Update Mozilla Firefox: ભારત સરકારે ઈન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે Mozilla Firefoxનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે એક હાઈ-લેવલ ચેતવણી જાહેર કરી છે. લેટેસ્ટ અપડેટમાં ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે કહ્યું કે, મોજિલા ફાયરફૉક્સ પ્રોડક્ટ્સમાં ઘણી સિક્યોરિટી ફ્લોઝ અથવા સુરક્ષા સાથે જોડાયેલી ખામીઓની જાણકારી મળી છે.
FireFox Old Version: આ છે ચિંતાનો વિષય
CERT-In એ આ વાતને હાઇલાઇટ કરતા જણાવ્યું છે કે, આ ફ્લૉઝ અથવા ખામીઓનો ઉપયોગ Hackers દ્વારા માત્ર સુરક્ષા પ્રતિબંધોને બાયપાસ કરવા માટે જ નહીં પરંતુ સ્પૂફિંગ એટેક અને યુઝર્સની સહમતિ વિના સંવેદનશીલ ડીટેઈલ પ્રાપ્ત કરવા માટે પણ કરી શકાય છે.
FireFox Update: આ વર્ઝનનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે ચેતવણી
સુરક્ષા એજન્સીએ હાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે કે, લેટેસ્ટ Firefox 98 update, Mozilla Firefox ESR 91.7 અને Mozilla Firefox Thunderbird 91.7થી પહેલાના બધા મોજિલા ફાયરફૉક્સ વર્ઝન આ સુરક્ષા ફ્લૉઝ અથવા ખામીઓથી પ્રભાવિત છે.
CERT-In એ ઉપરોક્ત વર્ઝનનો ઉપયોગ કરતા યુઝર્સને તેમના Mozilla Firefox વર્ઝનને ફાયરફોક્સ 98 પર તાત્કાલિક અપગ્રેડ કરવાની સલાહ આપી છે, જ્યારે Firefox ESR 91.7 અને Thunderbird 91.7 વર્ઝનને નવીનતમ વર્ઝનમાં અપગ્રેડ કરવાની સલાહ આપી છે.
Mozilla Firefox Download: આ રીતે કરો અપડેટ
– ફાયરફૉક્સ ટુલબારના જમણી બાજુમાં મેન્યુ બટન પર ક્લિક કરો.
– ત્યારબાદ તમારે હેલ્પ ઑપ્શન પર ટેપ કરવાનું છે.
– ત્યારબાદ About ફાયરફૉક્સ ઓપ્શન પર જાઓ.
– જેવા તમે ઉપર બતાવવામાં આવેલા સ્ટેપ પર ક્લિક કરશો. ફાયરફૉક્સ અપડેટ્સને ચેક કરવાનુ શરૂ કરશો અને જો આ અપડેટ ઉપલબ્ધ થઇ તો બ્રાઉઝર આપોઆપ અપડેટ ડાઉનલોડ થવા લાગશે.
– ડાઉનલોડ પૂર્ણ થયા બાદ રીસ્ટાર્ટ ટૂ અપડેટ ફાયરફૉક્સ પર ક્લિક કરો.