અમદાવાદ

નરેન્દ્ર ભાઇની દિકરી ભાજપમાં ગોઠવાશે !

Published

on

નરેન્દ્ર ભાઇની દિકરી ભાજપમાં ગોઠવાશે !

 

ગુજરાત વિધાનસભાની એક તરફ ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ રાજકીય પક્ષોમાં ખેસની અદલા બદલીની મોસમ જામી છે.ત્યારે કોંગ્રેસના યુવા મહિલા નેતા ભાજપમાં જોડાઇ શકે છે, જેના માટે તેઓએ વડા પ્રધાન નરેન્દ્રમોદી સાથે મુલાકાત કરીને આગામી વિધાનસભાની બેઠક માટે ટિકીટ કન્ફર્મ કર્યુ હોવાનુ માનવામાં આવે છે

અમદાવાદના આઇપીએસ ઓફિસરની ગાય, રોજ 20 કીલો સફરજન ખાય

કોંગ્રેસી શ્વેતાની વડા પ્રધાન સાથે મુલાકાત

Advertisement

ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી પ્રવાસ ઉપર છે, ત્યારે સરકારી કાર્યક્રમો ઉપરાંત ખાનગી રાજકીય ઓપરેશન્સ પણ શરુ થઇ ચુક્યા છે.વડા પ્રધાન નરેન્દ્રમોદીએ રાજભવનમાં મુલાકાતોનો દોર શરુ કર્યો છે, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા નરેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ અને તેમની દિકરી શ્વેતા બ્રહ્મભટ્ટ સાથે પીએમ નરેન્દ્રમોદી સાથે મુલાકાત કરી તે મણીનગર વિધાનસભા માટે સૂચક માનવામાં આવે છે.

મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !

શ્વેતા બ્રહ્મભટ્ટ કોણ છે
અમદાવાદ મહાનગર પાલિકામાં વર્ષ 2000થી વર્ષ 2005માં કોંગ્રેસના શાસન દરમિયાન નરેન્દ્ર ભાઇ બ્રહમભટ્ટ હેલ્થ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે, તેમની પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટે વિદેશમાં અભ્યાસ કર્યો છે, તેઓ સમાજમાં દિન દુખીયાઓને મદદ કરતા હોય છે, તેઓ સમાજમાં સેવા ભાવી યુવા નેતા તરીકે ઓળખાય છે, 2017માં કોંગ્રેસ તેમના પિતાની વગ અને શ્વેતા બ્રહમભટ્ટના સેવા કાર્યોથી પ્રભાવિત થઇ મણિનગર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સુરેશ પટેલ સામે ટિકીટ આપી હતી, જો કે તત્કાલિન સીએમ અને મણીનગરના ધારાસભ્ય નરેન્દ્રમોદીએ મણિનગરના કરેલા વિકાસ કાર્યોને કારણે મણિનગરની જનતાએ સુરેશ પટેલને ફરી વિજય બનાવતા શ્વેતા બ્રહમભટ્ટની હાર થઇ હતી.

ઉઝાંમાં કોને મળશે માં ઉમિયાના આશિર્વાદ !

યુવાઓએ વડા પ્રધાનથી પ્રેરણા લેવાની જરુર- શ્વેતા

Advertisement

શ્વેતા બ્રહ્મભટ્ટે સાથે ટેલિફોનીક વાત ચીત કરતા તેમણે કહ્યુ હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પારિવારીક સબંધો છે,,મારા પિતા અને તેમના વચ્ચે મિત્રતાના સંબધો છે.હુ નાની હતી ત્યારે નરેન્દ્ર ભાઇ મોદીના આશિર્વાદ લીધા હતા, ત્યારે વડા પ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન મારા પિતાએ તેમને મળવાનો સમય માંગ્યો હતો, ત્યારે અમને રાજ ભવનમાં મળવા માટે વડા પ્રધાને ખાસ બોલાવ્યા હતા,તેમને મળીને હુ ધન્ય થઇ છું,, તેઓ ખુબ ચમત્કારિક વ્યક્તિત્વ છે, ઉર્જાવાન છે,યુવાનોએ તેમનાથી પ્રેરણા લેવી જોઇએ, હુ પણ તેમનાથી પ્રભાવિત છું,

અસારવાના મતદારોને કેક ભાવશે કે દાળ શાક પુરી !

શ્વેતાને ભાજપ ક્યાંથી આપશે ટિકીટ !

શ્વેતા બ્રહ્મભટ્ટ અને તેમના પિતા નરેન્દ્રભાઇ બ્રહ્મભટ્ટ જે રીતે વડા પ્રધાન નરેન્દ્રમોદીને મળ્યા છે,,તેનાથી લાગે છેકે આગામી દિવસોમાં શ્વેતા બ્રહ્મભટ્ટ ભાજપમાં જોડાઇ શકે છે, એમાય ભાજપ વર્ષોથી અમદાવાદમાંથી એક ટિકીટ બારોટ જ્ઞાતીને આપતી રહી છે.ત્યારે જો શ્વેતા ભાજપમાં વિધીવત જોડાય તો અમદાવાદમાં દાવેદારી કરતા અન્ય બારોટ નેતાઓનું રાજકીય ગણિત બગડી શકે છે.માનવામાં આવે છે કે જો ભાજપ યુવા મહિલા ચહેરા તરીકે શ્વેતા બ્રહ્મભટ્ટને મણીનગર,દરિયાપુર કે બાપુનગરમાંથી ટિકીટ આપી શકે, આ મુદ્દે શ્વેતાએ સ્વિકાર્યુ છે ઇશ્વરને જે મંજુર હશે તે કરીશું,

 

Advertisement

બ્લાસ્ટના આતંકીઓ જેલમાં કોના છે જમાઇ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version