ગાંધીનગર
નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !
નરેશ પટેલ હવે રાજકારણથી રહેશે દુર- કરશે સમાજ સેવા !
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ રાજકોટના એક કાર્યક્રમમાં સાથે દેખાયા, તેઓએ સાથે મિટીંગ પણ કરી છે, પણ હવે એ માની લેવાની જરરુ નથી કે નરેશ પટેલ ભાજપમાં જોડાશે,,
સુત્રોની માનીએ તો નરેશ પટેલ હવે રાજકારણમાં નહી જોડાય, તેઓએ હવે સમાજના મોભીઓની વાત માની લીધી છે, આટકોટમાં તેમને જે રીતે પીએમ નરેન્દ્રમોદીના કાર્યક્રમમાં આમંત્રણ ન આપાયુ તેનાથી
ભાજપે સ્પષ્ટ સંકેત આપીને નરેશ પટેલને સમજાવી દીધુ કે જો તેઓ કોંગ્રેસમાં જશે તો તેમના માટે કેવા પ્રકારની મુશ્કેલી ઉભી થઇ શકે છે,
ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને લઇને હમેશાથી રાજકારણ ગરમાતુ રહ્યુ છે, ચર્ચા સૌથી વધુ ત્યારે થઇ જ્યારે તેઓએ કહ્યુ કે તેઓ રાજકારણમાં આવશે, જો કે તેઓ કયા પક્ષમાં જોડાશે તેને લઇને તેઓએ કોઇ સ્પષ્ટતા કરી ન હતી
ત્યારે છેલ્લા બે મહિનાથી સતત ચર્ચાઓ થતી રહી, ક્યારેક તેમના માટે કોગ્રેસે ઓફર આપી,,તો ક્યારેક ભાજપે તેમના માટે લાલ જાજમ બિછાવી, આમ આદમી પાર્ટી તો તેમને ઘર સુધી વધાવવા જવા પણ તૈયારી દર્શાવી,,
ક્યારે કોંગ્રેસ હાઇ કમાંડ સાથે ક્યારે પ્રશાંત કિશોર સાથે બેઠકોની ચર્ચાઓ થઇ,, તો ક્યારેક ભાજપના નેતાઓ સાથે પણ ચર્ચાઓની વાત ચાલતી રહી,, છતાં નરેશ પટેલને તારીખ પે તારીખ આપતા રહ્યા,, અંતે
તેમને લઇને સસ્પેન્સ જેમ જેમ વધતુ ગયું, તેમ તેમ રોમંચ ઓછુ થતુ ગયું,,
ગુજરાત વિધાનસભાની ચૂટણી પર સંધ બનાવશે સમકક્ષ વ્યવસ્થા તંત્ર-કાર્યકર્તાઓને સોપશે સીધી જવાબદારી !
ભાજપના કાર્યકર્તાઓએ પ્રધાનોના લીધા રિમાંડ-ધારાસભ્યો કામ ન કરતા હોવાની થઇ વ્યાપક ફરિયાદ !
એમાય જ્યારે સમાજમાં સર્વે કરાવવાની વાત આવી તેમ પણ નરેશ પટેલે ક્યારેક રાજકારણમાં જવુ જોઇએ તો ક્યાંક નથી જોઇએ, પરિવારે રાજકારણમાં જવાની સમ્મતિ આપતી વાતે પણ ચર્ચાઓ જગાવી,
એક તબક્કે તો નરેશ પટેલ ત્યાં સુધી કહી દીધુ કે હુ કન્ફ્યુઝ છું,, પણ નિર્યણ જલ્દી કરીશ,,તેવામાં ભાજપના નેતા ભરત બોઘરાએ રાજકોટના આટકોટના હોસ્પિટલનુ ઉદ્ઘાટન રાખ્યુ, જેમાં પીએમ નરેન્દ્રમોદીની હાજરી હતી
આ કાર્યક્રમમાં ખોડલધામના વડા તરીકે નરેશ પટેલનું નામ આંમત્રણ પત્રિકામા ન છાપવામાં આવ્યુ,અને ન તો તેમને આમંત્રણ આપવામા આવ્યુ, આ ઘટનાને લઇને પણ વિવાદ થયો, ત્યારે ભાજપની નેતાગિરીએ નક્કી કરી દીધુ હતુ કે
નરેશ પટેલને હવે ભાજપ પક્ષ કે તેનાથી જોડાયેલા કાર્યક્રમોમાં સ્ટેજ ન આપવો,, આમ ભાજપે ઇન્ડિકેશન આપતા,, નરેશ પટેલ પણ સમજી ગયા હતા તે આનાથી ખોડલ ધામ અને તેમની પ્રતિષ્ઠાને નુકશાન થશે
પરિણામે તેઓએ નક્કી કર્યુ હવે તેઓ કમ સે કમ રાજકારણમાં નહી જાય, તેઓએ આ અંગે સીધી રીતે ભાજપ હાઇકમાન્ડ સુધી પોતાની વાત પહોચાડી દીધી કે તેઓ કોગ્રેસ કે અન્ય કોઇ પાર્ટીમાં નહી જોડાય,,તેમને માત્ર સમાજની સેવા કરવામાં
રસ છે,સમાજનું સંગઠન મજુબત બનાવવા, લોકોના વિકાસ,સમાજના ઉત્થાનમાં રસ છે, ત્યારે ભાજપે હવે સીધી તેમને પક્ષના કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમ્મતિ દર્શાવી છે, રાજકોટની આ ઘટના માત્ર ઉદાહરણ છે, હવે
અનેક કાર્યક્રમો ભાજપના થકી ગોઠવાશે જેમાં નરેશ પટેલને સ્ટેજ પણ અપાશે અને મુખ્ય અતિથી પણ બનાવાય તે નવાઇ નહી,