જાણવા જેવું
Most Costliest Mango: 2.7 લાખ રુપિયા પ્રતિ કિલો વેચાય છે આ કેરી! જાણો ભારતમાં ક્યાં થાય છે ખેતી
સૌથી મોંઘી કેરીઃ ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ માનવામાં આવે છે. અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા માટે લોકો સારી એવી રકમ ખર્ચવા તૈયાર રહે છે. આ જ કારણ છે કે દેશમાં વિવિધ પ્રકારની કેરીઓની ખેતી પણ કરવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશના જબલપુરમાં એક એવા પ્રકારની કેરી ઉગાડવામાં આવે છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો જણાવવામાં આવી રહી છે. આની ખેતી સામાન્ય રીતે જાપાનમાં થાય છે. જો કે, હવે જબલપુરમાં આ કેરીની ખેતીની શરૂઆત થઈ ગઈ છે.
Tayo no Tamango નામની આ કેરીની કિંમત વધુ હોવાથી તેની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી સંકલ્પ પરિહારે આ કેરીઓની સુરક્ષા માટે પોતાના બગીચામાં 3 ગાર્ડ અને 9 શ્વાન રાખ્યા છે.
સંકલ્પ પરિહાર જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન પણ કહેવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે. વાસ્તવમાં, તે તેની કિંમતને કારણે લોકોની વચ્ચે ચર્ચાનું કારણ બની હતી. થોડા સમય બાદ બગીચામાંથી કેટલીક કેરીઓ પણ ચોરાઈ હતી. આવી સ્થિતિમાં તેઓએ કેરીની સલામતી માટે વ્યવસ્થા કરવી પડી, આ માટે તેમને વધારાના પૈસા પણ ખર્ચ કરવા પડી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યારે આ કેરી સંપૂર્ણ પાકી જાય છે ત્યારે તેનું વજન 900 ગ્રામ સુધી પહોંચી જાય છે. સાથે તેનો રંગ આછો લાલ અને પીળો થઈ જાય છે અને તેની મીઠાશ પણ દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે.
કેરીની આ જાત જાપાનમાં પોલી હાઉસમાં ઉગાડવામાં આવે છે, પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડી છે. તેઓ કહે છે કે, શરૂઆતમાં તેમણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષો વાવ્યા હતા. તેમના બગીચામાં હવે તેમની પાસે 14 હાઈબ્રિડ અને છ વિદેશી જાતોની કેરી છે. હાલમાં તેમણે તેમના 4 એકરના બગીચામાં 14 વિવિધ પ્રકારની કેરીઓનું વાવેતર કર્યું છે. આ ઉપરાંત તેમણે
Tayo no Tamangoના 52 વૃક્ષો પણ વાવ્યા છે.