ટૅક & ઑટો
Netflix, Disney+Hotstar અને Amazon Prime Videoની મેમ્બરશિપ મળશે ફ્રીમાં! અહીં જાણી લો કેવી રીતે
Netflix, Disney+Hotstar અને Amazon Prime Video એ લોકોના સૌથી વધુ પસંદગીના OTT પ્લેટફોર્મ્સમાંના એક છે પરંતુ આ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ શૉ અને મૂવીઝ જોવા માટે તેમણે સબસ્ક્રિપ્શન ફી ચૂકવવી પડે છે. આ કારણે ઘણી વખત લોકો તમામ સબસ્ક્રિપ્શન નથી ખરીદતા. આજે અમે તમને જણાવીશું કે તમે આ ત્રણ OTT એપ્સની મેમ્બરશિપ બિલકુલ ફ્રીમાં કેવી રીતે મેળવી શકો છો..
જો તમે વિચારી રહ્યા છો કે તમે ત્રણેય મુખ્ય OTT પ્લેટફોર્મ પર એક સાથે ફ્રી સબસ્ક્રિપ્શન કેવી રીતે મેળવી શકો છો, તો અમે તમને જણાવીએ કે આ માટે તમારે એરટેલ યુઝર હોવું જરૂરી છે. વાસ્તવમાં વાત એ છે કે એરટેલ એવા બે પોસ્ટપેડ પ્લાન ઓફર કરે છે જેમાં તમને Netflix, Disney + Hotstar અને Amazon Prime Videoના સબસ્ક્રિપ્શન બિલકુલ ફ્રીમાં મળશે. ચાલો જાણીએ આ પ્લાન વિશે.
એરટેલ આ પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને 150GB માસિક ડેટા, 30GB વધારાનો ડેટા અને 200GBનો રોલઓવર ડેટા આપે છે. જો તમારું નિર્ધારિત ઇન્ટરનેટ સમાપ્ત થઈ જાય, તો તમારે 2 પૈસા પ્રતિ MBના દરે ચૂકવણી કરવી પડશે. 1,199 રૂપિયાના આ પ્લાનમાં તમને દરરોજ 100 SMS અને કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોંલિંગ સુવિધા પણ આપવામાં આવશે.
TT બેનિફિટ્સની વાત કરીએ તો આ પ્લાન Airtel Thanks પ્રીમિયમ બેનિફિટ્સની સાથે આવે છે, જેમાં દર મહિને રૂ. 199નું બેઝિક Netflix સબ્સ્ક્રિપ્શન, એક વર્ષની Amazon Prime Video મેમ્બરશિપ અને રૂ. 499ની કિંમતનું એક વર્ષનું Disney+ Hotstar મોબાઇલ સબ્સ્ક્રિપ્શન સામેલ છે. આ ઉપરાંત તમને વિંક મ્યુઝિકની પ્રીમિયમ એક્સેસ, શો એકેડમીનું આજીવન સબસ્કિપ્શન અને નિયમિત વોઇસ કનેક્શન્સ માટે બે મફત એડ-ઓન્સ પણ મળશે.
Airtelનો 1,599 રૂપિયાનો Plan
1,599 રૂપિયાના આ પ્લાનમાં તમને એરટેલ તરફથી દર મહિને 250GB ઇન્ટરનેટ, 200GB રોલઓવર ડેટા અને 30GB વધારાનો ડેટા મળશે. તમને આ પ્લાનમાં તમને કોઈપણ નેટવર્ક પર વોઈસ કનેક્શનની સાથે કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઈસ કોલિંગ અને દરરોજ 100 SMSની સાથે આ પ્લાનમાં તમને ત્રણ ફ્રી એડ-ઓન રેગ્યુલર વોઈસ કનેક્શન પણ મળશે.
આ પ્લાન એરટેલ થેંક્સ પ્રીમિયમના લાભોથી પણ સજ્જ છે. તેવી જ રીતે આ પ્લાનમાં તમને દર મહિને રૂ. 199નું બેઝિક નેટફ્લિક્સ સબ્સ્ક્રિપ્શન, એક વર્ષની એમેઝોન પ્રાઇમ વિડિયો મેમ્બરશિપ અને રૂ. 499નું એક વર્ષનું ડિઝની + હોટસ્ટાર મોબાઇલ સબ્સ્ક્રિપ્શન મળે છે.