ગાંધીનગર
દેશના પ્રથમ એવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
ગાંધીનગર ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય- શહેરના ૫૪૩ સ્વ-સહાય જુથોને રૂ. ૫૭૬.૮૦ લાખની સહાય ગૃહ રાજય મંત્રીના હસ્તે અર્પણ કરાઇ
દેશના પ્રથમ એવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી
જિલ્લાના ૪૦૦ જેટલા સખી મંડળોને રૂ. ૪૫૦ લાખ જેટલી કેશ ક્રેડિટ લોન મંજુર કરાઇ
દેશના પ્રથમ એવા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી છે. જેમના જન્મ દિવસે સામાજિક સેવાના અનેક કાર્યક્રમોનું આયોજન દેશભરમાં કરવામાં આવે છે, તેવું ગાંધીનગર ખાતે યોજાયેલ વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત સ્વ સહાય જૂથોને ચેક વિતરણ સમારંભમાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
દેશના વડાપ્રઘાનને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવીને ગૃહ રાજય મંત્રીહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, કોઇ દેશના વડાપ્રઘાન કે કોઇ રાજકીય આગેવાનનો જન્મ દિવસ હોય તો મોટા સમારંભો યોજાય છે. તેમજ ફૂલહારથી તેમનું સન્માન થતું હોય છે. દેશના આ પ્રથમ વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી છે કે, તેમના જન્મ દિવસને સમગ્ર દેશમાં જનકલ્યાણના કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે. તેમજ તેમના જન્મ દિવસે સમાજ સેવાના કાર્ય કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ગુજરાતના અનેક સ્થળો ખાતે આજે ગરીબો, મહિલાઓ અને યુવાઓના વિકાસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ન ભૂતો ન ભવિષ્ય જેવા સમાજિક સેવાનો માહોલ આજે ગુજરાતમાં ઉભો થયો છે. સમગ્ર રાજયમાં આજે અનેક જન કલ્યાણના કામો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. રાજયના સર્વે નાગરિકોના સહકાર અને સરકારના અથાગ મહેનત થકી આજે ગુજરાતની વિકાસની ગતિ વઘુ તેજ બની છે.
જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત સરકાર મહિલાઓના વિકાસ માટે અને મહિલાઓ સ્વ-નિર્ભર થાય તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહી છે. જેના ભાગ રુપે મહિલાઓના આર્થિક ધોરણની પ્રવૃત્તિઓને હંમેશા વેગ આપ્યો છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં હાલ ૨૦૦૦ જેટલા સક્રિય સ્વ-સહાય જુથો દ્વારા નિયમિત બચત અને આર્થિક ધિરાણની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. આ જુથોને રિવોલ્વિંગ ફંડ પેટે ૨૦ થી ૩૦ હજાર અને કોમ્યુનિટિ ઈન્વેસ્ટમેન્ટ ફંડ પેટે ૧.૫૦ લાખ રુપિયાની જુથ દિઠ સહાય આપવામાં આવે છે.
ગાંધીનગર જિલ્લાનાં ૧૩૦૦ જેટલા સ્વ-સહાય જુથોને રૂ. ૧૩ કરોડ ધિરાણ બેંકોમાંથી આપવામાં આવ્યું છે. આ બે ધિરાણનો ઉપયોગ કરીને મહિલાઓ ખેતી, પશુપાલન, હેન્ડિક્રાફ્ટ, નાના પાયાના ઉદ્યગો સાથે જોડાઈને આર્થિક પ્રવૃત્તિઓ કરતા થયા છે. વધુમાં જિલ્લામાં બેંકિગ ક્ષેત્રે પણ જુથની બહેનો આગળ આવીને બેંક સખી, બીમા સખી વગેરેની તાલીમ લઈ સખી મંડળ અનેક બેંક વચ્ચે કડી રુપ મહત્વની કામગીરી કરી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લાના ૪૦૦ જેટલા સખી મંડળોને રૂ. ૪૫૦ લાખ જેટલી કેશ ક્રેડિટ લોન મંજુર કરવામાં આવી છે. ૪૬ જેટલા સ્વ-સહાય જુથોને રૂ.૧૩.૮૦ લાખનું રિવોલ્વિંગ ફંડ અને ૯૭ સ્વ-સહાય જુથોને કુલ રૂ. ૧૧૩ લાખનું કોમ્યુનિટિ ઈનવેસ્ટમેન્ટ ફંડ ચુકવવામાં આવ્યુ છે.આમ, કુલ ૫૪૩ સ્વ-સહાય જુથોને રૂ. ૫૭૬.૮૦ લાખની સહાય આજના દિને ચુકવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસંવતભાઇ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ ઉર્વીશબેન પટેલ, ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ રૂચિરભાઇ ભટ્ટ સહિત મોટી સંખ્યામાં સ્વ સહાય જૂથની બેનો ઉપસ્થિત રહી હતી.