વંચિતોની કરી દરકાર, ભરોસાની ભાજપ સરકાર કનુભાઈ દેસાઈ નાણાપ્રધાન
રાજયના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિ માં પારડીની કુમાર શાળાના મેદાનમાં આયોજિત ‘ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં 35,163 જેટલા જરૂરિયાતમંદ લાભાર્થીઓને કુલ રૂ. 81 કરોડની સહાય ચૂકવી હતી.
આ પ્રસંગે સાંસદ ડૉ. કે. સી પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રમણલાલ પાટકર, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્કાબેન શાહ, પારડી તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.