અમદાવાદ
ભેંસો અંગેના પરિપત્ર મુદ્દે મુસ્લિમ સમાજ પોલીસ સામે લડી લેવાના મુડમાં !
ભેંસો અંગેના પરિપત્ર મુદ્દે મુસ્લિમ સમાજ પોલીસ સામે લડી લેવાના મુડમાં !
#tv9 #abp #baffelow #muslim ભેંસો અંગેના પરિપત્ર મુદ્દે મુસ્લિમ સમાજ પોલીસ સામે લડી લેવાના મુડમાં !
ગુજરાત પોલીસના ભેસો અને પાડા, પાડીના ગેર કાયદે કતલ કરનારાઓ સામે પાસા લગાવવાના પરિપત્ર સામે હવે રાજ્યભરમાં મુસ્લિમ સમાજ હવે લડી લેવાના મુડમાં છે
ઠેર ઠેર આ પરિપત્રના વિરોધમાં આવેદન પત્ર અપાઇ રહ્યા છે, અને જો સરકાર જલ્દી આ પરિપત્રને નહી ખેચે તો મુસ્લિમ સમાજ કોર્ટમાં જવાની ચિમકી પણ આપી રહ્યુ છે,
સુરતમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરીએ જઇને આવેદનપત્ર આપીને વિરોધ નોધાવ્યો, મુસ્લિમ સમાજના અગ્રણીઓની માનીએ તો તેમનો તહેવાર છેલ્લા પાચ હજાર વર્ષથી ચાલે છે,,
તે સમયના અરસામાં પશુઓની હેરફેર વધી જતી હોય છે, તેવામાં ગૌ રક્ષનાના નામે કેટલાક અસમાજિક તત્વો વાહન ચાલકોને હેરાન પરેશાન કરે છે હપ્તાઓ વસુલે છે,એવામાં પોલીસે
ભેસોને લઇને પરિપત્ર બહાર પાડ્યો છે,જેના કારણે મુસ્લિમ સમાજમાં ભયનો માહોલ છે, પોલીસને કાયદો બનાવવાનો હક નથી, તેઓ માત્ર કાયદાનો પાલન કરાવી શકે છે, પરિણામે આવા
પરિપત્ર તાત્કાલિક રદ્દ કરવો જોઇએ
ગેરકાયદે પશુઓના હેર ફેર અટકાવવા પોલીસ ચલાવશે વિશેષ ડ્રાઇવ- આરોપીને થશે કડક સજા
મુસ્લિમ સમાજના અગ્રણીઓ માને છેકે જેઓ ગેરકાયદે પ્રવૃતિમાં લિપ્ત છે પોલીસ તેમની સામે જરુર પગલા લઇ શકે છે, પણ સમાન્ય લોકોને પશુઓના હેરફેર માટે અટકાવીને તેમને પાશા લગાવવાનો ડર
બતાવવો યોગ્ય નથી, અને આ બાબતો મુસ્લિમ સમાજના આગેવાનો વિરોધ કરે છે,,અને જો સરકાર અને પોલીસ આ પરિપત્ર નહી પરત ખેચે તો તેઓ કોર્ટમાં જઇને આ પરિપત્ર સામે કાયદાકીય લડત આપવાની ચિમકી આપી રહ્યા છે,
ઉલ્લેખનિય છેકે પોલીસના આ પરિપત્રનો કોગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ,ઇમરાન ખેડાવાલા અને મોહમ્મદ પિરજાદા પહેલાજ વિરોધ કરી ચુક્યા છે, ત્યારે સરકાર હાલ આ મુદ્દે મગનુ નામ મરી પાડવા તૈયાર નથી, એટલે કે આ પરિપત્રને લઇને
તંત્ર પણ મક્કમ જણાય છે, જેનાથી લાગે છે કે આગામી દિવસોમાં આ પરિપત્ર અગે મુસ્લિમ સમાજ લાંબી લડાઇ લડવાના મુડમાં દેખાઇ રહ્યો છે,