અમદાવાદ
મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો
મહાદેવ ભક્ત પીએમ નરેન્દ્રમોદીને અનોખી સોનાની રાખડી મોકલતા મુસ્લિમ બહેનો
અમદાવાદની મુસ્લિમ બહેનોએ વડા પ્રધાન નરેન્દ્રમોદીને સોનાની રાખડી બનાવીને મોકલી છે, આ રાખડીની ખાસીયત પણ એવી છે કે વડા પ્રધાનને આ રાખડી જરુર ગમશે તેમ આ બહેનો માને છે, બહેનો ભલે મુસ્લિમ છે, પણ તેમને ખબર છે કે નરેન્દ્રમોદી મહાદેવના ભક્ત છે,,તો તે પ્રમાણે જ તેમના માટે સોનાની રાખડી તૈયાર કરી છે અને આ રાખડી પાછળ તેમનો ઉદ્દેશ્ય પણ વડા પ્રધાનને જરુર ગમશે, તેમ આ મુસ્લિમ મહિલાઓ માની રહી છે
વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં 13 વરસ સતત ગુજરાતના મુખ્ય પ્રધાન રહ્યા,, ત્યારે તેઓ દર રક્ષા બંઘનના દિવસે સીએમ હાઉસમાં રાજ્યમાંથી આવતી બહેનોથી રાખડી બંધાવતા ત્યારે જમાલપુરમાં રહેતા મુસ્લિમ પરિવાર એમાંય ખાસ કરીને
રઉફ ભાઇ શેખ(બંગાળી)નો પરિવાર હમેશાથી તેમને રાખડી બાંધવા જતા હતા, 2013માં અંતિમ વખત આ પરિવારની મહિલાઓએ સીએમ નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી, 2014થી નરેન્દ્રમોદી પીએમ થઇ ગયા, ત્યારથી આ મહિલાઓ વિવિધ પ્રકારની રાખડીઓ તૈયાર થાય છે જેમાં પહેલા ચાંદીની રાખડીઓ મોકલવામાં આવતી હતી,
સોનાની રાખડીની ખાસીયત
સોનાની રાખડીમાં શિવલિંગની આકૃતિ છે, જેમાં સાથે ત્રિશુલની આકૃતિ સાથે જડતર કરાયેલી છે, અને રુદ્રાક્ષ પણ વિશેષ રુપથી ગુથેયલી છે, સોનાની આ રાખડી કોઇને પણ મન મોહી લે,, આમ તો બે લાખ રુપિયાની આ રાખડી છે, પણ કિમત અનમોલ છે તે સિવાય ચાંદીની રાખડીઓ પણ છે ,,
સોનાની રાખડીનો ઉદ્દેશ્ય
જમાલપુરના મુસ્લિમ આગેવાન રઉફ ભાઇ શેખ અને તેમની પુત્રી રઇશા શેખે જણાવ્યુ છે કે અમારી ઇચ્છા છે કે મુસ્લિમ બહેનોને પીએમઓમાં બોલાવાય અને જો રાખડી બાંધવાનો મોકો મળે તો અમને ગમશે,અમારો કોઇ સ્વાર્થ નથી, આ સોના ચાંદીની રાખડીને હરાજી થકી જે પૈસા આવે તે બેટી પઢાવો બેટી બચાવ અભિયાનમાં ઉપયોગ થાય તેવી ઇચ્છા છે,