષા આપનાર બહેનો માટે નવ ચેતના મંડળે કરી વ્યવસ્થા
10મી એપ્રિલે રાજ્યભરમાં એલઆરડી પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો પરિક્ષાઓ આપવા માટે એક જિલ્લાથી
બિજા જિલ્લાઓમાં જવાના છે, ત્યારે અમદાવાદના નવ ચેતના મડંળે સર્વ સમાજની બહેનો માટે ખાસ વ્યવસ્થા કરી છે, અહી 3 હૉલ, લાયબ્રેરી, સહિત 150 લોકોને રહેવા ખાવાની વ્યવસ્થા કરાઇ છે, છેલ્લા છ મહિનાથી નવચેતના સમાજના સંચાલકો દ્વારા
ઠાકોર અને કોળી સમાજની દિકરીઓને મફતમાં એલઆરડીની પરિક્ષા માટે માર્ગ દર્શન આપવામાં આવે છે,,