સી એમ પદના ઉમેદવાર તરીકે રાજકારણમાં આવી શકે છે નરેશ પટેલ !
ખોદલધામના પ્રમુખ અને સૌરાષ્ટ્રના મોટા સમાજીક આગેવાન નરેશ પટેલ હાલ ગુજરાતના રાજકારણમાં ચર્ચાના કેન્દ્રમાં છે,એક તરફ કોગ્રેસ તેમને વિધાનસભા ઇલેક્શન પહેલા પક્ષમાં જોડવા માંગે છે, જેથી સૌરાષ્ટ્ર સહિત પાટીદારોના મતો ને અંકે કરી શકે,તો બીજી તરફ ભાજપ પણ પોતાની રીતે તેમને કમ સે કમ કોગ્રેસમાં ન જોડાય તેવી અ પ્રત્યક્ષ રીતે સંકેતો આપી રહી છે, પણ નરેશ પટેલ પોતે કહી ચુક્યા છે કે સમય આવ્યે તેઓ યોગ્ય નિર્યણ કરશે તો તમને બતાવીએ કે નરેશ પટેલને લઇને કેવી સંભાવનાઓ થઇ રહી છે વ્યક્ત.
સૌથી પહેલા કોગ્રેસના સિનિયર આગેવાન નરેશ પટેલને મળ્યા એટલુ જ નહી તેઓએ નરેશ પટેલને કોગ્રેસમાં આવકારી ચુક્યા છે,
તે પછી હાર્દીક પટેલ પણ નરેશ પટેલને ખુલ્લો પત્ર લખીને કોગ્રેસમાં જોડાવા માટે કહી ચુક્યા છે, તો હવે કોગ્રેસના વધુ એક આગેવાન મનહર પટેલે નરેશ પટેલને જોડવાની તારીક નક્કી કરવા ટ્ટીટ કર્ય કર્યુ છે,
જ્યારે કોંગ્રેસ શિર નેતૃત્વે શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસમા આવકારવા માટે લાલ જાજમથી સત્કારવા તૈયાર છે,તો પછી પ્રદેશ આગેવાનોએ ખુલ્લો પત્ર લખવા કે મિડીયામા આવકારવાના નિવેદનોથી આગળ વધી શ્રી નરેશભાઇ પટેલને કોંગ્રેસ પ્રવેશ માટેની ઔપચારીકતાની તારીખની જાહેરાત કરે. @INCIndia @INCGujarat
— Manhar Patel 🇮🇳 (@manharpatelINC) March 13, 2022
કોગ્રેસ તો દ્વારકામાં મળેલી ચિન્તન શિબિરમાં પણ નરેશપટેલ માટે લાલ જાજમ બિછાવશે તેવી વાત કહી ચુકી છે, અને રાહુલ ગાંધી પણ આ મુદ્દે કહી ચુક્યા છે,પ્રદેશ કોગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પણ કહી ચુક્યા છેકે તેઓ તૈયાર છે પણ કોગ્રેસમાં ક્યારે જોડાવવુ તે નરેશ પટેલને નક્કી કરવાનુ છે, તેમનો પરિવાર કોગ્રેસ વિચાર ધારા વાળો હોવાનુ પણ કહ્યુ છે,તો સામે આરોગ્ય પ્રધાન રુષિકેશ પટેલે કહ્યુ છે કે નરેશ પટેલને કચો પક્ષ જોઇન કરવુ તે તેમની વ્યક્તિગત માન્યતા છે, પણ તેઓ સારી રીતે જાણે છે કે તેમને શુ કરવુ આમ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ નરેશ પટેલને રાજકારણમાં આવવા માટે આમંત્રણ આપી ચુકી છે,,
નરેશ પટેલનો નિર્ણય બગાડી શકે છે બીજેપીની ફોર્મ્યુલા
રાજકીય નિષ્ણાંતો માને છે કે જો નરેશ પટેલ કોગ્રેસમાં જોડાય તો ભાજપ માટે સીધી રીતે સેટબેક થાય,,કારણ કે આ વખતે ભાજપ 150 સીટો કરતા વધુ સીટો જીતવા માટે રણનિતિ બનાવી રહી છે, બુથ મેનેજમેન્ટથી માંડી સંગઠન પણ બની ગયુ છે, ત્યારે નરેશ પટેલ ભાજપની રમત બગાડી શક છે
નરેશ પટેલને કોગ્રેસ સીએમ તરીકે જાહેર કરશે તો તો જાડાઇ શકે છે
નરેશ પટેલ ભલે સામાજિક આગેવાન હોય પણ તેઓ અત્યારે સમગ્ર રાજ્યમાં અને વિદેશમાં વસતા પાટીદારોમાં સન્નાનિય ચહેરા તરીકે જાણીતા છે,જેથી તેમના નજીકના સુત્રો માને છેકે જો કોગ્રેસ હાઇકામાન્ડ તેમને સીએમ તરીકે તેમને ચહેરો અત્યારથી જાહેર કરે તો નિશ્ચિત છે તેઓ કોગ્રેસમાં જોડાઇ શકે છે,કારણ કે ભાજપ ભુપેન્દ્ર પટેલના ચહેરા ઉપર ઇલેક્શન નહી લડે તેમના માટે તો મોદીનો ચહેરોજ રહેશે,
નરેશ પટેલ વર્સીસ નરેન્દ્રમોદી થઇ શકે છે
જો કોગ્રેસ હાઇ કમાન્ડ સીએમના ચહેરા તરીકે નરેશ પટેલ માટે સમ્મતિ આપે તો નિશ્ચિચ છે કે ગુજરાતમાં થનારા આગામી વિધાનસભા ઇલેક્શનમાં નરેશ પટેલ વર્સીસ નરેન્દ્રમોદી થઇ શકે છે,જેના કારણે ભાજપને મોટુ નુકશાન થઇ શકે છે, સાથે જ 150 સીટો કરતા વધુનો સ્વપ્ન પણ તુટી શકે છે, કારણ કે નરેશ પટેલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભાજપની બાજી બગાડવાની ક્ષમતા રાખે છે,
કેજરીવાલ ગુજરાત પ્રવાસ દરમિયાન નરેશ પટેલને મળી શકે છે
પંજાબમાં જીત બાદ હવે અરવિંદ કેજરીવાલ ગુજરાત ચૂટણી ઉપર પોતાનુ ફોકસ કરવાના છે, ત્યારે પખવાડિયા પછી તેઓ ગુજરાતમાં પણ પ્રવાસ કરશે,,ત્યારે સંભાવના છે કે તેઓ નરેશ પટેલ સાથે મુલાકાત કરે અને તેમને આપ જોઇન કરવા માટે ઓફર આપે, સાથે તેઓ પણ નરેશ પટેલને સીએમ પદના ચહેરા તરીકે પ્રમોટ કરવાની ઓફર પણ આપી શકે છે,